બલબિર સિંહ જુનિયર : ભારતીય હોકીની ગોલ્ડન જનરેશનના વધુ એક તેજપૂંજ અંધકારમાં ઓઝલ


- Sports ફન્ડા-રામકૃષ્ણ પંડિત

- ભારતીય હોકીની નાલંદા વિદ્યાપીઠ તરીકે ઓળખાતા સંસારપુરના ધૂળિયા મેદાનમાં રગદોળાઈને તૈયાર થયેલા બલબિર સિંહ જુનિયરે ઘુરંધરોની વચ્ચે પોતાનું આગવું સ્થાન જમાવ્યું હતુ

વ્હો ટ ઈઝ ઈન ધ નેઈમ ? ભારતીય ફિલોસોફીમાં સહજ પ્રાપ્ત જ્ઞાાનને પ્રદશત કરતાં અંગ્રેજ નાટયકાર વિલિયમ શેક્સપિયરના આ બહુચર્ચિત વિધાનનો વ્યાપક ઉપયોગ નામની નાશવંતતા દર્શાવવા માટે થઈ ચૂક્યો છે. આમ છતાં ભારતીય સંસ્કૃતિમાં નામનો મહિમા સમજાવવા માટે રચાયેલા સાહિત્યને એકઠું કરવામાં આવે તો દળદાર ગ્રંથોની એક વિરાટ શ્રેણી તૈયાર કરી શકાય તેમ છે. આ જ કારણે દરેક મનુષ્યના જીવનમાં નામકરણનો મહિમા એક મહત્વના સંસ્કાર તરીકે જોવા મળે છે. નામનું સીધું જ જોડાણ ગુણોની સાથે છે અને જે તે ગુણની સાથે જોડાયેલું નામ બાલ્યકાળમાં ઓળખ તરીકે એટલા માટે આપવામાં આવે છે કે, તેનાથી ભવિષ્યમાં તેનામાં નામ સાથે જોડાયેલા ગુણરૂપી પુષ્પો ખીલી શકે અને તેની મહેંક આસપાસના લોકોને મળી રહે !

આ જ નામના મહિમાને આજે પણ લોકો જાણે-અજાણે અનુસરતા જ હોય છે. જેના કારણે વિવિધ ક્ષેત્રોમાં અદ્વિતિય સિદ્ધિઓ હાંસલ કરનારા વ્યક્તિઓના નામ અનેક બાળકોની ઓળખ બની રહેતા હોય છે. એક સમયે સુનિલ ગાવસ્કરના સિક્કા પડતા ત્યારે બાલ્ય અવસ્થામાં રહેલા અનેક બાળકોના નામ સુનિલ પાડવામાં આવ્યા હતા. જે કાળક્રમે સચિન અને હવે વિરાટમાં તબદીલ થતાં જોઈ શકાય છે. આવો જ નામનો મહિમા હોકીમાં બલબિરનો હતો. એક સમય હતો, જ્યારે ભારતીય હોકી ટીમમાં બલબિર નામના ત્રણથી ચાર ખેલાડીઓ એકસાથે રમતાં હોય. આ સમયે કોમેન્ટ્રી સાંભળવી રસપ્રદ બનતી. કારણ કે તેમાં સાંભળવા મળતું કે, યે ગેંદ પહોંચી બલબીર કે પાસ, ઉન્હોને ડિફેન્ડરનો મહાત કરકે ગેંદ કો, બલબીર કિ ઔર આગે બઢાયા. ઔર બલબીરને ઉસે ફોરવર્ડમેં ખેલ રહે બલબીર કો પાસ દિયા. જિન્હોને ગોલ કર કે ભારત કો બઢત દીલા દી...

ભારતીય હોકીની ગોલ્ડન જનરેશનમાં બલબિર સિંહ સિનિયર તો આ બધાના ભિષ્મપિતા સમાન હતા. જેઓ ત્રણ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવાની સાથે અનેક રેકોર્ડ નોંધાવ્યા હતા. તેમની સૂર્ય સમાન પ્રતિભાના તેજ છતાં જેે કેટલાક ખેેલાડીઓએ ભારતીય હોકીમાં પોતાની આગવી છાપ છોડી તેમાં બલબીર સિંહ જુનિયરનું નામ પણ લેવું પડે. બલબિર સિંહ જુનિયરે આંતરરાષ્ટ્રીય હોકીમાં એશિયાડમાં રજત સફળતા હાંસલ કરી હતી. જોકે, ભારતની ઘરઆંગણાની હોકીમાં તેમનું પ્રદાન અદ્વિતિય રહ્યું હતુ. ભારતીય હોકીની ગોલ્ડન જનરેશનમાં પોતાની ઉપસ્થિતિનો અહેસાસ કરાવનારા બલબિર સિંહ જુનિયરનું ૮૮ વર્ષની જૈફ વયે અવસાન થતાં ઈતિહાસમાં વધુ એક યાદગાર પ્રકરણ પર પરદો પડી ગયો છે. 

