બોલો, બ્રહ્માંડમાં દૃશ્યં તારા વધારે કે પૃથ્વી પર અદૃશ્યવ વાઇરસ વધુ?


- એકનજરઆતરફ-હર્ષલપુષ્કર્ણા

- વિષાણુ: મનુષ્ય-નો મિત્ર કે શત્રુ?  મગજને વૈચારિક ખોરાક દેતું વિષાણુ વિશેનું ગમ્મએતભર્યું જ્ઞાન, વિસ્મનયભર્યું વિજ્ઞાન અને ઉપરથી ચપટીભર તત્વખજ્ઞાનનો તડકો

- વિષાણુને આપણે હંમેશાં વિલનના રોલમાં જોવાને ટેવાયેલા છીએ, માટે તેના સદ્ગુાણો તરફ જલદી ધ્યાઆન પડતું નથી. ખરું પૂછો વિષાણુ વિના મનુષ્યમનું અસ્તિસત્વજ લાંબો સમય ટકી શકે તેમ નથી.

આજથી ૧૩.૮ અબજ વર્ષ પહેલાં બિગ બેંગ કહેવાતા મહાવિસ્ફોટટે બ્રહ્માંડને જન્મજ આપ્યો  હોવાનું કહેવાય છે. પશ્ચિમી જગતના ખગોળવિદ્દો જેને અંગ્રેજીમાં કોસ્મિફક એગ (ઇંડું) કહે છે તે ફાટવાથી બેસુમાર ઊર્જાનો ધોધ દસેય દિશામાં સડસડાટ વહી નીકળ્યો ત્યાજર પછી ઊર્જાનું પદાર્થમાં રૂપાંતર થતું ગયું તેમ પૃથ્વીા જેવા નાના-મોટા અવકાશી પિંડ, હાઇડ્રોજન, હિલિયમ, મિથેન વગેરે વાયુઓ તથા આપણા સૂર્ય જેવા તારાઓનું બનેલું બ્રહ્માંડ અસ્તિકત્વરમાં આવ્યું.

બિગ બેંગ થયાની પ્રથમ માઇક્રોસેકન્ડરથી માંડીને આજ દિન સુધી બ્રહ્માંડ સતત વિસ્ત્રતું રહ્યું છે. પરિણામે અફાટ અંતરિક્ષનો સાથરો ચોક્કસ કેટલો એ હજી પાકા પાયે કળી શકાયું નથી. બીજી તરફ, દીર્ઘ દૃષ્ટિરવાળા આધુનિક ટેલિસ્કોજપની મદદથી માનવજાત અવકાશનો જેટલો ફલક ફંફોસી ચૂકી છે તેનું માપ ૧૬ની પાછળ ૨૩ મીંડાં લગાવો એટલા કિલોમીટર છે! આટલી વિશાળ, કાળીધબ્બ  અવકાશી ચૂંદડીમાં જડાયેલા તારારૂપી આભલાની સંખ્યાો કેટલી હોવાનું ધારો છો? 

અાકાશી તારા માટે આપણે ભલે અલંકારિક રીતે ગણ્યાડ ગણાય નહિ... ઉક્તિ વાપરીએ, પણ ભૌતિકશાસ્ત્રી ઓ મેથેમેટિકલ ફોર્મ્યુલાઓ વડે તારાની સંખ્યાિ ક્યારના ગણી ચૂક્યા છે. આપણી સૂર્યમાળા milkyway/ દૂધગંગા કહેવાતી જે આકાશગંગામાં આવેલી છે તેમાં કમ સે કમ ૧૦૦ અબજ તારા હોવાનો અંદાજ છે. (સૂર્ય તેમાંનો એક છે.) દૃશ્યછ બ્રહ્માંડમાં આવી તો ૧૦,૦૦૦ અબજ આકાશગંગા છે. પ્રત્યેરકમાં મિનિમમ ૧૦૦ અબજ તારા હોવાનું ગણતરીમાં લઈએ તો પણ તારાઓનો કુલ જુમલો ૧ની પાછળ ૨૪ શૂન્યોે ચડાવો એટલો તોતિંગ બને. એક આડવાત: આટલા મોટા ફિગરનો સૂચક કોઈ શબ્દ  જગતની એકેય સંસ્કૃઆતિ આપી શકી નથી. નવમી સદીના ભારતીય  ગણિતશાસ્ત્રીશ મહાવીરાચાર્યે તેમના ગ્રંથ ‘ગણિતાસારસંગ્રહ’માં ૧ની પાછળ ૨૪ શૂન્યોગના આંકડાને મહાક્ષોભ નામ આપ્યું છે.

