- મુંબઇની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર હેઠળ
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ : બોલીવૂડનો જાણીતા સંગીતકાર અને ગાયક કલાકાર બપ્પી લહેરી કોવિડ-૧૯ના પોઝટિવ આવ્યા છે. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી તેમને મુંબઇની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બપ્પીની પુત્રી રીમાએ સત્તાવાર રીતે જણાવ્યું હતું.
રીમાએ પોતાના સ્ટેટમેન્ટમાં કહ્યું હતુ ંકે, બપ્પી દાએ ખૂબ જ તકેદારીઓ રાખી હતી,, છતાં તેમનામાં કોવિડના હળવા લક્ષણો જોવા મળ્યા છે. તેમની વયને કારણે તેમને મુંબઇની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેઓ સાજા થઇન ેજલદી જ ઘરે પાછા આવી જશે. એમને તમારી દુઆઓમાં રાખવા માટે સઘળાનો આભાર.
બપ્પી લહેરીના પ્રવકતાએ પણ સત્તાવાર રીતે જણાવ્યું છ ેકે, તેઓ ભારત અને વિદેશના પ્રશંસકો, મિત્રો અનેદરેક પાસેથી આશીર્વાદ અને શુભેચ્છા ઇચેછે છે. બપ્પીદા તરફથી અમે દરેક શુભચિંતકો અને પ્રશંસકોને સ્વસ્થ રહેવા માટે સંદેશો આપીએ છીએ.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3wn0PqS
ConversionConversion EmoticonEmoticon