
આ પણે ભગવાનનું નામ તો જાણીએ છીએ કે ભગવાન શ્રી રામ હોય છે, ભગવાન શ્રી કૃષ્ણ હોય છે, હનુમાનજી હોય છે પરંતુ સાચી વાત એ છે કે ભગવાનનું સ્વરૂપ, એમનો આદેશ, એમનું શિક્ષણ અને માનવજીવનથી એનો સંબંધ આ બધાને આપણે ભૂલી ગયા છીએ.હનુમાનજીએ સમગ્ર જીવન ભગવાનનાં કામમાં લગાવી દીધું હતું. પણ આપણે તો હનુમાન ચાલીસા સુધી જ સીમીત રહી ગયાં છીએ.સમુદ્ર પર સેતુ બાંધતી વખતે ખિસકોલી એ વિચાર્યું કે મારું કર્તવ્યપાલન કરવું જોઈએ. ખિસકોલી પોતાની પીઠ પર રેતી લઈ સમુદ્રમાં ઠાલવી દેતી જેથી સમુદ્ર ભરાતો જાય અને તેથી ભગવાન રામનું કામ સરળ થઈ જાય.
શ્રી રામે તેનો પુરુષાર્થ અને ત્યાગ જોયો અને પીઠ પર હાથ ફેરવ્યો અને આજે પણ તેનાં બાળકો પર ભગવાનની આંગળીઓનાં નિશાન છે. શું આપણે ખિસકોલી કરતાં પણ નાનાં છીએ ? જટાયુની આદર્શવાદિતા જુઓ તેણે જ્યારે સીતાજીનું અપહરણ થતું જોયું તો કહ્યું કે હું ઘરડું પક્ષી છું તો શું થયું ? જટાયુઓ કહ્યું કે મરી જવા છતાં પણ હું વિજ્યી બની જઈશ અને તે પોતાની ચાંચના સહારે રાવણ સાથે લડવા લાગ્યો. દુનિયામાં ઘણાં લોકો એવા છે કે જેમને જીત મળી શકી નથી, જેઓ હારી ગયા અથવા મરી ગયા પરંતુ વિજ્યી કહેવાયા.
જટાયુ રાવણની સાથે લડતાં લડતાં મરી ગયો અને જમીન પર પડયો હતો. ભગવાન રામ આવ્યા અને તેમણે પોતાનાં આસુથી જટાયુનો અભિષેક કર્યો. જટાયુ ભગવાનની છાતી સાથે ચીપકેલો હતો. આદર્શ માટે મરી ફીટનાર જટાયું. ભગવાનને મેળવવાની આ જ રીત છે. ભગવાન રામનો પ્રેમ જટાયુ જેવા લોકો માટે સુરક્ષિત છે. ખિસકોલી જેવી શ્રધ્ધા, હનુમાનજી જેવું સમર્પણ, આ જ ભગવાનનું સ્વરૂપ છે. શ્રી રામ શર્મા આચાર્ય એ લખેલું છે 'હૃદયશૂન્ય વ્યક્તિ ભૌતિક જીવનમાં ગમે તેટલી સક્ષમ કેમ ન હોય, આત્મિક ક્ષેત્રમાં પૂર્ણપણે અક્ષમ જ સિધ્ધ થશે.
- જયેન્દ્ર ગોકાણી
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ab69V3
ConversionConversion EmoticonEmoticon