રેલવે સાથેના જોડાણને કારણે બલબિર સિંહ જુનિયરની ઓળખ રેલવેવાળા બલબિર સિંહ તરીકેની પણ રહી હતી. આંતરરાષ્ટ્રીય હોકીમાં ૧૯૫૧થી ભારતનું પ્રતિનિધિત્વ કરનારા બલબિર સિંહ જુનિયર ૧૯૫૬ના એશિયાડમાં સિલ્વર મેડલ જીતનારી ટીમના સભ્ય હતા. ઈ.સ. ૧૯૫૭ થી ૧૯૫૯ સુધી લગલગાટ ત્રણ વર્ષ રાષ્ટ્રીય હોકીમાં ચેમ્પિયન બનનારી રેલવેની ટીમની સફળતામાં બલબિર સિંહ જુનિયરનો ફાળો મહત્વનો રહ્યો હતો.

જોકે તેઓ તેમના સાથીઓની જેમ આંતરરાષ્ટ્રીય હોકીમાં ઓલિમ્પિક સહિતની સ્પર્ધાઓની ઊંચાઈએ પહોંચી શક્યા નહતા. આમ છતાં તેમણેે વિતેલા વરસના સુપરસ્ટાર્સ જેવા કે બલબિર સિંહ સિનિયર, લેસ્લી ક્લાઉડિઅસ, પ્રિથિપાલ સિંહ, બાલકૃષ્ણ અનેે ચાર્લ્સ સ્ટીફન્સનો ભારે આદર પ્રાપ્ત કર્યો હતો. તેમની સાથે જ હોકી રમીને તૈયાર થયેલા બલબીર સિંહ જુનિયરે ઘરઆંગણાની હોકીમાં જબરજસ્ત પ્રભાવ પાડયો હતો.

આઝાદી પૂર્વે ઈ.સ. ૧૯૩૨ની બીજી મે ના રોજ જન્મેલા બલબિર સિંહ જુનિયરે તેમના વતન જાલંધરના સંંસારપુરમાં જ હોકીની પ્રાથમિક તાલીમ મેળવી હતી. તેે સમયે મેજર ધ્યારચંદનો દબદબો હતો અને ભારતીય હોકી ટીમ અજેય મનાતી હતી. તેમાંય સંંસારપુર એ ભારતીય હોકીનું તેે સમયની નાલંદા વિદ્યાપીઠ સમાન હતુ. જ્યાં વિશ્વશ્રે ખેલાડીઓ તૈયાર થતાં. બલબિર સિંહ સિનિયર પણ તે જ ગામના હતા અને તેમના જેવા ધુરંધરની છત્રછાયામાં તૈયાર થયેલા બલબિરને શરુઆતથી જ જુનિયર બલબિર એવું નામ મળ્યું. બહોળા પરિવારમાંથી આવતા બલબિર સિંહ જુુનિયરના બે ભાઈઓ દ્વિતિય વિશ્વયુદ્ધમાં વિરગતિનેે પ્રાપ્ત થયા હતા. તેઓ પણ હોકીના અચ્છા ખેલાડી હતા, જેના કારણે પણ બલબિર માટેે હોકી આકર્ષણનું કેન્દ્ર હતી. 

જુનિયર હોકી ટીમોમાં કમાલનો દેખાવ કરનારા બલબિર સિંંહ જુનિયરે લ્યાલપુર ખાલસા કોલેજમાંથી અભ્યાસ કર્યો અને આ દરમિયાન ઈન્ટર યુનિવસટીમાં ભાગ લીધો. બલબીર સિંહ જુનિયરના નેતૃત્વ હેઠળની ટીમેે ઓલ ઈન્ડિયા ચેમ્પિયનશિપ જીતી લીધી. આ સમયે તેમને બંગાળમાં ચાલતી ઈસ્ટ બંગાળ હોકી લીગના એક પ્રતિનિધિએ તેમનો સંપક કર્યો અને કલકત્તા લીગમાં રમવા માટે લોભામણી ઓફર મૂકી. જેને બલબિર સિંહ જુનિયરે સ્વીકારી લીધી. 

