
- અભિનેતાએ મહાભારત સિરીયલમાં ભગવાન ઇન્દ્રનું પાત્ર ભજવ્યું હતું
મુંબઇ : પંજાબી અને હિંદી ફિલ્મોમાં કામ કરી ચુકેલા અભિનેતા સતીશ કૌલનું નિધન થઇ ગયું છે. તેમણે ટેલિવિઝનની મહાભારતની લોકપ્રિય સિરીયલમાં ભગવાન ઇન્દ્રનું પાત્ર ભજવ્યું હતું. સતીશ કૌલે ૭૪ વરસની વયે શનિવારે સવારે અંતિમ શ્વાસ લીધા હતા. છેલ્લા થોડા દિવસથી તેઓ કોરોનાગ્રસ્ત થયા હતા.
સતીશ કૌલ મરાઠી અને હિંદી ફિલ્મના જાણીતા અભિનેતા હતા. તેઓ છેલા થોડા સમયથી કોરોનાના સપાટામાં આવ્યા હતા.
સતીશ કૌલે મહાભારત, સર્કસ અને વિક્કમ વેતાલ જેવા ટીવી શોમાં કામ કર્યું હતું. ૭૪ વર્ષીય સતીશ કૌલ ગયા વરસના લોકડાઉનથી જ તેઓ બીમાર રહેતા હતા. અને ગરીબીમાં જીવન પસાર કરી રહ્યા હતા. તેઓ લુધિયાનામાં એક નાનકડા ઘરમાં રહેતા હતા. ગયા વરસે તેમણે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તેઓ ઘરનું ભાડુ મહિનાનું રૂપિયા ૭૫૦૦ ચુકવતા હતા. સતીશ પાસે જમા પૂંજી એક બિઝનેસમાં ડૂબી ગઇ હતી.
જોકે આવી પરિસ્થિતિમાં પણ સતીશે ફરી અભિનય કરવાની ઇચ્છા જતાવી હતી. મને જે પણ રોલ મળશે તે કરવા હું રાજી છું તેમ તેમણે જણાવ્યું હતું. ૨૦૧૧માં સતીશ કૌલ પંજાબ જતા રહ્યા હતા. તેમણે ૩૦૦થી વધુ પંજાબી અને હિંદી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમણે આન્ટી નંબર વન અને પ્યાર તો હોના હીથા જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3fZBePa
ConversionConversion EmoticonEmoticon