મૂંઝવણ .


- શિશ્નનું ઉત્થાન થયા પછી એને ટકાવી રાખવાનું પણ મુશ્કેલ બની ગયું છે. પરિણામે હું સેક્સ માણી શકતો નથી. મારે શું કરવું જોઈએ? 

હું ૨૮ વર્ષની પરિણીતા છું. લગ્નને પાંચ વર્ષ થઈ ગયાં છે. અને હજી સુધી કોઈ સંતાન નથી.  અમારા બંનેનો ઈલાજ ચાલે છે. આમ તો બેમાંથી કોઈનામાં કશી ખામી નથી. ૧૫ વર્ષની ઉંમરે મેં એકવાર ગર્ભપાત કરાવ્યો હતો, શું એ કારણે તો ગર્ભધારણ કરવામાં મુશ્કેલી નથી થઈ રહી ને?

- એક મહિલા (ભરુચ)

* ગર્ભપાતના કારણે પણ ઘણીવાર ગર્ભધારણ કરવામાં મુશ્કેલી આવે છે. તમારો ઈલાજ તો ચાલી જ રહ્યો છે. જો થોડા વધારે સમય સુધીમાં તમને બાળક ન થાય, તો તમે કોઈ બાળકને દત્તક લઈ શકો છો.

હું ૨૨ વર્ષની અવિવાહિત છું. મારી સગાઈ થઈ ગઈ છે, પરંતુ લગ્ન માટે મનમાં કોઈપણ પ્રકારનો ઉત્સાહ નથી, કેમ કે હાલમાં હું એક માનસિક મૂંઝવણથી ઘેરાયેલી છું. થોડા સમયથી મારો મારી બહેનપણી સાથે સજાતીય સંબંધ છે. અમે બંને લગ્ન કરવા માંગતા હતાં, પરંતુ હું ઘરના લોકોને મારી એ ઈચ્છા કહી ન શકી. મારી બહેનપણી, જે.સી.એ. કરી રહી છે, તે હવે કહે છે કે જો હું કોઈ છોકરા સાથે લગ્ન કરીશ, તો તે આત્મહત્યા કરી નાકશે અથવા આજીવન કુંવારી રહેશે. હું બહુ દ્વિધામાં છું. હું નથી ઈચ્છતી કે મારે લીધે કોઈનું જીવન બરબાદ થાય. એ ઉપરાંત હું મારા મા-બાપને નિરાશ કરવા નથી માગતી શું કરું?

- એક યુવતી (અમરેલી)

* તમારે અને તમારી બહેનપણીએ સત્ય સ્વીકારવું જ જોઈએ. એ યુવતી સાથે લગ્નની વાત વિચારવી ન જોઈએ. તમે તમારાં મા-બાપે નક્કી કરેલા ઠેકાણે લગ્ન કરી લો અને તમારી બહેનપણીને પણ સમજાવો. વહેલી મોડી તે વાસ્તવિકતા સ્વીકારી લેશે.

હું બી.એ.પાસ યુવતી છું. મારી સગાઈ એક એન્જિનિયર સાથે થઈ છે. સગાઈ ુપછી થોડા દિવસમાં મારા ભાવિ પતિની બીજા શહેરમાં ટ્રાન્સફર થઈ ગઈ. ત્યાં તેમના જીવનમાં એક છોકરી આવી. હવે તેઓ મારી સાથેનો સંબંધ પણ રાખવા નથી માગતા. અમારી સગાઈ અમારા બંનેની મરજીથી જ થઈ હતી. પેલી છોકરીના ઘરનાને ખબર પડી ગઈ છે કે છોકરાની સગાઈ થયેલી છે તેથી તે લોકો પણ પોતાની દીકરીના સંબંધ માટે ક્યારેય તૈયાર નહીં થાય.  હવે વરપક્ષવાળા લગ્ન કરવાની ઉતાવળ કરી રહ્યા છે, પરંતુ હું દ્વિધામાં છું કે તેમની સાથે લગ્ન કરું કે નહીં કદાચ  લગ્ન પછી પણ મારા પતિ તે છોકરીને ન ભૂલી શક્યા અથવા મારી સાથે તેમનું મન ન મળ્યું, તો અમારું લગ્નજીવન બરબાદ થઈ જશે. મને યોગ્ય માર્ગદર્શન આપશો.

