- હું જ્યારે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં આવી ત્યારે મારો એક જ ઉદ્દેશ હતો કે સારું મ્યુઝિક સર્જવું. મેં તો વિચાર્યુ, પણ નહોતું કે હું એક દિવસ લોકપ્રિય ગાયિકા બની શકીશ
ગા યિકા શિલ્પા રાવ પાસે ફેન્સનો મોટો કાફલો છે, તેનું કારણ માત્ર તેનો મખમલી અવાજ નહીં, પણ તેને મળેલું ગ્રેમી નોમિનેશન અને દેખિતી રીતે જ એ તેનું ગૌરવ અનુભવે છે. જો કે શિલ્પા રાવ મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં આવી તેનું કારણ તેણે મોટા મોટા એવોર્ડ્સ જીતવા કે કોઈ મોટી મોટી મ્યુઝિક ડિલ્સ કરવાનો ઇરાદો નહોતો, પણ મુખ્ય ઉદ્દેશ તો સરળ ગીતો ગાવા અને શ્રેષ્ઠ સંગીતનું સર્જન કરવાનો હતો અને એ તો શિલ્પા રાવ અત્યારે પણ કરી રહી છે.
શિલ્પા રાવ દ્રઢપણે માને છે કે ૨૦૨૦ અને કોવિદ-૧૯ મહામારીને કારણે તેની એ માન્યતા દ્રઢ બની કે તેના ખિસ્સામાં ઘણાં પૈસા છે અને તેને તેની સૌથી વધુ જરૂર છે અને ઘરમાં થોડી કે ઓછી ચીજવસ્તુઓ આવશે તોય જીવન ઘણું આનંદિત રહેશે. અહીં શિલ્પા સાથે વાતો કરવામાં આવી છે, જેમાં તેણે તેના લગ્ન અને ગ્રેમી નોમિનેશન મળ્યું તે અંગે અને અન્ય બાબતો અંગે ચર્ચા કરી છે.
શિલ્પા રાવ કહે છે, હું જ્યારે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં આવી ત્યારે મારો એક જ ઉદ્દેશ હતો કે સારું મ્યુઝિક સર્જવું. મેં તો વિચાર્યુ, પણ નહોતું કે હું એક દિવસ લોકપ્રિય ગાયિકા બની શકીશ અને લોકો મને ઓળખવા લાગશે. હું ગાવા અને સારા ગીતો રચવા માગતી હતી અને એ જ કામ હું આજે-અત્યારે પણ કરું છું અને એ રીતે આગળ વધતા વધતા મારા માર્ગમાં ગ્રેમી નોમિનેશન પણ આવ્યું. મને નહોતી ખબર કે મેં એવોર્ડ વિજેતા આલ્બમ બનાવ્યું છે. અમે તો માત્ર સહકાર સાધ્યો હતો અને હું માનું છું એ રીતે સંગીત સર્જી હતું અને તેનું પરિણામ આ આવ્યું. જ્યારે મને ખબર પડી કે મને ગ્રેમી નોમિનેશન મળ્યું છે ત્યારે મેં સૌ પહેલાં તો ઓનલાઈન કન્ફર્મ કરી લીધું કે આ સમાચાર સાચા છે કે નહીં. આ પછી તેની ઉજવણી કરવામાં આવી.
શાસ્ત્રીય સંગીત માટે સમય અને પેશન્સ આવશ્યક
ભારતીય શાસ્ત્રીય સંગીતના મહારથીઓ અને ગઝલ જેવા બીજા જોનર માટે તો તેમણે તેમનું જીવન હોમી દીધું છે. મને તો રિયાઝ કરવા આખી જિંદગી જોઈએ અને તેની સાથે જ અકલ્પનીય સમર્પણ જોઈએ. ભારતમાં આપણો વર્તમાન મ્યુઝિક સિનારિયો એવો નથી કે જે આવા પ્રકારના મ્યુઝિક માટે સમર્પિત હોય. મ્યુઝિક ઇન્ડસ્ટ્રી તો સ્ટાર્સ અને નાણાંનું સર્જન કરે છે અને સાથે જ નાની સ્પેસ અથવા પેશન્સ સર્જે છે, જેને કારણે પ્રતિભાને વિકસી શકાય છે અને કલાસિકલ જેનર ફેમ અને નાણાં નથી આપતું. આથી એ વાતનું આશ્ચર્ય સર્જાય છે કે આ પ્રકારના મ્યુઝિક સ્વીકારનાર ઘણા ઓછા છે.
ઝડપી વપરાશ માટેના સંગીતના સર્જનના કાર્યમાં સમગ્ર ઇન્ડસ્ટ્રી વ્યસ્ત છે અને આવા સંગીતનું સર્જન પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે, કેમ કે એમાં નાણાં પણ સારા એવા મળે છે, પણ હું એ પ્રક્રિયાનો હિસ્સો નથી. મારા મિત્રો મને કહે છે હું શા માટે એવા પ્રકારે નાણાં નથી બનાવતી, કેમ કે ઇન્ડસ્ટ્રીમાં તો આ કામ પૂરજોશમાં ચાલુ છે, પણ હું મારા આ માર્ગે આનંદિત છું અને ૨૦૨૦માં હું એ માનતી થઈ છું કે મને એ પ્રકારના નાણાંની જરૂર નથી અને એ હું વધુ બળવત્તર રીતે માનવા લાગી છું અને મને આ બાબત આનંદિત રાખે છે. મહામારીથી બચી ગયા પછી હું કહી શકીશ કે મારી પાસે પર્યાપ્ત નાણાં છે અને તેથી હું નાણાં માટે 'ના' કહી શકીશ.
લગ્નથી કોઈ ફેરફાર નથી આવ્યો
લાંબા સમયથી હું અને રિતેશ મિત્રો હતા અને એ પછી અમે લગ્ન કર્યા. અમારા બંને વચ્ચે એકબીજાની પૂરેપૂરી પરખ અને ઓળખાણ નથી, આથી અમને કોઈ તકલીફ નથી પડી. અમે મીંઢળે બંધાયા પછી અમારે કોઈ પ્રકારના ફેરફાર નથી કરવાના એ બાબતે અમે બિલકુલ સ્પષ્ટ હતા. હજુ બધી જ બાબતો એકસરખી જ રહી છે અને મને તો આશા છે કે ભવિષ્યમાં પણ બધુ આવું જ રહેશે, એમ શિલ્પા રાવે જણાવી વાતોનું સમાપન કર્યું હતું.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OyTnbp
ConversionConversion EmoticonEmoticon