પીપીઈ કિટ કે માસ્ક વગર જ આરોગ્ય કર્મી કોરોનાગ્રસ્તના મૃતદેહને ગોઠવતા જોવા મળ્યો


નડિયાદ : ખેડા જિલ્લાના વડામથક નડિયાદમાં કોરોનાસંબંધિત વધુ એક બેદરકારી સામે આવી છે. કોરોના મૃતકને બાળવા આવેલ તબીબી કર્મચારી પીપીઈ કિટ કે માસ્ક વગર સ્મશાનમાં મૃતદેહ ગોઠવતો જોવા મળ્યો હોવાથી લોકોમાં બૂમરાણ મચી છે.

છેલ્લા મહિનામાં કોરોના વિસ્ફોટનો ભોગ બનેલા નડિયાદ શહેરમાં રોજેરોજ કોરોના દર્દી અને કોરોના મૃતકોના આંકડા વધી રહ્યા છે.મળતી વિગતો પ્રમાણે શહેરમાં રોજ ઓછામાં ઓછા ૭થી ૮ મૃત્યુ કોરોનાને લીધે થઈ રહ્યા છે તેવા સંજોગોમાં પણ સરકારી તંત્રની બેરદકારી સામે આવી રહી છે. હજી થોડા દિવસ પહેલાં જ કોરોના મૃતકની લાશને સ્મશાનમાં પરિવારજનોના અંતિમ દર્શન માટે પીપીઈ કિટમાંથી આખી ખોલી દીધી હોવાની ઘટના સામે આવી હતી. ફરી એકવાર શહેરના સ્મશાનગૃહમાં કોરોના મૃતકની લાશ સાથે બેદરકારી જોવા મળી છે. કોરોના મૃતકને  સ્મશાન પહોંચાડવા આવેલા તબીબી કર્મચારીએ માસ્ક કે પીપીઈ કિટ સુદ્ધાં નપહેરી હોવાનું સામે આવ્યું હતું.  કોઈ સુરક્ષા વગર જ તે કર્મી કોરોના મૃતકની લાશને હાથેથી ઉપાડીને ગોઠવતો નજરે પડયો હતો જે જોતા લોકોમાં હાહાકાર મચી ગયો હતો. આ સ્થિતિને કારણે નાગરિકોમાં બૂમરાણ મચી છે અને તંત્ર સામે રોષ ભભૂકી ઊઠયો છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3sknile
Previous
Next Post »