ખેડા જિલ્લામાં 24 કલાકમાં 4 માર્ગ અકસ્માતમાં 2 લોકોનાં મોત


નડિયાદ : ખેડા જિલ્લામાં અકસ્માતોની વણઝાર સર્જાઇ છે. છેલ્લા ૨૪ કલાકમાં જિલ્લાના ચાર અલગ અલગ સ્થળોએ સર્જાયેલા અકસ્માતોમાં બે વ્યક્તિએ જીવ ગુમાવ્યા છે. નડિયાદ તાલુકાના સલુણ શંકરપુરા રોડ પર આવેલ એક ફાર્મ હાઉસ પાસે  અને  મહેમદાવાદના સણસોલીના વિજયપુરા પાટીયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. વળી ગળતેશ્વરના અંઘાડી ગામના એક મંદિર નજીક અને મહેમદાવાદના છાપરા પાસે આવેલ સી.એન.જી પંપ પાસે પણ અકસ્માત સર્જાયા હતા.ચારેય અકસ્માતોના બનાવોમાં બે વ્યક્તિઓના મૃત્યુ નિપજયા છે જ્યારે ત્રણ વ્યક્તિઓને ઇજાઓ પહોચી હતી.ચારેય બનાવો અંગે સ્થાનિક પોલીસે ગુનાઓ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નડિયાદ તાલુકાના સલુણના શંકરપુરા રોડ પર આવેલ એક ફાર્મ હાઉસ નજીક ગુરુવારની ઢળતી સાંજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં  જશાપુર તાબે આવેલ ફતેપુરા ગામે રહેતા અંબુભાઇ તળપદાનો ભાઇ અરવિંદભાઇ ચાલીને ઘર તરફ જઇ રહ્યા હતા. તે સમયે એક મોટર સાયકલના ચાલકે પોતાની મોટર સાયકલ પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી અરવિંદભાઇને અડફેટ મારી હતી.જેથી અરવિંદભાઇને તાત્કાલિક સારવાર અર્થે ૧૦૮ બોલાવી હતી.૧૦૮ ની ટીમ બનાવ સ્થળે પહોચી અરવિંદભાઇને તપાસ કરી મરણ જાહેર કર્યા હતા.આ બનાવ અંગે અંબુભાઇ મોહનભાઇ તળપદાએ નડિયાદ રૂરલ પોલીસ મથકે મોટર સાયકલના ચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે. જ્યારે નડિયાદ રૂરલ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મહેમદાવાદ તાલુકાના સણસોલીના વિજયપુરા પાટીયા પાસે ગુરુવારની મોડી સાંજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.અમદાવાદ જિલ્લાના દસક્રોઇ ગામે રહેતા કનુભાઇ પરમાર અને તેમના પરિવારના ભાઇનો દિકરો રીષિને લઇ દિકરાના બાળાવાળને કંકોત્રી આપવા માટે જતા હતા. તે સમયે વિજયપુરા પાટીયા પાસે રોડ પર ચાલીને જતા એક અજાણ્યો પુરુષ અચાનક રસ્તા પર આવી જતા મોટર સાયકલ સાથે અથડાયા હતા.જેથી મોટર સાયકલ પર સવાર કનુભાઇ અને અજાણ્યા વ્યક્તિને શરીરે ઇજાઓ પહોચી હતી. જ્યારે મોટર સાયકલ પાછળ બેઠેલ રીષિનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતમાં ઘવાયેલ અજાણ્યા વ્યક્તિનુ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયુ હતુ. આ બનાવ અંગે ભરતભાઇ ભદાજી પરમારે મહેમદાવાદ પોલીસ મથકે મોટર સાયકલના ચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.જ્યારે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગળતેશ્વર તાલુકાના અંઘાડી ગામના રામાપીર મંદિર નજીક ગત તા.૩ એપ્રિલના રોજ અકસ્માત સર્જાયો હતો.જેમાં જાખેડ નવી નગરી પાછળ રહેતા કાભઇભાઇ પરમારનો દિકરો ઉમેદ મોટર સાયકલ લઇને સેવાલિયા દુકાન પર જતો હતો. તે સમયે અંઘાડી રામાપીર મંદિર પાસેથી પસાર થઇ રહ્યો હતો તે સમયે એક ગાડીના ચાલકે પોતાની ગાડી પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી ઉમેદના મોટર સાયકલને અડફેટ મારી હતી. જેથી ઉમેદભાઇને શરીરે ઇજાઓ પહોચી હતી. આ બનાવ અંગે કાભઇભાઇ ઇશ્વરભાઇ પરમારે સેવાલિયા પોલીસ મથકે ગાડીના ચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.જ્યારે સેવાલિયા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મહેમદાવાદ તાલુકાના છાપરા ગામ પાસે  આવેલ સી.એન.જી પંપ પાસે ગુરુવારની ઢળતી સાંજે ત્રિપલ અકસ્માત સર્જાયા હતા.જેમાં રઢુ ગામે રહેતા યુવરાજસિંહ રાવલ પોતાના મિત્રો સાથે સેવાદાસ બાપુના દર્શન કરી રઢુ પરત જઇ રહ્યા હતા. તે સમયે ખેડા તરફથી આવતી એક ગાડીના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી યુવરાજસિંહની આગળ જતી બોલેરો ગાડીને અડફેટ મારી હતી.તે ગાડીના ચાલકનો સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા યુવરાજસિંહને ઇકો ગાડીને અડફેટ મારતા ગાડી પલ્ટી ખાઇ ગઇ હતી. આ બનાવમાં છોટા હાથીના ચાલકને ઇજાઓ પહોચી હતી. જ્યારે અન્ય બે ગાડીના ચાલકોને ઇજાઓ પહોચી ન હતી. પરંતુ ગાડીને નુકસાન થયુ હતુ. આ બનાવ અંગે યુવરાજસિંહ ગુરુભાઇ રાવલે મહેમદાવાદ પોલીસ મથકે છોટા હાથીના ચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.જ્યારે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3wE6h9j
Previous
Next Post »