- પ્રથમ ઇન્ડિયન અભિનેત્રી બની જે ઇરાકના સામાયિકના મુખપૃષ્ઠ પર જોવા મળી
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ : અભિનેત્રી ઉર્વશી રૌતેલા અને ભૂતપૂર્વ મિસ યૂનિવર્સ ઉર્વશી રતૌલા પોતાની ખૂબસૂરત અદાઓને કારણે ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયા પર પણ એકટિવ છે. ફેન ગ્લોઇંગમાં પણ તે ટોચના એકટર્સોને પાછળ છોડી દીધા છે. હવે તેણે વધુ એક સિદ્ધી મેળવી છે.
ઉર્વશીએ ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટ પરથી પોસ્ટ કર્યું છે કે, ઇરાક દેશના બગદાદ સ્ટાઇલ સ્ટ્રીટ મેગેઝિનના કવર પર છવાઇ જનાર પ્રથમ ભારતીયઅભિનેત્રી બની છું. તેણે આ સાથે કવરની તસવીર પણ શેર કરી છે. ઉર્વશીએ ઇરાનનો પરંપરાગત પોશાક પહેર્યો છે અને ઘોડા પર બેસીને ઘોડા પટ્ટા હાથમાં લીધા છે. આ સાથે કવર પેજ પર લખવામાં આવ્યું છે કે, આવું કોન લાગે છે કે જે બોલીવૂડ ચલાવે છે ? ઉર્વશી રતોલા બોલીવૂડની યંગ સુપરસ્ટાર.
ઉર્વશી ફિલ્મોમાં બહુ જોવા મળથી નથી. તેણે ૨૦૨૦માં ભાનુપ્રિયા અને પાગલપંતી જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. સાલ ૨૦૧૫માં સિંહસાહેબ ધ ગ્રેટમાં સની દેોલ સાથેની ફિલ્થી ડેબ્યુ કર્યું હતું.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39yWCqD
ConversionConversion EmoticonEmoticon