સોનૂ સૂદ વેક્સીનના પ્રથમ ડોઝ લીધા પછી કોરોનાના સપાટામાં આવ્યો


- તો વળી ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા પણ કોરોનાગ્રસ્ત

મુંબઇ : દેશમાં કોરોનામહામારી વધુ પડતી વધી રહી છે. મહારાષ્ટ્રમાં સામાન્ય લોકોથી લઇ બોલીવૂડ સેલિબ્રિટીઓ કોરોનાના સપાટામાં આવી ગયા છે. તેમાં હવે સોનૂ સૂદ પણ સામેલ થઇ ગયો છે. કોરોના કાળમાં તે લોકોને સતત મદદરૂપ થઇ રહ્યો છે. હાલમાં તેણે ઇંદોરમાં ઓક્સિજન જનરેટર પણ મોકલ્યા હતા. 

સોનૂ સૂદે સોશિયલમીડિયા પર આની જાણકારી આપી હતી. તેણે ટ્વીટ કર્યું હતું કે, નમસ્કાર મિત્રો, હું તમને જણાવા માંગુ છું કે, હું કોવિડ-૧૯ પોઝિટિવ આવ્યો છું.તેથી મેં સ્વયંને ક્વોરન્ટાઇન કરી લીધો છે. ચિંતા કરશો નહીં. હવે લોકોની મુશ્કેલીઓમાં મદદરૂપ થવાનો વધુ સમય મળશે. યાદ રાખજો કે હું દરેક તમારી તકલીફમાં તમારી સાથે જ છું. 

ઉલ્લેખનીય છે કે, સોનૂએ ૭ એપ્રિલના રોજ કોરોના વેકસીન લગાડી હતી. વેકસીન લગાડયા પછી સોનૂએ ટ્વિટર હેન્ડ પર પણ પોતાની તસવીર મુકી હતી. એટલું જ નહીં, તે પંજાબનો વેક્સિનનનો એમ્બેસેડર પણ બન્યો છે.  

તો વળી બીજી બાજુ  મનિષ મલ્હોત્રા પણ કોરોનાના સપાટામાં આવ્યો હોવાનું  તેણે સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. તે પણ હાલ હોમ ક્વોરન્ટાઇન થયો છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mVdhdc
Previous
Next Post »