ઇશ્વર જ આનંદ છે .


રા મજીના ચરણમાં આનંદ, રામજીના મુખમાં આનંદ, રામજીના હાથમાં આનંદ.. રામજીનું આખું શ્રી-અંગ આનંદ-આનંદ છે. આનંદ સિવાય બીજું કશું નથી. કેટલાક કહે છે કે ' ઇશ્વરમાં આનંદ છે, પરંતુ તેમ નથી, ' ઇશ્વર જ આનંદ છે.' ઇશ્વર અને આનંદ એ બે અલગ તત્વો નથી. ઇશ્વરથી અલગ-ઇશ્વરથી સ્વતંત્ર કોઈ તત્વ છે જ નહિ. વ્યાસજી કહે છે કે પરમાત્મા આનંદ-મય છે, આનંદ અને ઇશ્વર ભિન્ન નથી. આ જ અદ્વૈત સિધ્ધાંત છે.

આનંદ, ઇશ્વર, રામ, કૃષ્ણ એ બધાં એક ઇશ્વરનાં નામ છે.

સોનાની લગડીમાંથી એક મૂર્તિ બનાવી, તો મૂર્તિના હાથ, પગ, આંખ, મુખ-બધે સોનું જ છે.

જેમ સોનું એક જ છે, અલગ નથી, તેવી રીતે ઇશ્વરનું સ્વરૂપ આનંદમય છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39Oqj6T
Previous
Next Post »