અખિલ માધુર્યના નિધિ શ્રીરામ...


રા જાધિરાજ ગૌ-બ્રાહ્મણ પ્રતિપાળ અયોધ્યા વાસીઓના આનંદરૂપ સરયૂ અને સીતાના સ્વામી એવા ભગવાન શ્રીરામનું પ્રાગટય એટલે રામ નવમી.

આવા મધુરતાના સ્વામી શ્રીરામના સ્વરૂપની શી મધુરતા છે. તેનું સ્મરણ 'અધરં મધુરં' નું આજે સર્વ ભક્તજનો તથા આપણે સ્મરણ કરીને પાવન થઈએ.

અધરં મધુરં- મધુર મનોહર એમના હોઠ છે. મધુર સુંદર એમનું વદન છે. મધુરા નયનો છે. મધુર એમનું હાસ્ય છે. હૃદયમાં સંપૂર્ણ મધુર ભાવ ભરેલો છે. મધુર મધુર એમની ગતિ છે. ખરેખર મધુરતાના સ્વામીનું સર્વ કાંઈ મધુર છે.

વચન મધુરં: એમનું બોલવું મધુર છે. એમનું રહેવુ મધુર છે. એમનું ચાલવું મધુર છે. એમનું વાંકાવળવું મધુર છે. એમનું આચરણ મધુર છે. એમનું ભણવું મધુર છે. એ મધુરતાના સ્વામીનું સર્વકાંઈ મધુર છે.

વેણુ મધુરો: મધુર એમની વેણુ છે. વેણુ એટલે વાંસળી મધુર છે. વનમાંથી પાછા ફરતા ઉડી રહેલી રજ પણ મધુર છે. વેણને ધારણ કરનાર હાથ પણ મધુર છે. એમના પગો પણ મધુર છે. એમનું નૃત્ય મધુર છે. એમનું સખ્ય એટલે કે મૈત્રીભાવમાં પણ મધુરતાનો સાક્ષાત્કાર છે. એ મધુરતાના સ્વામીનું સર્વ કાંઈ મધુર છે.

ગીતં મધુરં: એમનું ગીત મધુર છે. તેઓ પાણી કે દૂધ પીતા હોય તે દ્રશ્ય મધુર છે. તેમનું ભોજન કેટલું મધુર છે. અને તેઓ સૂઈ જાય છે. ત્યારે એ શયન પણ મધુરતાનું સ્વરૂપ બની રહે છે. તેમની રૂપછબિ મધુર છે. મધુર એવું તિલક તેમને સોહે છે. મધુરતાના એ સ્વામીનું સર્વ કાંઈ મધુર છે.

કરણં મધુરં: એમનું કરવું મધુર છે. એમનું રમવું મધુર છે. તેમનું તરવું મધુર છે. અને હરણ કરી જવાનું પણ મધુર છે. મુખમાંથી તાંબૂલ વગેરે કાઢવાનું મધુર છે. ભક્તોના તાપને શમાવવાનું પણ મધુર છે. મધુરતાના સ્વામીનું સર્વ કાંઈ મધુર છે.

ગુંજા મધુરાઃ કંઠમાંની ગુંજાઓ મધુર છે. માળાઓ મધુર છે. જ્યાં વિહાર કરે છે તે યમુનાજી પણ મધુર છે. એના તરંગો પણ મધુર છે. એનું જલ મધુર છે. અને એમાં ઉગેલા કમળ પણ મધુર છે. મધુરતાના સ્વામીનું સર્વ કાંઈ મધુર છે.

ગોપી મધુરા- મધુરભાવ ભરેલી ગોપીઓ મધુર છે. એમની સાથેની પ્રભુની લીલા મધુર છે. એમનું મળવું મધુર છે. અને છૂટા પડવું પણ મધુર છે. પ્રભુનું જોવું મધુર છે. અને એમનું શાસન-આજ્ઞાાઓ પણ મધુર છે.  મધુરતાના સ્વામીનું સર્વ કાંઈ મધુર છે.

ગોપા મધુરા: મધુર સુંદર એવા ગોવાળીયાઓ છે. ગાયો પણ મધુર છે. સુંદર એવી એમની મધુર દ્રષ્ટિ છે. અને તેવી જ સુંદર એમની મધુર સૃષ્ટિ છે. દૂષ્ટોનો ઉધ્ધાર કરવાનું પણ સુંદર છે. અને ધર્મના ફળ રૂપે જીવનમાં પ્રકટ થવાનું પણ મધુર છે. મધુરતાના સ્વામીનું સર્વ કાંઈ મધુર છે.

- નૈષધ દેરાશ્રી



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3a79oNh
Previous
Next Post »