કાર્તિક આર્યન સાથે ફિલ્મને કરણ જોહરે અફવા ગણાવી


- નિર્માતાએ ટ્વીટ કરીને હજી ફિલ્મ માટે સ્ટારકાસ્ટનો નિર્ણય ન લીધો હોવાનું જણાવ્યું

મુંબઇ : હાલમાં સમાચાર હતા કે, કરણ જોહરનું ધર્મા પ્રોડકશન કાર્તિક આર્યનને લઇને એક રમત પર ફિલ્મ બનાવી રહ્યો છે. જેમાં કાર્તિક એક ક્રિકેટરની ભૂમિકા ભજવવાનો છે. કરણ જોહરે આ વાતને અફવામાં ખપાવી છે. 

નિર્માતા કરણે ટ્વીટર પર સ્પષ્ટતા કરી છે કે, ફિલ્મની સ્ટાર કાસ્ટ વિશે કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ સમાચારમાં કોઇ વાસ્તવકિતા નથી. ધર્મા મૂવીઝની શરણ શર્માની આગામી ફિલ્મની કાસ્ટ બાબતે વિવિધ અટકળો અને અનુમાન લગાડવામાં આવી રહ્યા છે. તેથી હું સ્પષ્ટતા કરી રહ્યો છું કે, ફિલ્મની કાસ્ટને હાલ લોક કરવામાં આવી નથી. હજી તો ફિલ્મની સ્ક્રીનપ્લે પર કામ ચાલી રહ્યું છે. મહેરબાની કરીને સતાવાર ઘોષણાની રાહ જોશો. 

આ ફિલ્મ માટે કાર્તિક આર્યન અને તૃપ્તિ ડમરીના નામ બોલાઈ રહ્યા છે. કાર્તિક જલદી જ આ ફિલ્મ સાથે જોડાવાનો છે એવી પણ વાત હતી. પરંતુ કરણ ેટ્વીટ કરીને આ વાતનો ઇનકાર કર્યો છે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dd5Qem
Previous
Next Post »