જોકે તેના આ નિર્ણયથી નારાજ પંજાબ હોકી એસોસિએશને તેમના પર પ્રતિબંધની ધમકી ઉચ્ચારી. બલબિર સિંહ જુનિયરે તેમનો કોન્ટ્રાક્ટ બચાવવા માટે ભરપૂર પ્રયાસ કર્યા, પણ પંજાબ હોકી એસોસિએશન ટસનું મસ ન થયું. આખરે એસોસિએશને તેમને પોલીસની નોકરીની ઓફર આપી. જોકે, જુનિયર બલબિર પંજાબ પોલીસની હોકી ટીમમાં ચાલતા જુથવાદથી વાકેફ હતા એટલેે તેઓ પાછા આવવા માંગતા નહતા. આખરે તેમણે પંજાબ સાથેે છેડો ફાડયો અને કોલકાતાને નવા હોમટાઉન તરીકે સ્વીકારી લીધું. 

નેશનલ ગેમ્સ માટેની બંગાળની ટીમમાં પણ તેમની પસંદગી કરવામાં આવી હતી. આ દરમિયાન. ઈ.સ. ૧૯૫૧માં તેઓને અફઘાનિસ્તાન પ્રવાસ માટેની ટીમમાં સ્થાન મળ્યું હતુ. તે સમયે ભારતીય હોકી તેના સુવર્ણયુગમાં હતી અને ભલભલા પ્રતિભાશાળી ખેલાડીઓને બેન્ચ પર બેેસવામાં તેેમની આખી કારકિર્દી પસાર કરવી પડી હતી, જે યાદીમાં બલબિર સિંહ જુનિયરનું નામ પણ મુકી શકાય.

કોલકાતા લીગના વિવાદ બાદ પંજાબની હોકીમાંથી તેમનું મન ઉઠી ગયું હતુ. આ દરમિયાન તેમનો એક મિત્ર સરપાલ સિંહ રેલવેમાં જોડાયો અને તેની પાછળ-પાછળ બલબિર પણ ભારતીય રેલવેના એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં જોડાયા. 

ઈ.સ. ૧૯૫૮ના ટોકિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનારી ટીમમાં તેઓ સામેલ હતા. તે સમયે તેમને બલબિર સિંહ સિનિયરના બેેકઅપ તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા. જોકે, ટુર્નામેન્ટમાં તેઓ ઈન સાઈડ લેફ્ટની પોઝિશનમાં રમ્યા હતા. ઘરઆંગણાની હોકીમાં તેમણેે રેલવેને ગૌરવ અપાવતા સળંંગ ત્રણ વખત ૧૯૫૭ થી ૧૯૫૯ સુધી ચેમ્પિયન બનાવ્યું હતુ. 

દરમિયાનમાં ઈ.સ. ૧૯૬૨માં સિયાચિન યુદ્ધની સ્થિતિ વખતે સૈૈન્યમાં ત્વરિત ભરતી ચાલુ થઈ. પરિસ્થિતિ જોતા તેેમણે દેશ સેવા માટે ભારતીય સૈન્યમાં જોડાવાનું નક્કી કર્યું. તેેઓને ઈમરજન્સી કમિશન્ડ ઓફિસર તરીકે તક મળી અને ત્યાર બાદ તેમણે હોકીની સાથે સાથેે સૈન્યમાં ફરજ બજાવી. સર્વિસીસની ટીમમાંથી પણ તેમણે તેેમની હોકીનો જાદુ ચલાવ્યો અને આખરે ૧૯૮૪માં તેઓ મેજર તરીકે નિવૃત્ત થયા. 

નિવૃત્તિ બાદ તેઓ ચંંદિગઢમાં જ સ્થાયી થયા. નિવૃત્તિ બાદ પણ તેમણે સ્પોર્ટસ સાથેેનો સંબંંધ જારી રાખ્યો. તેઓ ટેનિસ અને ગોલ્ફ રમતાં તેમજ હોકીની મેચો પણ ભારે રસપૂર્વક નિહાળતાં. ૮૮ વર્ષના જુનિયર બલબિરને વુહાન વાઈરસનું સંક્રમણ થતા દાખલ કરવા પડયા હતા. જ્યાં તેમણે હોસ્પિટલમાં જ સંઘર્ષ બાદ અંતિમ શ્વાસ લીધા હતા.

બલબિર સિંહ જુનિયરની કારકિર્ર્દી આંતરરાષ્ટ્રીય સ્તરે વિસ્તાર પામી શકી નહતી, પણ તેમની પ્રતિભા વૈશ્વિક સ્તરની હતી તેમાં કોઈ બે મત નથી. ભારતીય હોકીને ઉપર લાવવામાં તેમના જેવી અનેક અજાણી પ્રતિભાઓએ તેમની આખી જિંદગી કુરબાન કરી લીધી છે અને એજ કારણે આજે ભારતીય હોકીના ભૂતકાળનો  ઉલ્લેખ થતાં દરેક ભારતીયની આંખોમાં ચમક આવી જાય છે. 



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2P2hKhU
Previous
Next Post »