સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનમાં આંગડિયા કર્મચારીના કરોડો રૂપિયાના દાગીના ભરેલા થેલાની ઉઠાંતરી


નડિયાદ : મૂંબઇથી અમદાવાદ સૌરાષ્ટ્ર એકસપ્રેસ ટ્રેનમાં મૂસાફરી કરતા આંગડિયા પેઢીના કર્મચારીના સોનાના દાગીના ભરેલા થેલાની આજે ઉઠાંતરી થઇ છે.આંગડિયા પેઢીનો કર્મચારી કરોડો રૂપિયાના સોનાના દાગીનાના પાર્સલ લઇને અમદાવાદ આવી રહ્યો હતો. આ બનાવ અંગે નડિયાદ રેલ્વે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર મહેસાણા જિલ્લાના રામોસણા ચોકડી પાસે રહેતા અભૂજી ઠાકોર અમદાવાદની એક પેઢીમાં કામ કરે છે. ગત તા.૭ એપ્રિલના રોજ પેઢીના પાર્સલો લઇ મૂંબઇ ગયા હતા. અને તે જ તારીખે રાત્રીના સમયે પેઢીના પાર્સલો લઇ સૌરાષ્ટ્ર એકસ ટ્રેનમાં અમદાવાદ આવવા નિકળ્યા હતા. અભૂજી ઠાકોર સાથે પેઢીના નવલભાઇ મારવાડી, જયંતીભાઇ, રમેશભાઇ અને દિનેશભાઇ હતા.

આમ પાંચ વ્યક્તિઓ પાસે કુલ પણ ત્રણ પાર્સલોના થેલા હતા. જેમાં સોનાના તૈયાર દાગીનાઓના પાર્સલો હતા. ત્રણ પાર્સલોનો થેલાઓ પૈકી એક થેલો સીટ નીચે, તથા બીજા બે થેલાઓ સીટના તળીયે મૂકયા હતા. આ બાદ તેઓ વારાફરતી સૂઇ ગયા હતા અને સુરત અને વડોદરા પાર્સલો આપ્યા હતા.વડોદરા રેલ્વે સ્ટેશનથી રાત્રીના ૩ઃ૦૦ વાગ્યાની અરસામાં ટ્રેન ઉપડયા બાદ અભૂજી અને હાલાજી સીટ ઉપર સૂઇ ગયા હતા. સવારના ૪ઃ૦૦ વાગ્યાના અરસામાં ટ્રેન મહેમદાવાદ રેલ્વે સ્ટેશન પસાર કરતી હતી તે સમયે હાલાજી જાગીને પાર્સલો ચેક કરતા જેમાં એક થેલો જોવા મળ્યો ન હતો.જેથી આસપાસમાં તેમ જ ટ્રેનના ડબ્બામાં થેલાની તપાસ કરી હતી. તેમ છતા મળી આવ્યો ન હતો. આ બનાવ અંગે આંગડિયા પેઢીના કર્મચારી અભૂજી ઠાકોરે નડિયાદ રેલ્વે સ્ટેશને અજાણ્યા ચોર ઇસમો વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.જ્યારે નડિયાદ રેલ્વે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

થેલામાં અંદાજે રૂ. 2.15 કરોડના સોનાના દાગીના હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ

મૂંબઇથી અમદાવાદ સૌરાષ્ટ્ર એકસટ્રેનમાં મૂસાફરી કરતા અમદાવાદની આંગડીયા પેઢીના કર્મચારીનો સોનાના દાગીના ભરેલા થેલાની ચોરી થઇ છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આ થેલામાં પ્લાસ્ટીક તથા કાગળના બોકસમાં કુલ-૬૭ પાર્સલો હતા.જે બોકસમાં સોનાના દાગીના હતા. વળી સુરતની પેઢીના કર્મચારી આપેલ એક પાર્સલ પણ આ થેલામાં મૂકયુ હતુ. ગુમ થયેલા થેલામાં આશરે રૂા.૨, ૧૫, ૦૦, ૦૦૦ સોનાના દાગીના હોવાનુ ફરિયાદમાં જણાવ્યુ છે.

કરોડોની ચોરી થતા  પોલીસે સીસીટીવી ફુટેજ મંગાવવા શરૂ કર્યું

સૌરાષ્ટ્ર એકસ પ્રેસ ટ્રેનમાં સોનાના કરોડો રૂપિયાના દાગીનાની ચોરી પ્રકરણમાં વડોદરા એલ.સી.બી પોલીસ ટીમે તપાસનો દોર શરૂ કર્યો છે. મૂંબઇથી અમદાવાદ સુધીની તમામ સી.સી.ટી.વી કેમેરાની મદદ લઇ ગુનેગારોને ઝડપી પાડવા તપાસનો દોર શરૂ કર્યો છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3t8sn1j
Previous
Next Post »