
આણંદ : આણંદ જિલ્લાના આંકલાવ - ઉમેટા રોડ પર પાઉંભાજીની લારી ચલાવતા યુવાનનું લારીના ઠેકાણે જ શંકાસ્પદ હાલતમાં મોત નિપજતાં ચકચાર મચી જવા પામી છે. ૧૫ દિવસ અગાઉથી બિહારી યુવકે પાઉંભાજીની લારી શરૂ કરી હતી. .યુવકની આત્મહત્યા કે હત્યા તે રહસ્ય પી.એમ. રિપોર્ટ આવ્યા બાદ ખુલશે. આંકલાવ પોલીસે એડી નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આણંદ જિલ્લાના આંકલાવ-ઉમેટા રોડ પર પાઉંભાજીની લારી પાસેથી બિહારી યુવક જયહરી જયબીન ખંડેલવાડ (ઉ.૩૦, રહે. મૂળ ધારવા મુંબઈ, હાલ રહે. આંકલાવ)ની લોહીથી લથબથ હાલતમાં લાશ મળી આવી હતી. મૃતકના ગળાના ભાગે ચપ્પા જેવા તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવામાં આવી રહ્યું છે.
બિહારી યુવાનના શંકાસ્પદ મોતનું રહસ્ય હજુ અકબંધ રહ્યું છે. લારી પર પરપ્રાંતીય શખ્સની હત્યાના બનાવની જાણ થતા આજુબાજુમાંથી લોકોના ટોળા ઉમટી પડયા હતા. જોકે આંકલાવ પોલીસે તાબડતોબ ઘટના સ્થળે દોડી આવીને લાશનો કબજો લઈ પીએમ અર્થે મોકલી આપી હતી પરપ્રાંતિય યુવાને આત્મહત્યા કરી છે કે તેની હત્યા થઈ છે તેનો ભેદ પીએમ રિપોર્ટ બાદ જ ઉકેલાશે. હાલમાં આંકલાવ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે ૧૫ દિવસ અગાઉ જ બિહારી શખ્સે પાઉંભાજીની લારી શરૂ કરી હતી. આથી ક્યા કારણોસર તેનું મોત નિપજ્યું તેની ચર્ચાએ જોર પકડયું છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3wL3vz1
ConversionConversion EmoticonEmoticon