કરણ જોહરની આગામી ફિલ્મ માટે વિકી કૌશલ અને રાજકુમાર રાવના નામ ચર્ચામાં


- આ ફિલ્મમાંથી કાર્તિક આર્યનને હાંકી કાઢવામાં આવ્યો  હોવાથી નિર્માતાને રૂપિયા 20 કરોડની ખોટ

મુંબઇ : દોસ્તાના ટુમાંથી કાર્તિક આર્યનને ધર્મા પ્રોડકશને હાંકી કાઢ્યા પછી વિકી કૌશલ અને રાજ કુમાર રાવ આ ફિલ્મ માટે ચર્ચામાં છે. કાર્તિક આર્યને આ ફિલ્મનું શૂટિંગ ૨૦ દિવસ કર્યા પછી તેને ફિલ્મમાંથી દૂર કરવામાં આવ્યો છે. પરિણામે કરણ જોહરને રૂપિયા ૨૦ કરોડની ખોટ થઇ છે. હવે કરણ જોહર પોતાની આ ફિલ્મ માટે અન્ય કાસ્ટને શોધી રહ્યા છે. 

એક રિપોર્ટન ાઅનુસાર, આ ફિલ્મ માટે વિકી કૌશલ ફિલ્મ નિર્માતાની પ્રથમ પસંદગી છે. જોકે બીજી બાજુ રાજકુમાર રાવનું નામ પણ ચર્ચામાં છે. આ બેમાંથી એકની એન્ટ્રી દોસ્તાના ટુમાં થાય તેવી શક્યતા છે.

જોકે વિકી કૌશલ પાસે બેક ટુ બેક ફિલમો છે. હાલમાં જ તે કોરોનામાંથી સાજો થયો છે. તેની પાસે મિસ્ટર લેલે, સરદાર ઉધમ સિંહની સાથેસાથે અન્ય ફિલ્મો પણ પાઇપલાઇનમાં છે. 

જો ફિલ્મ દોસ્તાના ટુ માટે વિકી કૌશલ સાથે સમૂસુથરું પાર નહીં પડે તો કરણ જોહર રાજકુમાર રાવનો સંપર્ક કરે તેવી પૂરી શક્યતા છે. 

ધર્મા પ્રોડકશન જલદી જ નવી કાસ્ટની ઘોષણા કરે તેવી શક્યતા છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32m0Ldv
Previous
Next Post »