
- આ દરેકના શૂટિંગ બંધ થતા ફરી રિપીટ ટેલિકાસ્ટ જોવા મળવાની શક્યતા
મુંબઇ : દેશભરમાં કોરોનાની બીજી લહેરે સપાટો લીધો છે.પરિણામે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પણ કામકાજ ઠપ થઇ ગયા છે. જેથી ૯૦ સિરીયલો, ૨૦ ફિલ્મો અને વેબ સીરીઝ સંકટમાં આવી ગઇ છે.
મળેલા રિપોર્ટને સાચો માનીએ તો,મુંબઇના ફિલ્મસિટીના એક સીરિયલના શૂટિંગ દરમિયાન જાણકારી મળી છે કે, બીએમસીએ તેમને નોટિસ પાઠવી છે કે, જો આવનારા બે દિવસોમાં પરિસ્થિતિ અંકુશમાં નહીં આવે તો ૧૫ દિવસ સુધી શૂટિંગ રોકવું પડશે. જેની અસર ૯૦ ટીવી સિરીયલ અને ૨૦ ફિલ્મો તેમજ વેબ શો પર પડવાની શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે, ગયા વરસે પણ કોરોનાના કારણે દેશભરમાં સર્વે કામકાજ ઠપ થઇ હયા હતા. શૂટિંગ અને પ્રોડકશન બંધ થઇ જવાથી ગયા વરસે જુના એપિસોડ ટેલીવિઝન પર પ્રસારિત કરવામાં આવ્યા હતા. હવે આ વરસે પણ આમ જ થશે તેવી અટકળ લોકો બાંધી રહ્યા છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2RhMaNK
ConversionConversion EmoticonEmoticon