■■■

હવે વાત વિષાણુની કે જેના અસ્તિનત્વ નું પહેલું પગેરું આજથી સવાસો વર્ષ પહેલાં મળ્યું હતું. ઈ.સ. ૧૮૯૮નું વર્ષ હતું. યુરોપી દેશ નેધરલેન્ડ્ઝાના વનસ્પળતિશાસ્ત્રીપ માર્ટિનસ બેઇજરિંક તેમની લેબોરેટરીમાં વિવિધ છોડનો બાયોલોજિકલ અભ્યા સ કરી રહ્યા હતા. એક દિવસ તેમણે જોયું કે લેબોરેટરીમાં મૂકેલા તમાકુના છોડને કશોક રોગ લાગુ પડતાં પાંદડાં પર આછા પીળા રંગનાં ચકામાં ઊપસી આવ્યાં હતાં. છોડના પર્ણોમાં રહેલા કોષો પર કોઈ ભેદી જીવાતનો હુમલો થયો હોવાનું માર્ટિનસ પામી ગયા. જો કે, સાજાસમા કોષોને બરબાદ કરી દેનાર જીવાત નજરે દેખાતી નહોતી. બલકે, તેનું કદ બેક્ટીરિઆ કરતાં પણ નાનું હતું. આથી તમાકુના છોડ પર ઝેરી અસર જન્માોવતા ભૂતિયા આક્રમણખોર માટે માર્ટિનસે virus/ વાઇરસ શબ્દ  પ્રયોજ્યો. લેટિન ભાષામાં વાઇરસનો અર્થ ટોક્સિન એટલે કે વિષ થાય છે.

નામની પસંદગીમાં માર્ટિનસ બેઇજરિંકે જરા ઉતાવળ કરી નાખી. વિષાણુનાં સારાં પાસાં તેઓ બરાબર સમજ્યા હોત તો વાઇરસ નામકરણ કદાચ કર્યું ન હોત. ખેર, અન્યં સજીવના કોષમાં ટોક્સિન પેદા કરતા ઉપદ્રવી હુમલાખોર માટે તેમણે વાપરેલા વાઇરસ શબ્દખનો સિક્કો જામી ગયો. જીવવિજ્ઞાનને એક નવો શબ્દત મળ્યો તેમ વાઇરોલોજિ (વાઇરસનો અભ્યા સ) નામની એક નવી શાખા પણ ખૂલી.

આજે વાઇરસ શબ્દલ કાને પડતાં જ અકળામણ, તિરસ્કા ર, ઘૃણા, ભય જેવી લાગણીઓ થવા લાગે છે—અને કોરોના જેવા વિષાણુઓ તેવી લાગણીઓ જન્માકવવા માટે નિમિત્ત બન્યા, પણ છે. પરંતુ અન્ડશરલાઇન કરીને નોંધવા જેવી હકીકત એ છે કે બધા વિષાણુ કોરોના જેવા ખેપાની અને ભાંગફોડિયા હોતા નથી. બીમારીના યા મહામારીના કારક પણ હોતા નથી. બલકે, ઘણા વિષાણુઓ તો માનવજાતના શુભચિંતકો છે. કઈ રીતે? એ સમજતા પહેલાં શીર્ષકમાં પૂછેલા પ્રશ્નનો ઉત્તર આપી દઈએ.

■■■

કેટલાંક વર્ષ પહેલાં જીવવિજ્ઞાનીઓની એક ટીમને સવાલ થયો કે ધરતી પર વિવિધ વિષાણુઓની કુલ વસ્તીવ કેટલી હશે? લાંબા સંશોધન પછી ‘માઇક્રોબાયોલોજિ બાય નમ્બણર્સ’ શીર્ષક હેઠળ તેમણે રિસર્ચ પેપર પ્રસિદ્ધ કર્યું. પૃથ્વીધ પર આશરે ૧ લાખ અબજ, અબજ, અબજ એટલે કે ૧ની પાછળ ૩૨ મીંડાં ચડાવો એટલા વિષાણુઓ હોવાનું તેમાં જણાવ્યું. આની સામે દૃશ્યક બ્રહ્માંડના કુલ તારાઓનો પેલો ગંજાવર આંકડો જરા યાદ કરો! ૧ પાછળ બે ડઝન શૂન્યોેના મહાક્ષોભ ફિગરને પૃથ્વીા પરના વિષાણુનો વસ્તીયઆંક ક્યાંય ટપી જાય છે.

