એક જ શિવશક્તિ મા જગદંબા યુગે-યુગે નવા-નવા સ્વરુપો ધરીને અનિષ્ટો અને આતંકી અસુરોનો સંહાર કરીને સૃષ્ટિને ભય મુક્ત કરે છે. ચૈત્ર સુદ એકમનાં પાવનકારી દિને નવરાત્રિનો પ્રારંભ થાય છે અને રામનવમીનાં પવિત્ર પર્વ પર તેની પૂર્ણાહુતિ થાય છે. એટલા માટે તે ચૈત્રી નવરાત્રિ 'રામનવરાત્રિ' પણ કહેવાય છે
ચૈ ત્ર સુદ એકમથી નોમ સુધી માઈ ભક્તો મા દુર્ગોની આરાધના કરે છે. આ નવ દિવસ શક્તિ-સાધના અને ઉપાસનાનો મોટો. પવિત્ર વિશિષ્ટ સમય છે. જેમાં પરમ તત્ત્વને શક્તિ દર્શન રુપે નિરુપતિ કરવામાં આવે છે. શક્તિનું અંતમુર્ખ થવું શિવ છે અને શિવનું બહિમુર્ખ થવું શક્તિ છે.
આ ચૈત્રી નવરાત્રિ દરમિયાન શિવ-શક્તિ પરિવાર અને રામ પરિવાર સાથે સંકળાયેલા તહેવારોનો સંગમ થતો હોય છે. જેવા કે ગુડીપડવો, ગૌરીત્રીજ, વિનાયક ચોથ, શ્રી પંચમી, સ્કંદષષ્ઠી, ભવાની અષ્ટમી અને રામનવમી.
દૈવીશક્તિની ચેતના તો સકળ બ્રહ્માંડમાં સ્ફુરી રહી છે. બ્રહ્માંડના નવેય ગ્રહો તથા પૃથ્વીલોકનાં નવેય ખંડોમાં આ શક્તિ વ્યાપ્ત છે. જેને લીધે શાસ્ત્રો કારોએ 'નવદુર્ગા નવરાત્રિ ને વિશિષ્ઠ સ્થાન આપ્યું. દેવો એ પણ આ મા દુર્ગા દેવીની સ્તુતિ કરતા આવ્યા છે. આવી એ સ્તુતિનાં એક શ્લોકનો ભાવાર્થમાં જણાવાયું છે. દેવીમાં પુણ્યશાળીઓનાં જીવનમાં લક્ષ્મીરુપે રહે છે, તો પાપીઓને ત્યાં દરિદ્રતારુપે રહે છે. પવિત્ર બુધ્ધિશાળીઓને ત્યાં જ્ઞાાનરુપે વસે છે, તો સજ્જનોનાં હૃદયમાં શ્રધ્ધારુપે રહે છે તેમજ કુળવાનનાં ત્યાં લજ્જારુપે વસે છે. તેવા હે મહાદેવી ! તમને નત્ મસ્તક પ્રણામ ! તમે આ જગતનું રક્ષણ કરો.' 'પરિપાલય દેવી ! વિશ્વમ !
નવરાત્રિમાં શક્તિની ઉપાસના એ ભારતિય સંસ્કૃતિની આગવી પરંપરા રહી છે. આ નવ દિવસ-રાત દરમિયાન ભક્તિ અને શક્તિનો અનેરો સંગમ રચાય છે. પ્રાચીન શાસ્ત્રોકારોએ બ્રહ્મ શક્તિને એક દેવી શક્તિરુપે રજૂ કરી છે. ભગવતી દેવી શક્તિ તો અખિલ- બ્રહ્માંડનું સંચાલન કરનારી છે. જગતમાં શુભ, મંગલ કાર્યનો શુભારંભ કરવા તેમજ બાહ્ય શાસ્ત્રો, અધર્મ, અવિશ્વાસ અને અંધશ્રધ્ધા સામે ઝઝૂમવા તેમજ આંતરિક શત્રુઓ, કામ, ક્રોધ, લોભ, મોહ ઉપર વિજય પ્રાપ્ત કરવા શક્તિ સામર્થ્ય મેળવવા, ભગવતી દેવી શક્તિની ઉપાસના એટલે નવરાત્રિ પર્વ. એક જ શિવશક્તિ મા જગદંબા યુગે-યુગે નવા-નવા સ્વરુપો ધરીને અનિષ્ટો અને આતંકી અસુરોનો સંહાર કરીને સૃષ્ટિને ભય મુક્ત કરે છે. ચૈત્ર સુદ એકમનાં પાવનકારી દિને નવરાત્રિનો પ્રારંભ થાય છે અને રામનવમીનાં પવિત્ર પર્વ પર તેની પૂર્ણાહુતિ થાય છે. એટલા માટે તે ચૈત્રી નવરાત્રિ 'રામનવરાત્રિ' પણ કહેવાય છે.
ચૈત્રી નવરાત્રિનાં શુભારંભે ઘટસ્થાપન કરીને અખંડ દીપ પ્રજવલિત કરાય છે, તો ઘટની આસપાસ સાત નવાં ધાન્યનાં જવારા ઉગાડવાનો રિવાજ છે. મા દુર્ગાનાં નવરાત્રિ વ્રત કરનારે નવે દિવસ ઉપવાસ વ્રત રાખીને, દરરોજ ઘટ સ્વરુપ માતાજીની પૂજા-આરાધના કરે છે. તો એ સાથે શ્રીયંત્રની પૂજા, ચંડીપાઠ, દુર્ગા સપ્તશતી કરાય છે. ઓખા હરણનું વાંચન થાય છે. આઠમનાં નોરતાં પર યજ્ઞા-હવન કરીને 'બીડા' ને અગ્નિમાં આહુતિ અપાય છે. અંતિમ પૂર્ણાહૂર્તિએ માતાજીનાં પૂજન કરીને નૈવેધ ધરાય છે. ત્યારબાદ મહાઆરતી કરીને પ્રદક્ષિણા કરીને માતાજીને વિદાય અપાય છે. ચૈત્રી નવરાત્રીનાં પાવનપર્વે, ચરાચર વિશ્વમાં 'મહાશક્તિ' રુપે રહેલી મહાદેવીને નત્નત્ મસ્તકે પ્રણામ.
'નમો દેવ્યૈ જગદદ્યાત્રયૈ શિવાયૈ સતંત્ નમ:
દુર્ગાયે ભગવતત્યૈ તે કામદાયૈ નમો નમ:
'વિશ્વને ધારણ કરનાર, પોષણ કરનાર, રક્ષણ કરનારને પ્રણામ શિવા શક્તિને નિત્ય નમસ્કાર કામનાઓ પૂર્ણ કરનારા હે ભગવતી દુર્ગા, આપને પ્રણામ પ્રણામ ।
- પરેશ અંતાણી
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mu2oPn
ConversionConversion EmoticonEmoticon