
ત મે પરગ્રહવાસી કે એલિયનની વાર્તાઓ વાંચી હશે, ફિલ્મો વિગેરેમાં પણ એલિયનની કાલ્પનિક વાતો જોવા મળે. જો કે હાલમાં પૃથ્વી સિવાય કોઈ ગ્રહ ઉપર સજીવ
સૃષ્ટિ હોવાનું જાણવા મળ્યું નથી. વિજ્ઞાાનીઓ અન્ય ગ્રહો અને સૂર્યમાળાની બહારના અવકાશી પદાર્થો પર સજીવ સૃષ્ટિ કે એલિયન વસે છે કે કેમ તેના સંશોધનો કરે છે. લાખો પ્રકાશવર્ષ દૂર આવેલા ગ્રહો ઉપર સજીવ હોય તો પણ નજરે પડે નહીં
પરંતુ ગ્રહના વાતાવરણ વિગેરેનો અભ્યાસ કરી વિજ્ઞાાનીઓ અંદાજ મેળવી શકે. કેવા ગ્રહ ઉપર જીવન શક્ય છે તે વિજ્ઞાાનીયોએ નક્કી કર્યું છે.
કોઈ પણ ગ્રહ સૂર્યથી એટલો નજીક ન હોય કે જ્યાં તીવ્ર ગરમી પડે અને એટલો દૂર પણ ન હોય કે સખત ઠંડી પડે. ગ્રહ ઉપર પાણી હોવું જોઈએ. સજીવના શરીરનું બંધારણ કાર્બન આધારિત છે. એટલે તે ગ્રહ ઉપર કાર્બન હોવું જોઈએ. સજીવ માટે જમીન જોઈએ. કેટલાક ગ્રહો માત્ર વાદળનાં ગોળા છે. વિજ્ઞાાનીઓએ આવી શરતોનું પાલન કરતાં હોય તેવા હજારો સંભવિત ગ્રહો શોધી કાઢયા છે. તેને એકસ્ટ્રા સોલેટ પ્લાનેટ કહે છે. પરંતુ હજી સુધી એલિયન વસતો હોય તેવો ગ્રહ મળ્યો નથી.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3uUUiSW
ConversionConversion EmoticonEmoticon