સ્ટીમ એન્જિનનો શોધક : થોમસ ન્યૂકોમન


- વિશ્વના વિજ્ઞાાનીઓ

થોમસ ન્યૂકોમનનો જન્મ ઈ.સ. ૧૬૬૪ના ફેબ્રુઆરીમાં થયો  હતો. તેના પિતા 

પાદરી હતા. પરિવાર ઈંગ્લેન્ડના ડાર્ટમાઉથમાં રહેતો હતો

વી જળીની શોધ થઈ નહોતી ત્યારે ભાર ઊંચકવા ખેંચવા અને પ્રવાસ કરવા ઘોડા, બળદ, ઊંટ, ગધેડા જેવા પ્રાણીઓ ઉપયોગી થતાં. ત્યાર બાદ સ્ટીમ એટલે કે પાણીની વરાળ ઊર્જાનો મોટો સ્ત્રોત બન્યો. પાણી ગરમ થાય અને વરાળ બને ત્યારે તેનું કદ વધે છે અને ચારે તરફ પ્રચંડ દબાણ કરે છે. કેટલાક વિજ્ઞાાનીઓએ આ દબાણને ઉચ્ચાલન અને ચક્રોના ઉપયોગથી યોગ્ય દિશામાં વાળી મશીનો ચલાવવામાં કર્યો. વરાળથી ચાલતી સૌથી ઉપયોગી શોધ એન્જિન છે. એન્જિનની શોધમાં ઘણા વિજ્ઞાાનીઓનો ફાળો છે. તેમાં થોમસ ન્યૂકોમન અગ્રણી છે.

થોમસ ન્યૂકોમનનો જન્મ ઈ.સ. ૧૬૬૪ના ફેબ્રુઆરીમાં થયો  હતો. તેના પિતા પાદરી હતા. પરિવાર ઈંગ્લેન્ડના ડાર્ટમાઉથમાં રહેતો હતો. તે જમાનામાં કોલસાની ખાણમાં પાણી ભરાઈ જવાની સમસ્યા હતી. 

પાણી ઉલેચવા વેક્યૂમ પંપ વપરાતા. ન્યુકોમને શરૂઆતમાં પાદરી તરીકે સેવા આપેલી સાથે સાથે કેટલાક મશીનો બનાવતા પણ શીખ્યો. તે બહુ ભણ્યો નહોતો પણ આપસુઝથી તેણે વરાળથી ચાલતું એન્જિન બનાવ્યું. ઈ.સ. ૧૭૧૨માં આ મશીન ખાણમાંથી કોલસા અને પાણી કાઢવા એમ બંને ઉપયોગમાં આવ્યું. ન્યૂકોમને આવા મશીનો બનાવી વેચવા પણ મૂકેલા. લંડનના સાયન્સ મ્યુઝિયમમાં આજે પણ ન્યૂકોમનનું મશીન જોવા મળે છે. ન્યૂકોમનના મશીનમાં સુધારો કરીને જેમ્સ વોટે રેલવે એન્જિન બનાવેલા. ઈ.સ. ૧૭૨૯ના ઓગસ્ટ માસમાં ન્યૂકોમનનું અવસાન થયું હતું.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32mUNsU
Previous
Next Post »