-  એક યુવતી (વડોદરા)

*  તમારી શંકામાં વજૂદ છે, માટે લગ્ન  પહેલાં તમારા ભાવિ પતિને મળીને ચોખ્ખેચોખ્ખી વાત કરી લો. જો તે સ્વેચ્છાથી લગ્ન કરવા તૈયાર હોય તો જ લગ્ન કરો, દબાણને વશ થઈને નહીં.

મારી ઉંમ ૨૨ વર્ષ છે, તાજેતરમાં જ મારાં લગ્ન થયાં. પ્રથમ રાત્રિએ મેં પત્ની સાથે શરીરસંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો,  મારા શિશ્નની જમણી બાજુથી લોહી વહેવાનું શરૂ થઈ ગયું.  મારે શું કરવું જોઈએ?

- એક યુવક (રાજકોટ)

* આ એક સામાન્ય સમસ્યા છે. શિશ્નની પૂરતી સ્વચ્છતા રાખવામાં આવી ન હોય તેને કારણે આવી સ્થિિ સર્જાતી હોય છે. તરુણોથી માંડીને મોટી ઉંમરના પુરુષોએ શિશ્નની ત્વચા નીચે ઉતારીને શિશ્નના મૂળ પાસે જમા થઈ ગયેલી ગંદકી દૂર કરી નાખવી જોઈએ. પ્રથમ સંભોગ દરમિયાન ત્વચા નીચે ન ઊતરે એટલે કેટલાક પુરુષોને લોહી નીકળે છે. આનો ઉપાય એ છે કે તેલ કે અન્ય કોઈ લુબ્રિકેન્ટનો ઉપયોગ કરીને બે અઠવાડિયાં સુધી શિશ્નની ત્વચા નીચે ઉતારવી.  

મારી ઉંમર ૩૧ વર્ષ છે. મારાં લગ્નને બે વર્ષ થઈ ગયા છે. મને આજકાલ શિશ્નોત્થાનમાં તકલીફ થઈ રહી છે. શિશ્નનું ઉત્થાન થયા પછી એને ટકાવી રાખવાનું પણ મુશ્કેલ બની ગયું છે. પરિણામે હું સેક્સ માણી શકતો નથી. મારે શું કરવું જોઈએ?

- એક પુરુષ (અમદાવાદ)

* તમારા પત્ર પરથી લાગે છે કે તમને સેક્સ માણવાની ઈચ્છા તો થાય છે, પણ શિશ્નની નક્કરતા ઓછી પડે છે.  દેશી વાયેગ્રા તમારી સમસ્યા ઘણા અંશે ઉકેલી શકશે. આજકાલ એ સર્વત્ર  ઉપલબ્ધ છે. એક વાતનો ખ્યાલ રાખવો કે તમે એન્ટિ-હાઈપરટેન્શનની કે એવી બીજી કોઈ નાઈટ્રોટ્સયુક્ત ટેબ્લેટ્સ ગળતા ન હોવા જોઈએ. જાતીય સુખ માણવાની શરૂઆત કરો. એના એક કલાક પહેલાં દેશી વાયેગ્રા ગળી જવી. તે વખતે પેટ ખાલી હોવું જોઈએ.  ચોવીસ કલાકમાં એક કરતા વધારે ગોળી ન ગળવી. આ ઉપરાંત તમે ગોળીઓ ગળવાનુ શરૂ કરો તે પહેલાં તમારા ડોક્ટરનો સંપર્ક કરી લેવો, કારણ કે વાયેગ્રા પ્રિસ્ક્રાઈબ્ડ દવા છે અને તે ડોક્ટરના સુપરવિઝન હેઠળ જ લેવાવી જોઈએ. 



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31QFCHS
Previous
Next Post »