નરી આંખે ન દેખી શકાતા તમામ વિષાણુઓને કલ્પિોત ત્રાજવાના એક પલ્લાકમાં એકત્રિત કરો, તો ત્રાજવાને સમતુલિત કરવા માટે સામા પલ્‍લે ૧,૮૦,૦૦૦ કિલોગ્રામ વજનની એક એવી કુલ ૭.પ કરોડ ભૂરી વ્હેાલ મૂકવી પડે.

સરેરાશ વિષાણુ પચાસેક નેનોમીટરનું (૦.૦૦૦૦૦૦૦૨ મિલિમીટરનું) નજીવું કદ ધરાવતો હોય છે. પૃથ્વીે પરના બધા વિષાણુને ‘પકડી પકડીને’ ડાહ્યાડમરા વિદ્યાર્થીઓની જેમ કતારબંધ ગોઠવો તો તેમની સાંકળ એટલી લાંબી બને કે પૃથ્વી૦ અને દેવયાની આકાશગંગા વચ્ચેા ૧૭ વખત હરોળ રચી શકાય. બાય ધ વે, આપણી પૃથ્વીઅથી નજીકમાં નજીક આવેલી M31/ દેવયાની નામની આકાશગંગા પચ્ચીબસ લાખ પ્રકાશવર્ષના અંતરે છે. એક પ્રકાશવર્ષ બરાબર ૯,૪૬,૦પ૩ કરોડ કિલોમીટર થાય. આ હિસાબે ૨પ લાખ પ્રકાશવર્ષ એટલે કેટલું અંતર થયું તે ફુરસદ અને ધીરજ હોય તો ગણી કાઢજો.

■■■

નવાઈની વાત કે બ્રહ્માંડમાં તારાની સંખ્યા  કરતાં ધરતી પર વિષાણુઓ ક્યાંય વધુ અને વ્યાનપક હોવા છતાં કોરોના જેવી મહામારીને બાદ કરતાં મનુષ્યવને વાઇરસનો ભય નથી. ઊલટું, જેમનો ચેપ લાગી શકે તેવા વાઇરસની સંખ્યાર ૨૧૬ કરતાં વધારે નથી. આમાંના ૧૭૪ પ્રકારના વિષાણુને તો આપણે શરીરમાં લગભગ કાયમી ધોરણે આશરો આપીને બેઠા છીએ. જીવવિજ્ઞાનીઓએ કાઢેલા એક તારણ મુજબ માનવ શરીરમાં વિષાણુઓનો કુલ જુમલો ૩,૮૦,૦૦૦ અબજ જેટલો છે! માનો યા ન માનો જેવી બીજી હકીકત: આપણી જિનેટિક બ્લૂા પ્રિન્ટઞનો ૮.૩ ટકા હિસ્સોા વિવિધ વિષાણુ અને તેણે સર્જેલા ગુણવિકારને (મ્યૂ્ટેશનને) આભારી છે. માનવીનું આયખું માત્રને માત્ર હાડ-માંસ, રુધિર અને કોષોનું જ બનેલું નથી. બલકે, વિષાણુ, બેક્ટીરિઆ, ફંગસ પણ તેના બાંધકામમાં રેત-સિમેન્ટનની જેમ ઓતપ્રોત છે. વળી માત્ર શરીર કેમ? વાતાવરણમાં, જમીન પર, જળાશયોમાં અને દરિયામાં સુધ્ધાંુ વિવિધ જાતના વિષાણુઓનો એટલો ખીચોખીચ જમાવડો થયેલો છે કે ન પૂછો વાત! જેમ કે,

દરિયાના ૧ લિટર પાણીમાં ૧૦૦ અબજ વાઇરસ ભળેલા હોય છે. નદી-સરોવરના ૧ મિલિલિટર જળમાં તેમનો સ્કોીર ૧૦ કરોડ કરતાં ઓછો નથી. (ઓસ્ટ્રેમલિયામાં લગભગ અઢી કરોડ લોકો વસે છે.) જે તે ભૌગોલિક પ્રદેશની માટીના નમૂના ચકાસીને સંશોધકોએ કાઢેલા તારણ મુજબ ૧ ટેબલ સ્પૂ)ન માટીમાં લગભગ ૧ અબજ વિષાણુનો વાસ છે. આફ્રિકા ખંડની કુલ માનવવસ્તી:  ૧.૧ અબજ!

