
આ જગતમાં કોઈ ધન માટે કોઈ સ્ત્રી કે પુત્ર માટે તો કોઈ જશ માટે જીવે છે, પણ પરમાત્માને માટે કોઈ જીવતું નથી. પરમાત્માને માટે જે જીવે તેનો વ્યવહાર શુધ્ધ થાય અને શુધ્ધ વ્યવહાર થાય તો ભક્તિ પ્રગટે. ઇશ્વરે મનુષ્યને બુધ્ધિ આપી છે તેનો ઉપયોગ ઇશ્વરને ઓળખાવા માટે કરવાનો છે. પણ મનુષ્ય બુધ્ધિનો ઉપયોગ કરે છે પૈસા કમાવામાં. વ્યવહાર ચલાવવા પૈસા કમાવાની જરૂર છે, પણ માત્ર પૈસા જ કમાવવા એ જિંદગીનો હેતુ નથી. એટલે બુદ્ધિનો ઉપયોગ ઇશ્વરની ઉપાસના માટે કરવો જોઈએ. વ્યવહારની વાત આવી છે. વ્યવહારની પાછળ પડવું નહિ, પણ વ્યવહારને પોતાની પાછળ રાખવો, આગળ રાખવાના પરમાત્માને તે જ એકલા સાચા માર્ગદર્શક અને સમર્થ છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3uQgv4v
ConversionConversion EmoticonEmoticon