શાહરૂખ ખાનની આવનારી ફિલ્મનો ક્રુમેમ્બર કોરોનાગ્રસ્ત


- શાહરૂખ ક્વોરન્ટાઇન થયો તેમજ શૂટિંગ પર રોક

મુંબઇ : શાહરૂખ ખાન હાલ પોતાની આવનારી ફિલ્મ પઠાનના શૂટિંગમાં વ્યસ્ત હતો. જોકે હાલ કોરોનાના ઉપદ્વવને કારણે ફિલ્મનું શૂટિંગ અટકી પડયું છે. 

સોશિયલ મીડિયાન ાપોર્ટલના અનુસાર, શાહરૂખ ખાનની આવનારી ફિલ્મ પઠાનના સેટ કોરોનાએ હુમલો કર્યો છે. જેથી અભિનેતાએ પોતાને ક્વોરન્ટાઇન કર્યો છે.રિપોર્ટના અનુસાર, સેટ પરના એક ક્રુ મેમ્બરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ પછી યશરાજ ફિલ્મસે શૂટિંગ થંભાવી દીધું છે. શાહરૂખ ખાને પોતાને ક્વોરન્ટાઇન કરી લીધો છે. જોકે તેણે કોરોનાની પોતાની મેડિકલ ટેસ્ટ કરાવી  છે  કે નહીં તેની સ્પષ્ટતા કરવામાં આવી નથી. તેમજ યશરાજ બેનરે પણ કોઇ ખુલાસો કર્યો નથી. 

કોરોના વાયરસના કારણે પઠાનના સેટના નિર્માણનું કામ અટકાવી દેવામાં આવ્યું હોવાના સમાચાર હતા.ફિલ્મ પઠાનના શૂટિંગ માટે થોડા દિવસો પહેલી ફિલ્મની ટીમ દુબઇ ગઇ હતી. મુંબઇ આવીને અહીંનું શેડયુલ શરૂ કરવાના હતા જે હાલ થઇ શક્યું નથી.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3uLfYko
Previous
Next Post »