
- ONCE MORE
- સહુથી નાનો એવરેસ્ટ વિજેતા
- હિમાલય સહુથી ઉંચો, તેમ્બા સહુથી નાનો. મેળ કેવી રીતે ખાધો હશે એ બે ઘટનાનો !
- પહેલી વખતના આરોહણમાં પાંચ આંગળા હિમ-ડંખમાં સાવ નકામા થઈ ગયા..
નામ તેમ્બા ત્શેરી.
આપણે એને તેમ્બા શેરી કહીશું. ચૌદ વર્ષની ઉંમર. માતા પિતાનો અને કબિલાનો ધંધો પહાડ ચઢવાનો. જે કોઈ ટોળકી એવરેસ્ટ જતી હોય, તેને આ તેમ્બા લોકો સાથ આપે.
મોટે ભાગે તો આ તેમ્બાઓ જ ચઢતા હોય છે. બીજાઓ તેમને ટેકે-ટેકે સાથેસાથે ઉપર પહોંચતા હોય છે. જોખમ આવે કે પડઘા લાગે કે બૂમ પાડે. 'બચાવજે એલા ટેમ્બા ! બચાવજે ?'
ટેમ્બાને થયું કે બીજાને પહોંચાડીએ એના કરતાં આપણે જ એવરેસ્ટ પર ન પહોંચીએ ! બીજાઓ તથા મોટાઓ તેને નાના કરતા રહ્યાં, 'હજી તું નાનો છે, જેવી સલાહ આપતાં રહ્યાં. પણ ટેમ્બા કંઈ કેટલીય વાર ઘણે ઉપર સુધી જઈ આવ્યો હતો.'
તે તો નીકળી પડયો એવરેસ્ટ સર કરવા. તેના સાથી સાહસિક કિશોરોએ તેને સાથ આપ્યો. પૂરી રીતે સજ્જ થઈ અને તમામ સાધનો સાથે તેમ્બા પહોંચવા લાગ્યો ઉપર ઉપર ઉપર..
અનુભવતો તેની પાસે હતો જ. અને લગભગ તે પહોંચી જ ગયો હતો. પણ ... તેના પાંચ આંગળા નકામા થઈ ગયા. હિમ-ડંખ કે ફ્રોસ્ટ-બાઈટ કહે છે, તેવા સ્નો-બાઈટથી પાંચ આંગળા સાવ બેકાર બેજાન, બેજીવ અને પથ્થરિયા બની ગયા. જાણે શરીરના ભાગ જ નથી.
આંગળાંઓએ સંકેત સંજ્ઞાા કે આજ્ઞાા માનવાનું છોડી દીધું હતું.
પર્વતારોહણમાં તો આંગળાનું જ મહત્વ છે. તેમ્બા શેરીને પાછા ઉતરવું પડયું. મહા મુશ્કેલીએ તે પાછો આવ્યો પણ હિંમત હાર્યો ન હતો.
એક વખત હારી જઈને હાર માનીને બેસી રહે તેવો તે ન હતો.
બીજા એક વર્ષમાં જ તે બરાબર તૈયાર થઈ ગયો. ફરીથી એના કિશોર તરુણ સાથીઓએ તેને સાથ આપ્યો.
આ વખતે તેમ્બાએ તિબેટ તરફની લાંબી સફર સ્વીકારી. એક મહિનાનો વધુ સમય થવાનો હતો, પણ આ લાંબો રસ્તો એકદમ સીધો ન હતો અને સર્પાકારે દાદરિયો માર્ગ દાખવતો હતો.
ક્યારેક લાંબી સફર સલામત સફર હોય છે. સમયની કોઈ સ્પર્ધા કે હોડ હતી જ નહિ.
અને.. તેમ્બા શેરી ખરેખર એવરેસ્ટ ઉપર પહોંચી શક્યો. માત્ર પંદર વર્ષની ઉંમરે એવરેસ્ટ શિખર સર કરનાર તે પહેલો કિશોર તરુણ હતો.
ઠેઠ એવરેસ્ટના ઊંચા શિખર પર કદી ન ભૂંસાય તેવા મોટ્ટા અક્ષરોમાં તેણે લખ્યું : Knowledge is power. શક્તિ છે.
જ્યારે ફરીથી તે પોતાની શાળામાં હાજર થયો ત્યારે વિદ્યાર્થીઓ સમક્ષ તેણે કહ્યું : 'આ વિજય બીજી વખતનો છે. જો પહેલી હારનો માર ખાઈ બેસી ગયો હોત, તો હું શિખર સુધી કદી પહોંચી શક્ત નહીં. હાર જીત માટેનું પગથિયું છે. તે પાડે નહિ. ચઢાવે છે.'
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aj2NiS
ConversionConversion EmoticonEmoticon