હૃતિક બિગ બજેટ રામાયણનો હિસ્સો નહીં બને તેવી ચર્ચા


- અભિનેતા તેમજ ફિલ્મસર્જક તરફથી સ્પષ્ટતા નથી

મુંબઇ : હાલ બોલીવૂડમાં બિગ બજેટ ફિલ્મનો ટ્રેન્ડ શરૂ થયો છે. જેમાં હવે રામાયણ પર આધારિત ફિલ્મ પણ ચર્ચામાં છે. કરોડોના બજેટમાં બનનારી આ ફિલ્મને નિતેશ તિવારી ત્રણ ભાગમાં બનાવાના પ્રયાસ કરી રહ્યા છે. જેનું ભવ્ય સ્તર પર નિર્માણ થવાનું છે. તેમજ બોલીવૂડના ટોચના કલાકારો કામ કરવાના છે. 

એવી ચર્ચા હતર્કે રામના રોલ માટે મહેશ બાબુ અને રાવણના રોલ માટે હૃતિક રોશનને ફાઇનલ કરવામાં આવ્યો હતો. જ્યારે સીતાના પાત્ર માટે દીપિકા પદુકોણનું નામ ચર્ચામાં હતુ. પરંતુ ફિલ્મની સ્ક્રિપ્ટને અંતિમ રૂપ દેવા માટે ખાસ્સો સમય લાગી રહ્યો છે. 

આ દરમિયાન હૃતિક અને મહેશ બાબુ અન્ય ફિલ્મોમાં વ્યસ્ત થઇ રહ્યા છે. તેમની પાસે બે-ત્રણ વરસની તારીખ હાલ ફાળવી શકે તેવી શક્યતા નહીંવત છે. જેની અસર રામાયણ ફિલ્મ પર પડે તેવી પૂરી સંભાવના છે. 

મળેલા રિપોર્ટને સાચો માનીએ તો, હૃતિકે રામાયણ ફિલ્મથી છુટા પડવાનો નિર્ણય લીધો છે. તે હવે  આ ફિલ્મનો હિસ્સો બનશે નહીં. તેના સ્થાને કોઇ અન્ય અભિનેતાની પસંદગી કરવામાં આવશે જોકે સ્ક્રિપ્ટ ફાઇનલ થયા પછી આ બાબતે ફિલ્મસર્જક નિર્ણય લેશે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3g92f2E
Previous
Next Post »