મહીસાગર જિલ્લામાં કોરોનાનો ઉપદ્રવ યથાવત : વધુ ચાલીસ પોઝિટિવ કેસ


બાલાસિનોર : મહીસાગર જિલ્લામાં આજે બાલાસિનોર તાલુકાની ૨ સ્ત્રી, ૫ પુરૂષ, કડાણા તાલુકાની ૩ સ્ત્રી, ૫ પુરૂ,, ખાનપુર તાલુકાની ૨ સ્ત્રી, ૩ પુરૂષ, લુણાવાડા તાલુકાની ૪ સ્ત્રી, ૩ પુરૂષ, સંતરામપુર તાલુકાની ૪ સ્ત્રી, ૫ પુરૂષ, વિરપુર તાલુકાના ૪ પુરૂષનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

આમ જિલ્લામાં કોરોના (કોવિડ-૧૯)ના અત્યાર સુધીમાં એટલે કે તારીખ ૧૮-૪-૨૦૨૧ના સાંજના ૫-૦૦ વાગ્યા સુધીમાં ૩૧૪૨ કેસ પોઝિટિવ નોંધાયા છે. આજે જિલ્લામાં સારવાર લઇ રહેલા દર્દીઓ પૈકી બાલાસિનોર તાલુકાની ૨ સ્ત્રી, ૪ પુરૂષ, કડામા તાલુકાની ૪ સ્ત્રી, ૬ પુરૂષ, ખાનપુર તાલુકાની ૧ સ્ત્રી, ૨ પુરૂષ, લુણાવાડા તાલુકાની ૪ સ્ત્રી, ૫ પુરૂષ, સંતરામપુર તાલુકાની ૫ સ્ત્રી, ૬ પુરૂષ, વિરપુર તાલુકાના ૩ પુરૂષ દર્દીઓએ કોરોનાને મ્હાત આપતાં તેમને રજા આપવામાં આવી છે.

આમ, જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૨૬૩૯ દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે. જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે ૧૧ વ્યક્તિનાં મૃત્યુ થયા છે. જ્યારે અન્ય કારણથી ૩૯ દર્દીનું મૃત્યુ થતા જિલ્લામાં કુલ ૫૦ મૃત્યુ નોંધાવા પામ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં સીઝનલ ફ્લુ / કોરોનાના કુલ ૧૭૩૬૧૪ રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. તેમજ જિલ્લાના ૪૮૫ વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે.

મહીસાગર જિલ્લામાં કોરોના પોઝીટીવના કારણે ૩૦ દર્દી ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ-લુણાવાડા, ૨૪૮ ર્દી હોમ આઇસોલેશન, ૭૪ દર્દી એસ.ડી.એચ. સંતરામપુર અને ૩૬ દર્દી અન્ય જિલ્લા ખાતે તેમજ ૬૫ દર્દી પ્રાઇવેટ હોસ્પિટલ મહીસાગર ખાતે સારવાર હેઠળ  છે. કોરોના પોઝીટીવ આવેલ દર્દીઓ પૈકી ૩૭૨ દર્દીઓ સ્ટેબલ અને ૭૩ દર્દીઓ ઓક્સિજન પર અને ૮ વેન્ટીલેટર પર છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3uY5pKU
Previous
Next Post »