
આણંદ : આણંદ જિલ્લાની મામલતદાર કચેરીઓમાં આવેલ જન સેવા કેન્દ્રો ખાતે વિવિધ પ્રકારના દાખલા સંબંધિત કામગીરી માટે ખૂબ જ મોટા પ્રમાણમાં માણસો એકત્રિત થતા હોઈ લોકોના અરસ-પરસના સંપર્ક થવાથી વાયરસનું સંક્રમણ વધી જવાની શક્યતા રહેલ છે. કોરોના વાયરસ રોગને ફેલાતો અટકાવવા માટે તકેદારીના ભાગરૂપે તમામ જનસેવા કેન્દ્રો તા.૧૨/૦૪/૨૦૨૧ના રોજ બંધ રાખવામાં આવેલ છે.
સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર દ્વારા કોવિડ-૧૯ને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા મુજબ સરકારની ગૃહવિભાગ, ગાંધીનગરના તા.૦૬/૦૪/૨૦૨૧ના પરિપત્રથી અત્યંત આવશ્યક ન હોય તે સિવાય મુલાકાતીઓના પ્રવેશ પર પ્રતિબંધ રાખવાની સૂચના આપેલ છે. તે મુજબ સમગ્ર આણંદ જિલ્લામાં શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં કેસોની સંખ્યા દિન-પ્રતિદિન વધી રહેલ હોઈ વધારાને ધ્યાને લઈ કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા લોકોની ભીડ એકત્રિત ન થાય તેમજ સોશ્યલ ડિસ્ટન્સનું પાલન થાય તે માટે શહેર તથા જિલ્લાની મામલતદાર કચેરીઓમાં આવેલ જન સેવા કેન્દ્રો ખાતે વિવિધ પ્રકારના દાખલા સંબંધિત કામગીરી માટે ખૂબ જ મોટા પ્રમાણમાં માણસો એકત્રિત થતા હોઈ લોકોના અરસ પરસ સંપર્ક થવાથી વાયરસનું સંક્રમણ વધી જવાની શક્યતાઓ રહેલ છે.
કોરોના વાયરસ રોગને ફેલાતો અટકાવવા માટે તકેદારીના ભાગરૂપે તમામ જનસેવા કેન્દ્રો તા.૧૨/૦૪/૨૦૨૧ના રોજ બંધ રાખવામાં આવ્યા હોવાનું જાહેર જનતાને નોંધ લેવા વહીવટી તંત્ર, આણંદ દ્વારા જણાવાયું છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2QfuQso
ConversionConversion EmoticonEmoticon