
શિળાની ઋતુ પુરી થતાં જ કાળઝાળ ગરમી પડવાની શરૂ થઇ જાય છે અને બદલતી મોસમને સાથે ત્વચાની દેખભાળ રાખવી મહત્વનું બની જાય છે. શિયાળામાં ત્વચા રૂક્ષ અને ખેંચાયેલી રહેતી, તે હવે ઉનાળામાં તડકો તથા પરસેવાને કારણ ત્વચા ચીકણી રહે છે. તેથી જ ત્વચાનું સૌંદર્ય જાળવી રાખવા જરૂરી છે સ્કિન કેર રૂટિનની.
મોટાભાગના લોકો એક ગેરસમજનો ભોગ બને છે કે ગરમીમાં ત્વચાને મોઇશ્ચરાઇઝરની જરૂર પડતી નથી. આ મોસમમાં ત્વચા ચીકણી જ રહેતી હોય છે. તેથી મોઇશ્ચરાઇઝર લગાડવાથી ત્વચા વધુ ચીકાશ પડતી થઇ જશે. પરંતુ વાસ્તવિકતા એ નથી.ત્વચાને મોઇશ્ચરાઇઝરની જેટલી જરૂર ઠંડી ઋતુમાં હોય છે તેટલી જ ગરમીની મૌસમમાં હોય છે. આ દિવસોમાં નિયમિત રીતે મોઇશ્ચરાઇઝર કરવાથી ઉનાળામાં ત્વચા તાજગીયુક્ત રહેશે.
ચહેરા પર પાણીના છાંટા મારવાથી તરત જ તાજગી અનુભવાશો. દિવસમાં ઓછામાં ઓછા ચાર-પાંચ વખત ચહેરા પર પાણીના છાંટા મારવા. ફક્ત એકવાતનું ધ્યાન રાખવું કે પાણી વધુ પડતુ ગરમ કે ઠંડુ ન હોવું જોઇએ. ચહેરા પર નિયમિત વરાળનો શૅક લઇ ટિશ્યૂ પેપરથી લૂછવું અને મોઇશ્ચરાઇઝર લગાડવું. મોઇશ્ચરાઇઝર લગાડતાં પૂર્વે ધ્યાન રાખવું કે ત્વચા કોરી હોવી જોઇએ એટલે ભીની બિલકુલ ન હોવી જોઇએ.
મોઇશ્ચરાઇઝર ત્વચાના રક્ષણ માટે મહત્વનું છે. જાણીને નવાઇ લાગે તેવી વાત છે પરંતુ ગરમીમાં મોઇશ્ચરાઇઝરની વધુ જરૂર હોય છે. મોટાભાગના લોકો કદાચ એક વાતથી અજ્ઞાાન હશે કે શિયાળાની ઠંડી હવાથી જેે ત્વચા ચમકતી તાજગીસભર રહેતી હતી, તે ગરમી શરૂ થતાં અચાનક નિસ્તેજ, ચીકણી થવા લાગે છે. તેનું મુખ્ય કારણ એ કે ઠંડીમાં ત્વચાનું કુદરતી ઑઇલ સુકાઇ જાય છે. જ્યારે ગરમીમાં ત્વચામાંથી ઑઇલ વધુ નીકળે છે. તેથી ત્વચાના ઑઇલનું સંતુલન જાળવી રાખવા આ ઋતુમાં પણ મોઇશ્ચરાઇઝરની જરૂર પડે છે.
મિલ્કયુક્ત મોઇશ્ચરાઇઝરનો વપરાશ ઉત્તમ રહે છે. એ ત્વચાને સુરક્ષા પ્રદાન કરવાની સાથે સાથે ત્વચામાંના પાણીનું સંતુલન જાળવી રાખે છે. મિલ્કયુક્ત મોઇશ્ચરાઇઝર ન વાપરવું હોય તો પાણીથી ત્વચાને તાજગી પૂરી પાડવી. તેનું મુખ્ય કારણ એ છે કે ગરમીમાં અધિક પરસેવો નીકળવાથી અને વારંવાર ચહેરો ઘોવાથી ત્વચામાનું ઑઇલ અને પાણીના સંતુલનમાં ગરબડ થઇ જાય છે. તેથી ચહેરા પર પાણીનો છટકાવ કરવા ઉપરાંત ઊચ્ચગુણવત્તાયુક્ત બૉડી લૉશન અથવા વિટામિન 'ઇ' યુક્ત મોઇશ્ચરાઇઝિંગ લૉશનની પણ જરૂર પડે છે. વિટામિન 'ઇ' ત્વચાને ફક્ત પોષણ જ નથી આપતું. સાથે સાથે ત્વચાને સ્વસ્થ, તેજસ્વી, ચમકીલી, મુલાયમ બનાવે છે. વિટામિન 'ઇ'થી ચહેરો ચમકીલો બની જાય છે.
ત્વચાને તડકાથી રક્ષણ આપવું તથા રૂક્ષતાથી બચાવવી. તેથી જ વેસલિન બૉડી લૉશનથી ત્વચાને નિયમિત મોઇશ્ચરાઇઝ કરવી, વિટામિન ઇ યુક્ત વેસલિન બૉડી લોશન ત્વચાને પોષણ આપે છે. ચીકાશ રહિત મિલ્ક-ક્રિમ ફોર્મ્યૂલા ત્વચામાંના તેલ તથા પાણીનું સંતુલન જાળવી રાખે છે. અને તેથી જ ઉનાળામાં ત્વચા ચમકીલી, તેજસ્વી લાગે છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/326hiSA
ConversionConversion EmoticonEmoticon