- કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવેડરે કરી ઘોષણા
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ : સુપરસ્ટાર રજનીકાન્તને ૫૧મો દાદા સાહેબ ફાળકે પુરસ્કાર એવોર્ડથી સમ્માનિત કરવામાં આવશે.કેન્દ્રીય સૂચના એવમ પ્રસારણ મંત્રી પ્રકાશ જાવેડરે ગુરુવારે આની ઘોષણા કરી હતી. કોરોના વાયરસના કારણે આ વખતે દરેક પુરસ્કારોના એલાન મોડા થઇ રહ્યા છે. હાલમાં જ નેશનલ એવોર્ડની પણ ઘોષણા કરવામાં આવી હતી.
દાદા સાહેબ ફાળકે એવોર્ડને ભારતીય સિનેમાનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ માનવામાં આવે છે. રજનીકાન્તને ૫૧મો દાદા સાહેબ ફાળકે એવોર્ડ ૩ મે ૨૦૨૧ના આપવામાં આવશે.
પ્રકાશ જાવેડકરે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતુ ંકે, અમને ખુશી છે કે, દેશના દરેક ભાગોમાંથી ફિલ્મસર્જક, અભિનેતા, અભિનેત્રી, ગાયક, સંગીતકાર દરેકને સમય સમય પર દાદા સાહેબ ફાળકે એવોર્ડથી નવાજવામાં આવે છે. આ વરસે દાદા સાહેબ ફાળકે એવોર્ડ મહાન નાયક રજનીકાન્તને ઘોષિત કરતાં અમે આનંદ થાય છે. રજનીકાન્ત છેલ્લા પાંચ દાયકાથી સિનેમાની દુનિયા પર રાજ કરી રહ્યા છે અન ેદર્શકોનું મનોરંજન કરી રહ્યા છે. આ જ કારણે દાદા સાહેબ ફાળકેની જ્યૂરીએ રજનીકાન્તને એવોર્ડ આપવાનો નિર્ણય કર્યો છે.
આ વરસે જ્યૂરી તરીકેઆશા ભોંસલે, મોહનલાલ, વિશ્વજીત ટેર્જી, શંકર મહાદેવન અને સુભાષ ઘાઇ સામેલ હતા. આ પાંચની જ્યુરીની બેઠકે રજનીકાન્તને દાદા સાહેબ ફાળકે એવોર્ડ આપવાની ભલામણ કરી હતી.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3fwkb7f
ConversionConversion EmoticonEmoticon