
મનોરંજન ક્ષેત્રમાં પોતાની બે દાયકા જૂની કારકિર્દીમાં પ્રિયંકા ચોપરા જોનાસે ઘણી મજલો કાપી છે. એક મોડેલ, એકટર, દાતા, ગાયિકા, ફિલ્મ નિર્માતા, એક ગ્લોબલ આઈકન તરીકે લોકપ્રિય થયા બાદે હવે એક લેખિકા તરીકે પ્રિયંકા ચોપરા નામના મેળવી રહી છે. જો કે વિશ્વભરમાં પોતાના કામ માટે ફરતી રહેતી પ્રિયંકાને હજી સંતોષ નથી. તેને હજી ઘણુ હાંસલ કરવું છે. અનફિનિશ્ડની લેખિકા પ્રિયંકા કહે છે કે હું છેક સુધી અનફિનિશ્ડ જ રહીશ. પણ આ બાબતને હું સકારાત્મક તરીકે જોઉં છું. મારે હજી ઘણી તકો ઝડપવી છે. એક એકટર તરીકે અને એક પ્રોડયુસર તરીકે હજી મારે ઘણુ હાંસલ કરવાનું બાકી છે.
૩૮ વર્ષીય પ્રિયંકા ધી મેટ્રિક્સ ૪, ટેક્સટ ફોર યુ અને સેંકડો ઓટીટી પ્રોજેકટનો હિસ્સો બની છે. વિવિધ પ્રોજેકટ માટે તે કેટલાક કન્ટેન્ટ ક્રિયેટર સાથે સહયોગ પણ કરી રહી છે.
પ્રિયંકા જોશપૂર્વક કહે છે હવે હું વધુને વધુ પડકારજનક ભૂમિકા કરવા માગુ છું જે મને નર્વસ કરે અને અસ્વસ્થ કરી મુકે. એક એકટર તરીકે મારે મારી કલાને ચકાસવી છે અને એક પ્રોડયુસર તરીકે મારે ઘણી વાર્તાઓ કહેવી છે. મારે મહિલાઓની વાર્તા, દક્ષિણ એશિયન વાર્તાઓ કહેવી છે. મારે હજી પરિવાર પણ બનાવવો છે. હજી તો મારે કેટલું કરવાનું બાકી છે. હું ખરા અર્થમાં અનફિનિશ્ડ છું. છેલ્લા ૨૦ વર્ષથી હું આ ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છું અને હજી મારે કેટલું કરવાનું બાકી છે.
પ્રિયંકા સેંકડો યુવતીઓ માટે રોલ મોડેલ છે. તેમને પ્રિયંકાનો એકમાત્ર સંદેશ છે કે તમારા જીવનની બાગડોર તમારા હાથમાં લ્યો. તમારા નિર્ણય તમારે જ લેવા જોઈએ.
પ્રિયંકા કહે છે કે તમારા સ્વપ્નો અને તમારી મહત્વાકાંક્ષાઓને મહત્વ આપો. તેની અવગણના ન કરો. તમારે કેવી રીતે જીવવું તેના નિર્ણય બીજા ન લેવા દો. તમારી જાતને દોષ દેવાનું બંધ કરો. બધા પરફેક્ટ નથી હોતા. આજથી જ નવું શીખવાનું શરૂ કરો. આવો અભિગમ જ તમને સફળતા અપાવશે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3e6P27V
ConversionConversion EmoticonEmoticon