આગામી ફિલ્મોમાં કૃતિ સેનનની ભૂમિકાઓ હશે વૈવિધ્યસભર


- વિવિધ તબક્કામાં જે ફિલ્મો છે, તેમાં કેટલીક બિગ પ્રોડક્શન હાઉસીસ અથવા નવી જેનર કે તેના ફેન્સની જબરદસ્ત ડિમાન્ડ હોય એવી છે. આ દાખવે છે કૃતિની વેલ્યુ કેટલી  વધી ગઈ છે.

કૃતિ સેનનની ગાડી આ વર્ષે પૂરપાટ દોડવાની છે. આ વર્ષે તેની પાંચથી વધુ ફિલ્મો રિલિઝ થઈ રહી છે, જેમાં 'બચ્ચન પાંડે', 'મિમી', 'આદિપુરુષ', 'ભેડિયાં' અને 'ગણપત'નો સમાવેશ થાય છે, આ ફિલ્મો આગામી કેટલાંક મહિનામાં રિલિઝ થશે. આ ઉપરાંત બીજી ચારેક ફિલ્મોમાં અત્યારે તે કામ કરી રહી છે, જેમાંની કેટલીક વિવિધ તબક્કામાં છે. આમાંથી પણ કેટલીક ફિલ્મો રિલિઝ થઈ શકે તેમ છે. આમ, વિવિધ તબક્કામાં જે ફિલ્મો છે, તેમાં કેટલીક બિગ પ્રોડક્શન હાઉસીસ અથવા નવી જેનર કે તેના ફેન્સની જબરદસ્ત ડિમાન્ડ હોય એવી છે. આ દાખવે છે કૃતિની વેલ્યુ કેટલી વધી ગઈ છે.

આટલી બધી ફિલ્મો સાથે સંકળાયેલી હોવા છતાં કૃતિના માથે વધુ દબાણ નથી અથવા તો તેને કોઈ ભય પણ નથી. અરે, આથી જ કૃતિ કહે છે, 'હું નથી માનતી કે મારે કોઈ ભય રાખવાની જરૂર છે. હું તો હજુય મારી કેરિયરને આગળ ધપાવવા માગું છું. મને કોઈ ખતરો પણ નથી. જો તમારામાં ભય હોય તો એ તમને પાછળ ખેંચે છે. એકવખત મને લાગ્યું, મેં શા માટે આ બધા પ્રોજેક્ટ્સ કર્યા, જો કે મને આમાં કંઈ ભય ન લાગ્યો. મને ફિલ્મ ગમી, તેની સ્ટોરીલાઈન અને સીન પણ ગમ્યા છે. તમને ખબર છે તમે કંઈક જુદુ કર્યું છે. ઓકે, એ પ્રયોગાત્મક હોય શકે, પણ તમારે એ માટે કારણ આપવું રહ્યું કે આ કારણે એ ફિલ્મ કરી,' એમ કૃતિએ જણાવ્યું હતું.

'મને મેં કરેલી બધી જ ફિલ્મ 

માટે અપાર શ્રધ્ધા છે. એ સિવાય, મેં મારી કામગીરી પૂરી નિષ્ઠાથી કરી છે અને આ માટે મેં સખત પરિશ્રમ પણ કર્યો છે. 

આ પછીનું કાર્ય મારા હાથમાં નથી. આથી, મારે શા માટે તેનું પ્રેશર લેવું જોઈએ કે 'ઓહ, શું મેં કર્યું એ ખોટું તો નથી ને? આના બદલે હું એમ વિચારું કે મેં જે કંઈ કર્યું છે, એ બધુ સાચું છે,' એમ કૃતિ સેનન કહે છે, જેણે ૨૦૧૪માં 'હીરોપંતિ' ફિલ્મ સાથે બોલીવૂડમાં પદાર્પણ કર્યું હતું. આમ, આ વર્ષે તો કૃતિના અભિનયના અનેક શેડ્સ દર્શકો અને તેના ફેન્સને જોવા મળશે, એ નક્કી છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dm8PRL
Previous
Next Post »