■■■

આ બધા ચોંકાવનારા આંકડા જાણીને સ્વાેભાવિક રીતે સવાલ થાય કે પૃથ્વીઆ પર જો ૧ની પાછળ ૩૨ શૂન્યો  જેટલી (કે પછી તેના કરતાં ક્યાંય વધારે) સંખ્યામમાં વિષાણુ છે અને તેમાંના ફક્ત અમુક આપણા માટે એક યા બીજી મુસીબત નોતરી લાવે છે તો બાકીનાનું શું? સર્જનહારે શા માટે તેમનો આટલો વ્યાયપક જમાવડો કર્યો છે? આ સવાલ અમેરિકાની વિસ્કોજન્‍સિન યુનિવર્સિટીના ટોની ગોલ્ડ‍બર્ગ નામના વિજ્ઞાનીને પૂછો તો તેઓ કંઈક આવો જવાબ દે:

‘ઇલમની જાદુઈ લાકડી ઘુમાવો અને જળ-વાયુ-ભૂમિ અને શરીરમાંથી તમામે તમામ વિષાણુઓને પળવારમાં નાબૂદ કરી દો. હવે દિવ્યે વસુંધરા અગાઉ કરતાંય વધુ દિવ્યુ લાગશે, પણ તેને માણવા માટે તમારી પાસે માંડ થોડાક દિવસ રહેશે. કારણ કે વાઇરસને હાંકી કાઢ્યા પછી પૃથ્વીણ પર માનવજાતનું અસ્તિથત્વર લાંબો સમય ટકે જ નહિ!’

ઉપરોક્ત વિધાનમાં રતીભાર અતિશયોક્તિ લાગે, કેમ કે વિષાણુને આપણે હંમેશાં વિલનના રોલમાં જોવાને ટેવાયેલા હોવાથી  તેના સદ્ગુાણો તરફ જલદી ધ્યાેન પડતું નથી. કેટલાંક ઉદાહરણો:

■જગતમાંઅત્યાેરેલગભગ૪કરોડલોકોએઇડ્સનાશિકારછે. આહઠીલારોગનોદરદીઅત્યંયતધીમીગતિએમોતતરફધકેલાતોહોવાનુંસૌજાણેછે. પરંતુગતિધીમીહોવાપાછળનાપરિબળનું નામ છે: GB Virus C. આ વિષાણુ દરદીના શરીરમાં સાઇટોકાઇન પ્રતિદ્રવ્યોપનું ઉત્પા દન કરવામાં નિમિત્ત બને છે અને તે પ્રતિદ્રવ્યો એઇડ્સ સામે લડત આપવામાં સહાયક બને છે.

■કેન્સાર (કર્કરોગ) નિવારવાનોકોઈસચોટઉપચારઆજદિનસુધીમળ્યોનથી. પરંતુકુદરતેહર્પિસરોગના કારક HSV-1 વિષાણુમાં કેન્સદરજન્યિ ગાંઠો સામે જંગ છેડવાનો કુદરતી ગુણ આપ્યો છે. અમેે‌િરકાના સાન ફ્રાન્સિાસ્કોમ શહેરની તબીબી લેબોરેટરીમાં કેન્સગરના પેશન્ટર પર HSV-1 વિષાણુના મારાનો પ્રયોગ  ઘણે અંશે સફળ થયો છે.

■અગાઉજણાવ્યુંતેમમનુષ્યમની૮.૩ટકાજિનેટિકબ્લૂય પ્રિન્ટ વાઇરસને આભારી છે. ત્રણેક વર્ષ પહેલાં બે નોખા વૈજ્ઞાનિક સંશોધનોમાં જાણવા મળ્યું તેમ તે બ્લૂક પ્રિન્ટેમાં લખાયેલા કમાન્ડીના આધારે શરીરમાં બનતું ખાસ પ્રોટીન મસ્તિણષ્ક માં યાદદાસ્તૂને લાંબા ગાળા માટે સંઘરવામાં સહાયભૂત બને છે. આ કમાન્ડ્ વિષાણુએ માનવ શરીરમાં દૂરના ભૂતકાળમાં સર્જેલા સકારાત્મમક ગુણવિકારને આભારી છે. 

■આજનોહોમોસેપિઅન્સઆસેપિઅન્સ કહેવાતોમનુષ્યમપોતાનોવંશવેલોઆગળધપાવીશકેછેતેપણ૧.૩કરોડવર્ષપહેલાંરેટ્રોવાઇરસેશરીરમાંલાવેલાગુણવિકારનોકમાલછે.

