
- ગ્રીક-કથાઓમાં તો અંગૂઠો જ નિર્ણાયક. રમતના વિશાળ મેદાનમાં, હજ્જારોની હાજરીમાં મલ્લો કુસ્તી કરતા હોય ! એક જીતે, બીજો દબાયેલો હોય. ત્યારે સમ્રાટ જો અંગૂઠો ઊંચો રાખે તો તેને છોડી મૂકવાનો.
Thumbs up
Thumbs Down
Thumbs A king
Thumb A crown
- બાપુએ ગોળી ખાધી ત્યારે ઉમાશંકરની નીકળી હાય : પાંચ આંગળીમાંથી અરે રે ! અંગૂઠે જ ઘા મૂકીઓ !
કહેવાય છે કે...
જોઈ શકાય છે કે...
પાંચેય આંગળાં સરખા નથી.
વળી પાછા એ પાંચેય આંગળા સખણાં ય નથી.
વિવાદ થાય તો વાદ પતાવવો અઘરો
કોણ મોટું, કોણ નાનું..?
કોણ જાડું કોણ પાતળું..?
એ તો દેખી જ શકાય.
કોણ પહેલું, કોણ છેલ્લું ?
કોણ વચલું, કોણ ટચલું ?
એ ય પારખી જ શકાય.
પણ જ્યારે પ્રયોગની વાત આવે, ઉપયોગની વાત આવે, ત્યારે ચર્ચા થયા વગર રહેવાની જ નહિં.
કોયડો ઊભો થયો જ.
ત્યારે અદલા બદલી કરવાની વાત થઈ.
જ્યાં પહેલી છે ત્યાં છેલ્લીને મૂકી જુઓ.
છેલ્લીને વળી પહેલી બનાવી જુઓ.
વચલી બન્ને આંગળીઓને વચમાંથી ખસેડી પહેલી-છેલ્લી ગોઠવી જુઓ.
જરા વિચિત્ર લાગશે. જે જોવાને ટેવાયો છે, તેને જ પસંદ કરવામાં આવશે.
જે જ્યાં છે ત્યાં જ ઠીક લાગશે. જાણે ગોઠવનારે બધું આઘું પાછું કરીને જ ગોઠવણી કરી છે. એમાં ફેરફાર કરવાની શક્યતા જ નથી. હજી તો વાત ચાર આંગળીઓની જ થાય છે. અંગૂઠો તો અંગૂઠો બતાવી જ રહ્યો છે. પૂછે છે : 'કેમ, મારી ગણતરી નથી કરવી ? કેપ્ટન વગરની જ ટીમ રમવા મોકલી દેવી છે ?'
અંગૂઠાનીય કરામત મરામત કિમિયાગિરિ કંઈ ઓછી નથી. એના કમાન્ડ, એની ડિમાન્ડ તો વળી જીવસટોસટના ખેલ.
અંગૂઠાનું મહત્વ સમજીને જ ગુરૂ દ્રોણે એકલવ્યનો અંગૂઠો માગી લીધો હતો. અર્જુનથી ચઢિયાતો તો કોઈ બાણાવળી નહિ જ હોવો જોઈએ. અને આ એકલવ્ય એક નંબરની ટેક અને ઠેક બતાવવા લાગ્યો હતો.
એકલવ્યે અંગૂઠો આપી ય દીધો. કાપ્યો, આપ્યો. વિશ્વ વિદ્યાલય અને વિશ્વ શિક્ષણનો એ પહેલો પક્ષપાત. તે પણ શિક્ષકથી જ શરૂ થયો.
એ દૃષ્ટાંતની કોઈએ ટીકા ન કરી. ઉપરથી 'ગુરૂ-દક્ષિણા'નો પાઠ બેસાડીને તેને પાઠય પુસ્તકમાં સ્થાન આપી દીધું. ગુરૂના સ્થાનની ત્યારથી જ ચર્ચા શરૂ થઈ. એક બાળલેખકે તો 'અંગૂઠા વગરના એકલવ્યના પરાક્રમો'ની પછી ચાળીસ વાર્તાઓ લખી નાખી. ગુરૂના એ પક્ષપાતથી ગુરૂને પક્ષઘાત કેમ ન થયો. એ જ નવાઈ ? જો કે ગુરૂ જિંદગીભર પછી ચેનથી જીવી શક્યાં ન હતા.
