ખેડા જિલ્લામાં કોરોનાના વધુ 42 પોઝિટિવ કેસ : નડિયાદમાં 7 નાં મોત


નડિયાદ : ખેડા જિલ્લામાં આજ રોજ ૪૨ નવા કોરોના પોઝિટિવ કેસો નોંધાતા કુલ કેસોનો આંક ૪૩૦૦ પર પહોંચ્યો છે.આજે નડિયાદ શહેરમાં ૭ વ્યક્તિઓ કોરોનાને કારણે મૃત્યુ પામ્યા હોવાનુ શહેરના સ્મશાનના ચોપડે નોધાયા છે.

ખેડા જિલ્લામાં  સોમવારે નોંધાયેલા કુલ ૪૨ કેસોમાં  ૨૬ પુરુષ અને  ૧૬ સ્ત્રીઓ છે.ઠાસરા તાલુકાના અને શહેરમાં સૌથી વધુ ૧૨ કેસો નોંધાયા છે,નડિયાદમાં ૧૦,કઠલાલમાં ૯,ગળતેશ્વરમાં ૬,વસો અને મહુધામાં ૨-૨ અને કપડવંજમાં ૧ પોઝીટીવ કેસ નોધાયો છે.નડિયાદ શહેરમાં એપ્રિલ મહિનામાં અત્યાર સુધી નડિયાદમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક  ૫૫ પર પહોંચ્યો  હોવાનુ સ્મશાનના ચોપડે નોધાયું  છે. 

ખેડા જિલ્લામાં કોરોનાને નાથવા માટે રસીકરણ ઝુંબેશને ગતિ આપવામાં આવી છે. જિલ્લામાં રસીકરણ કેન્દ્રો વધારવામાં આવ્યા છે. ખાનગી સંસ્થાઓ અને એકમોને સાથે રાખીને વધારેમાં વધારે નાગરિકો રસી મેળવી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લામાં ૨૦૦ જેટલા રસીકરણ કેન્દ્રો પર કુલ મળી અત્યાર સુધી ૨,૨૭,૫૪૫ નાગરિકોને રસી અપાઈ ચૂકી છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3a5ePwi
Previous
Next Post »