- વિચાર-વીથિકા-દેવેશ મહેતા
- દાંપત્ય પ્રેમના ઉચ્ચ આદર્શનું ઉદાહરણ પ્રસ્તુત કરવાના હેતુથી શિવ-પાર્વતી પૂજાનું વિધાન નક્કી કરવામાં આવ્યું છે. ભારતના ઘણાં રાજ્યોમાં અને ખાસ કરીને ્રરાજસ્થાનમાં 'ઇશ્વર-ગૌરી' મહોત્સવ ઉજવાય છે
દે વાધિદેવ, મહાદેવ ભગવાન શિવજીના અર્ધાંગિની ભગવતી પાર્વતીની પતિભક્તિ અનન્ય અને અતુલ્ય છે. સાવિત્રી અને સીતાએ પણ ઉમા- પાર્વતીના પ્રેમ-પથનું અનુસરણ કરવાને પોતાનું ધ્યેય બનાવ્યું. ખરેખર સનાતન સભ્યતામાં જે કલ્યાણકારી દામ્પત્ય પ્રેમ છે એની પુનિત ગંગાનો આદિ સ્ત્રોત શિવ- પાર્વતીથી જ શરૂ થાય છે. તપસ્વિની, યોગિની પાર્વતીની પતિ-ભક્તિની પુનિત ધારા જ દાંપત્યની ગંગોત્રીનું મૂળ છે. કવિ કુલગુરુ કાલિદાસે એમના કુમાર સંભવ મહાકાવ્યમાં પાર્વતીની અનન્ય તપશ્ચર્યા, શિવ સાથે પરિણતી અને ઉત્કૃષ્ટ દાંપત્ય પ્રીતિનું રસમય વર્ણન કર્યું છે. કાલિદાસ લખે છે - 'ઉ મેતિ મનાત્રા તપસો નિષિદ્ધા પશ્ચાદુમાખ્યાં સુમુખી જગામ' માતા દ્વારા વારંવાર તપનો નિષેધ કરવામાં આવ્યો તેથી પાર્વતીનું નામ 'ઉમા' પડયું પાર્વતીએ પોતાના સંકલ્પ અનુસાર દ્રઢતા સાથે એકનિષ્ઠ થઈ તેમનો આરંભ કર્યો કેમ કે તેણે સમજી લીધું હતું કે તપસ્વી હૃદયને જીતવા માટે તપસ્યાની જરૂર છે. ગૌરીની કઠોર તપશ્ચર્યાએ બધાને વિસ્મયમાં મૂકી દીધા હતા. તપશ્ચર્યા સફળ થઈ. આશુતોષ ભગવાન ગૌરી પર પ્રસન્ન થયા અને તેની આકાંક્ષા પૂર્ણ કરી. તેને પોતાની દેહાર્ધભાગિની બનાવી તેની તપોમય દીપ્તિને પોતાની શક્તિ બનાવી.
દાંપત્ય પ્રેમના ઉચ્ચ આદર્શનું ઉદાહરણ પ્રસ્તુત કરવાના હેતુથી શિવ-પાર્વતી પૂજાનું વિધાન નક્કી કરવામાં આવ્યું છે. ભારતના ઘણાં રાજ્યોમાં અને ખાસ કરીને ્રરાજસ્થાનમાં 'ઇશ્વર-ગૌરી' મહોત્સવ ઉજવાય છે 'ઇશ્વર ગૌરી' મહોત્સવને 'ઇશર- ગણગૌર' નામથી પણ ઓળખવામાં આવે છે. રાજસ્થાનમાં આ ગૌરી પૂજા સૌભાગ્યવતી સ્ત્રીઓ અને કુમારિકા કન્યાઓનો ખાસ ઉત્સવ છે. અહીં કન્યાઓ માટે લગ્ન થતાં જ પ્રથમ ચૈત્ર માસમાં પંદર દિવસ ગણ-ગૌરી પૂજા કરવા એ અનિવાર્ય રીત-રિવાજ ગણાય છે. હોલિકા દહન પછી ચૈત્રનો પ્રારંભ થતા જ તળાવમાંથી માટી લાવી ઇશ્વર (શિવ) અને ગૌરી (પાર્વતી)ની મૂર્તિઓ બનાવવામાં આવે છે. જેમની સૌભાગ્ય પ્રાપ્ત કરવાની કામનાથી વિવાહિત નવોઢાઓ અને યોગ્ય વર પ્રાપ્ત કરવાની ઇચ્છાથી કુમારી કન્યાઓ શ્રદ્ધા સાથે પૂજા કરે છે. આપણા ગુજરાતમાં પણ જયા-પાર્વતી વ્રત, હરિતાલિકા, કેવડાત્રીજ, ગૌરી પૂજાનું વ્રત આ હેતુથી જ ઉજવવામાં આવે છે.
