
- તેણે હેરી પોર્ટર અને પીકી બ્લાઇંડર્સમાં અભિનય કર્યો હતો
મુંબઇ : હેરી પોર્ટર અને પીકી બ્લાઇંડર્સ સીરીઝમાં કામ કરી ચુકેલી બ્રિટિશ અભિનેત્રી હેલન મેકક્રોનું ૫૨ વરસની વયે નિધન થયું છે. તેના પતિ ડેમિયન લેવિસે ટ્વીટર પર આની જાણ કરી હતી. અભિનેત્રી કેન્સરથી પીડાતી હતી.
હેલેનના પતિએ જણાવ્યું હતુ ંકે, દુઃખ સાથે જણાવાનું કે હેલનનું કેન્સર માટે ઝઝૂમતા નિધન થયું છે. તેણે અંતિમ શ્વાસ ઘરમાં જ લીધા હતા. તેની સાથે તેના મિત્રો અને સગાવ્હાલાઓનો પ્રેમ તેની સાથે છે.
હેલનના નિધનના સમાચાર તેના પતિએ શુક્રવારે સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકીને આપ્યા હતા.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3efhFzO
ConversionConversion EmoticonEmoticon