ઉનાળાની બળબળતી ગરમી સ્કિન માટે આકરી થઈ જાય છે. ગરમ અને ભેજવાળી આબોહવામાં અળાઈનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. આમ તો અળાઈ એ ચેપી અને ખતરનાક સ્કિન-ડિસીઝ નથી, પરંતુ ઝીણી ઝીણી અળાઈઓ કરડવાને કારણે તેમ જ એ જગ્યાએ થતી બળતરાને કારણે વ્યક્તિને ખૂબ જ ડિસકમ્ફર્ટ રહ્યા કરે છે. અળાઈ માત્ર બાળકોને જ નહીં, મોટેરાઓને પણ ખૂબ જ અકળાવનારી હોય છે.
ઉનાળામાં જ્યારે વાતાવરણમાં ખૂબ જ ભેજ હોય અથવા તો તદ્ન સૂકા હવામાનમાં આકરો તાપ પડતો હોય ત્યારે અળાઈઓ થઈ આવે છે. દરયાની નજીકના વિસ્તારોમાં બફારો વધતો હોવાથી મુંબઈમાં સેન્સિટિવ સ્કિનવાળા લોકોને અળાઈની તકલીફ સતાવે છે.
વિપરીત આબોહવામાં કેટલીક ખોટી આદતો બળતામાં ઘી હોમે છે. જેમ કે ખૂબ જ ચપોચપ કપડાં પહેરવાથી, જાડાં અથવા તો સિન્થેટિક કે પછી ડાર્ક કલરનાં કપડાં પહેરવાથી અળાઈની સંભાવનાઓ વધી જાય છે.
અળાઈ સ્વેદગ્રંથિઓ બંધ થઈ જવાને કારણે થાય છે. અતિશય ગરમીમાં શરીરમાંથી પસીનો નીકળે છે. જાડાં કે સિન્થેટિક કપડાંને કારણએ સીનો અંદર જ સુકાઈ જાય છે અને સ્વેદગ્રંથિઓ પર જામી જાય છે. એટલું જ નહીં, કપડાંને કારણે શરીરની ત્વચાનું તાપમાન પણ ઊંચુ રહે છે. ગરમી અને વારંવાર પસીનો જામવાને કારણે ત્યાંની ત્વચા પર રેશિઝ થઈ જાય છે અને અત્યંત ઝીણી ફોલ્લીઓ થઈ જાય છે.
ગરમી અને ભેજને કારણે અળાઈ થાય છે એટલે એ બંનેને બને એટલા ટાળવાં, કપડાં ખૂલતાં અને પાતળા કોટનનાં પહેરવાં. દિવસમાં ત્રણથી ચાર વાર ચહેરો અને હાથ-પગ ઠંડા પાણીથી ધોવા તેમ જ દિવસમાં બે વાર સહેજ હૂંફાળા પાણીથી સ્નાન કરવું.
અળાઈના ઘરગથ્થુ ઉપાયો
ખૂબ જ ચળ આવતી હોય તો એ ભાગ પર કેલેમાઈન લોશન, એલોવેરાનો માવો અથવા હાઈડ્રોકોટિઝન ક્રીમ લગાવવી.
ગુલાબજળમાં બોળેલું રૂ એ જગ્યા પર લગાવવું અને સુકાઈ જાય ત્યાં સુધી ખુલ્લું જ રહેવા દેવું.
ગુલાબજળમાં સુખડનું લાકડું ઘસીને એની પેસ્ટ એ જગ્યા પર લગાવવાથી પણ ઠંડક થાય છે. પેસ્ટ ડ્રાય થઈ જાય પછી ઘસ્યા વિના ઠંડા પાણીથી એમ જ ધોઈ લેવું.
અતિશય બળતરાં થતી હોય તો એક કપડામાં બરફ વીંટીને એનાથી પણ ઠંડક કરી શકાય. એનાથી ે એ જગ્યાની લાલાશ ઘટશે.ે
ગુલાબજળમાં મુલતાની માટી પલાળી રાખવી. એ પછી બરાબર પેસ્ટ કરીને અળાઈવાળી જગ્યાએ લગાવવી. સુકાય એટલે પાણીથી સાફ કરી લેવું.
જો અળાઈમાંથી પાણી ન નીકળતું હોય એ ડ્રાય હોય તો જ એના પર એન્ટિઈચિંગ પાઉડર લગાવવો. આ પાઉડર પર્ફ્યુમ વિનાનો હોય એ જરૂરી છે. નહીંતર એની પણ એલર્જી થઈ શકે છે.
ચણાના લોટમાં હળદર અને ગુલાબજળ ઉમેરીને એ જગ્યાએ લગાવવાથી પણ ફાયદો થાય છે. લીમડાના પાનની પેસ્ટ પણ આ જ રીતે લગાવી શકાય છે. એક બાલદી-હૂંફાળા પાણીમાં પાંચ થી છ ચમચી ઓટમીલ પાઉડર મિક્સ કરવો. બરાબર હલાવીને એનાથી નાહવું.
અળાઈને કારણે બરફ અને પાણીમાં રહેવું ગમે છે. જોકે વધુ સમય પાણીમાં રહેવાનું ટાળવું.
હુંફાળા પાણીથી નાહવું જેથી પરસેવો ત્વચા પર જામી ન જાય.
નાનું બાળક હોય તો તેને ઉનાળામાં તેલની માલિશ કરવાનું બંધ કરવું. ઓઈલબેઝ્ડ ક્રીમ ન વાપરવી. સતત ફરતી હવામાં બાળકને રાખવું. પંખો, એક્ઝોસ્ટ ફેન અથવા એસીથી વાતાવરણ ઠંડુ રાખવું.
ખાવા-પીવામાં તેલ, મરચું, ખટાશ અને જન્કફૂડ ખૂબ જ ઓછું કરવું. પેટ સાફ આવે એ માટે રોજ રાતે હરડે લેવી.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rMTygI
ConversionConversion EmoticonEmoticon