■પૃથ્વીલપરબેક્ટીરિઆનીવ્યાેપકવસ્તીછ છે. બેક્ટીરિઆ બહુ ઝડપથી ગુણાકાર પામીને વસ્તીપ વધારો કરતા હોય છે. આમ છતાં પૃથ્વીપ પર તેમનો રાફડો હજી ફાટ્યો નથી, કેમ કે phages વિષાણુઓ બેક્ટીરિઆની વસ્તીી કાબૂમાં રાખે છે. ગ્રીક ભાષામાં phages એટલે ભરખી જવું. નામ પ્રમાણે ગુણ ધરાવતા એ વિષાણુ બેક્ટીરિઆને ચેપગ્રસ્ત  કરી તેમનો નાશ કરી દે છે. ટૂંકમાં, phages વિષાણુ ન હોત તો આજે પૃથ્વીસ પર બેક્ટીરિઆ એકચક્રી શાસન ભોગવતા હોત. ખોરાકના અભાવે અન્યe સજીવોનું આવી બન્યુંૃ હોત.

■આંતરડાંમાંઅડ્ડોજમાવીનેબેઠેલાબેક્ટીરિઆનીઆબાદીનેપણphages વિષાણુ કાબૂમાં ન રાખે તો પાચનતંત્ર ખોરવાતાં આપણા દિવસનો બહુધા સમય ટોઇલેટ સીટ પર વીતે!

આવા બીજા અનેક ઉદાહરણો ટાંકી શકાય કે જેમને જાણ્યા પછી સંભવ છે કે વાઇરસને જોવાનો દૃષ્ટિજકોણ બદલાય. વનસ્પ તિશાસ્ત્રીે માર્ટિનસ બેઇજરિંક ભૂલમાં વિલન તરીકે ચીતરેલો વિષાણુ શત્રુને બદલે મિત્ર લાગે.

■■■

આ ચર્ચાનો ટૂંક સાર એટલો કે પૃથ્વીક પર આટઆટલા વિષાણુ વસાવવા પાછળ કુદરતની ગણતરી જીવજગતમાં સંતુલન જાળવવાની છે. ખરું પૂછો તો સમસ્યાા વિષાણુ નહિ, મનુષ્યક સર્જે છે. આ રીતે—

બર્ડ ફ્લૂ, સ્પેાનિશ ફ્લૂ, ઇબોલા, સાર્સ, કોરોના જેવા ઘાતક વાઇરસ આવ્યા ક્યાંથી? 

મરઘાં-બતકાં, ચામાચીડિયાં, ચિમ્પાોન્ઝીા, ડુક્કર, પેંગોલિન વગેરે જેવા મનુષ્યેલતર જીવોમાંથી! 

શા માટે આવ્યા?

કારણ કે એ સજીવો માટે કુદરતે રચી આપેલા અદૃશ્ય, ગોખલામાં મનુષ્યીએ પેસારો કર્યો. જંગલો કાપીને તેમનો આવાસ છીનવ્યો તેમજ ખોરાકમાં જે તે સજીવનો ઉપયોગ કર્યો. 

ઉપાધિનું મૂળ ત્યાં  રહેલું છે. મનુષ્યેવતર જીવોમાં (દા.ત. પેંગોલિનમાં) નિષ્ક્રિ ય રહેતા વિષાણુ (દા.ત. કોરોના)  મનુષ્યેના શરીરમાં દાખલ થયા પછી કેવો ઉધામો લે છે એ હવે માનવજાતને સમજાવવું પડે ખરું?

—અને છતાં સમજે એ બીજા! સો વાતની એક વાત કે કુદરતે રચેલા વિષાણુઓના મેળાવડા વચ્ચેન આપણે વર્ષોથી જીવતા આવ્યા છીએ અને વર્ષોના વર્ષો જીવવાનું છે. વિષાણુ ક્યાંય જવાનો નથી. કોરોના પણ અહીં જ રહેવાનો છે!

‘મેરા નામ જોકર’ ફિલ્મંના ગીતની कल खेल में, हम हों न हों गर्दिश में तारे रहेंगे सदा... પંક્તિમાં ચાહો તો (ગીતકાર શૈલેન્દ્ર ની માફી સાથે) ‘તારે’ની જગ્યાमએ ‘વિષાણુ’ શબ્દક મૂકી શકો છો.■



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31QLO2x
Previous
Next Post »