રાજસ્થાનમાં રાજા- મહારાજાના વંશજ રાજપૂત ઘરાનામાં ઇશ્વર- ગૌરી કે ગણ-ગૌરીની મૂર્તિઓના વિસર્જન વખતે પૂજા કરનારી વિવાહિતી અને કન્યાઓ લગ્નમાં પહેરે છે તેવા સુંદર- વસ્ત્ર આભૂષણ અને અલંકારો ધારણ કરે છે અને રાજ ઘરાનાની સવારીમાં સામેલ થઈ નદી, તળાવ કે કુવામાં તે પ્રતિમાઓના વિસર્જનની વિધિ અને ઉત્સવ ઉજવે છે. કેટલીક જગ્યાએ મેળાનું પણ આયોજન થાય છે. રાગ- રંગ અને રસનો અનેરો ઉત્સવ ઢોલ, મૃદંગ સાથે ગીતોની સરવાણી વહેતી કરે છે. બધાના હૈયા, ઉમંગ, ઉલ્લાસ- આશા, મમતા, આનંદ અને સંતોષથી ભરપૂર થઈ જાય છે. સ્ત્રીઓના 'ગણ-ગૌરી' તહેવારના ગીતો રાજપૂત ઘરાણામાં પોતાની વિશેષતા ધરાવે છે. આ ઉત્સવ વખતે તે ગાય છે-
'ગૌરિ એ ગૌરિ માતા, ખોલ કિંવાડી, બાહર ઉબી થારી પૂજનવાળી । પૂજે એ પૂજાઓ બાઈ, કાઇ જી માંગો ?
અન્ન માંગો, ધન માંગો, લાછ માંગો લછમી ।।
જલહર જામી બાવળ માંગો, રાતા દેઈ માઈ
કાન કુંવર સો વીરો માંગો, રાઇસી ભોજાઈ ।।
ઊંટ ચડયો બહેનોઈ માંગો ચૂડલાવાલી બહણલ.''
ગણગૌરિ ઉત્સવ દરમિયાન મહિલાઓ ગૌરીની આરાધના કરતા ગાયછે -
ગૌરિ ગૌરિ તોહિરાકી દેશમેં જી !
ચોખી સી મેંહદી હોય, સો મ્હે લાઈથી પૂજતા જી ।
ચોખી સી મ્હારે મહેંદી હોય, સો કહે લાઇથી પૂજતાજી
સો મ્હારે અવિચલ હોય.
ગૌરિ ! તિહારેડા દેશમાં જી ! ચોખો સો કાજલ હોય,
તિહારેડા દેશ મેં જી ! ચોખે સો કાજલ હોય, ચોખો સી ગહણૂ હોય, ચોખો સો કપડો હોય સો મ્હે પહેરયોથો પૂજતા જી ! સો મારે અવિચલ હોય !
'નિર્ણયસિંધુ' ગ્રંથમાં કહેવાયું છે - 'ચૈત્ર શુક્લ તૃતીયાયા ગૌરીમીશ્વર સંયુતામ્ । સંપૂજ્ય દોલોત્સવ કુર્યાત્ । ચૈત્ર સુદ ત્રીજના રોજ ગૌરી અને શંકરનું એક સાથે સારી રીતે પૂજન કરીને દોલોત્સવ કરવો.' એ રીતે 'દેવી પુરાણ'માં પણ સૌભાગ્ય આપનારી આ ચૈત્ર સુદ ત્રીજના રોજ ગૌરી અને શિવજીની પૂજાનો ઉલ્લેખ છે. 'તૃતીયામાં યજેત દેવા શંકરેણ સમાન્વિતામ્ । કુકુંમાગરુ કર્પૂર મસ્વસ્ત્ર સુગન્ધ કૈઃ ।। સુગંધધૂપદૈપશ્ચ નમનેન વિશેષતઃ । આન્દોલયેત્તતો વત્સં શિવોમાતુષ્ટયે સદા ।
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3fSN5i6
ConversionConversion EmoticonEmoticon