ઇશ્વર સગુણ છે કે નિર્ગુણ ?


તુ લસીદાસજીને કોઈએ પૂછયું કે ઇશ્વર સગુણ છે કે નિર્ગુણ ?

ત્યારે તુલસીદાસે જવાબ દીધો કે -' હિય નિર્ગુણ-નયનનિ સગુણ'

(ઇશ્વર મારા હૈયામાં નિર્ગુણ-નિરાકાર છે, પણ મારી આંખોમાં સગુણ સાકાર છે)

અંતર્યામી રૂપે પ્રભુ હૃદયમાં તો બેઠો છે, પણ તેનાથી આંખને સંતોષ થતો નથી.

આંખને તો પ્રભુની રૂપ-માધુરી જુએ તો જ સંતોષ થાય, તૃપ્ત થાય.

અને જીભની વાત તો વળી અનોખી જ છે.

તુલસીદાસ કહે છે - 'રસના સુનામ' (જીભે રામ નામ છે.)

સગુણ અને નિર્ગુણ એ દાબડીના બે ભાગ છે, અને એ દાબડીમાં સંતાડેલું રત્ન તે રામ-નામ છે.

ઇશ્વરને નામ દઇને પોકારો તો તે જેવો હશે તેવો આવીને પ્રગટ થશે.

હું તો સગુણ-નિર્ગુણ બેયનું સ્વાગત કરું છું, બેય મારા આદરણીય અતિથી છે.

જે જ્ઞાાની છે તે સમુદ્રમાં મોતી લેવા ડૂબકી મારતા મરજીવા જેવો છે, તે રામ-ચરિત્રના ઊંડા જળમાં ડૂબકી મારે છે, ને પોતાને ભગવાનમાં ડૂબાડી દે છે. ત્યારે જે ભક્ત છે તે સ્વ ભગવાનને પોતાની અંદર ખેંચી લાવે છે, તે રામ-ચરિત્રની મધુરતાનો આનંદ માણે છે. ભક્ત ધારે તે રૂપ ભગવાન પાસે લેવડાવે છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3d3gJiV
Previous
Next Post »