ગ્રીક-કથાઓમાં તો અંગૂઠો જ નિર્ણાયક. રમતના વિશાળ મેદાનમાં, હજ્જારોની હાજરીમાં મલ્લો કુસ્તી કરતા હોય ! એક જીતે, બીજો દબાયેલો હોય. ત્યારે સમ્રાટ જો અંગૂઠો ઊંચો રાખે તો તેને છોડી મૂકવાનો. હારેલાને જીવતદાન, અંગૂઠો ઊંચો કરીને રાજા પછી નીચો કરી દે, તો હારેલાને મારી નાખવાનો. અંગૂઠાનો એટલો પ્રભાવ.
સ્પાર્ટન યોધ્ધાઓનું જીવન જ આ અંગૂઠો. તેમનું મૃત્યુ પણ આ અંગૂઠો જ જાહેર કરી દે.
રોમન સમયમાં ગુનેગારને કહેવાતા ગુનેગારને સિંહ સાથે લડવાની રમત ભારે લોકપ્રિય. સિંહ જીતે તો તો કોઈ પ્રશ્ન નથી. સિંહ એ હારેલા દ્વન્દ્વીને પૂરો જ કરે. પણ ધારો કે યોધ્ધો જીતે અને સિંહ હારવા પર હોય ! ત્યારે સિંહના જીવન મરણનો ન્યાય અંગૂઠો જ કરે.
રાજાનો અંગૂઠો 'અપ' થાય તો જીવન. અંગૂઠો ઊછાળીને સરમુખ ત્યાર નીચે લાવી દે કે : 'માર સિંહને. ભલે એ સિંહ રહ્યો. હાર્યો કેમ ?'
અંગૂઠાની તો ભૈંં ઘણી કથાઓ છે, ઘણી ઘણી. રાજપૂતો જેવી શૂરાતન પ્રજામાં તો તલવારની પરીક્ષા અંગૂઠાથી જ થતી.
અંગૂઠાનું લોહી વહેવડાવી પ્રતિજ્ઞાાઓ થતી. તે પળાતી ય ખરી.
અંગૂઠાથી તિલક થતાં. તિલક ભૂસવા માટે ય અંગૂઠાનો ન્યાય.
અંગૂઠાની છાપને કોઈ થાપ ન આપી શકે. શિક્ષણને શિરપાવ અંગૂઠો. અભણને નિશાન જ, સાબિતિની શાન.
અંગૂઠો ઠેંગો છે. આંગળીઓની બાજુએ છે. જેમ કપ્તાન લશ્કરની બહાર રહીને, લશ્કરને હુકમ આપે, તેમ અંગૂઠો આંગળાંઓનો જ નહિ, સારાય પંજાનો સરદાર છે.
એમ જ કહોને કે અંગૂઠો અમેરિકાનો પ્રમુખ ટ્રમ્પ છે. જુદો તો ય અંગૂઠો. જુઠો તોય અંગૂઠો. હારે તોય અંગૂઠો. ટ્રમ્પ તો ઐતિહાસિક સત્ય-તથ્ય ઉચ્ચારી ગયા કે, જે ન હારે તે જ સાચો અંગૂઠો. અંગૂઠો કદી હારે નહિ. પાછો પડે નહિ, પાછળ રહે નહિ. અંગૂઠો એટલે થમ્સ અપ.
જોયો અંગૂઠાનો વટ ! તેની વાત નીકળી કે આંગળીઓની વાત બાજુએ મૂકાઈ ગઈ. પણ આંગળીઓ ખેડૂત છે. આંગળીઓ પ્રજાજન છે. આંગળીઓને કોઈ આંગળી ચીંધી શક્શે નહિ. અને હજી આપણે અંગૂઠાને ક્યાં પાટો બાધ્યો છે ! ચાલો આંગળીઓનો ન્યાય કરતાં પહેલાં અંગૂઠાને પાટો બાંધી દઈએ. હુકમ કરનાર એ અંગૂઠાનેય હુકમ કરી દઈએ : 'ચૂપ ! તારી વાત પછી કરીશું. ચૂપ!'
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3uYoHjm
ConversionConversion EmoticonEmoticon