
કાળઝાળ ગરમીને કારણે શરીરે થતા પરસેવાથી ડિહાઇડ્રેશન થવાની શક્યતા વધી જતી હોવાથી કુદરત ગરમીની ઋતુમાં એવા ઉપયોગી થતા ફળ લાવે છે જે સ્વાસ્થ્યના મિત્ર બનીને રહે છે તેમજ ડિહાઇડ્રેશન જેવી તકલીફથી બચાવે છે.
ગરમીની ઋતુમાં કુદરતની ભેટ
- તરબૂચ
પાણીથી ભરપૂર તરબૂચ કુદરતે બક્ષેલી એક એવી ભેટ છે જેમાં ૯૦ ટકાથી પણ વધારે પાણી સમાયેલું હોય છે.તેમજ ખનિજ, ટીઓક્સીડેટ્સ, વિટામિન સી તથા બીટાકેરોટિન જેવા તત્વો હોય છે.આ તત્વો લૂ લાગે તો પણ મદદરૂપ થાય છે. તેમજ ડાયટ કરનારાઓ માટે પણ આશીર્વાદ રૂપ છે.તરબૂચની એક સામાન્ય ચીરમાં ૩૦ કેલરી હોય છે.
- લીચી
પાણીથી ભરેલી લીચી વિટામિન એ તથા વિટામિન સી સમાયેલા છે.જે ગરમીની ઋતુમાં ફાયદાકારક નીવડે છે. લીચીમાં એન્ટીઓક્સીડન્ટસ ભરપૂર હોવાથી ત્વચા માટે પણ લાભદાયક છે. આઠથી દસ લીચીમાં સામાન્ય રીતે ૭૦ કેલરી હોય છે.
ઓછી કેલરી-વધારે ફાયબર
ખરબૂજ તથા તેને મળતા બધા જ ફળોમાં ઓછી કેલરી હોય છે. તેને આરામથી ખાઇ શકાય છે.તેને સ્નેક્સ તરીકે પણ ખાઇ શકાય છે. તેમાં ફાયબર પ્રચૂર માત્રામાં સમાયેલું હોય છે.
- કમાલની કાકડી
પાણીથી ભરેલ આ એક મૌસમી ખાદ્ય છે. ગરમીમાં કાકડી ભોજન સાથે ખાઇ શકાય અથવા સલાડ તરીકે પણ ઉપયોગમાં લઇ શકાય છે. તેમાં પાણી ઉપરાંત અન્ય પોષક તત્વો પણ હોય છે.
- ફળોનો રાજા કેરી
ઉનાળામાં અમૃત ફળનું બિરૂદ પામેલો આંબો કેલરીના મામલામાં અમીર છે. એક કેરીમાં લગભગ ૮૦-૧૦૦ કેલરી સમાયેલી છે.ઉપરાંત તેમાં ફાઇબર,પાણી,સાકર તથા અન્ય પ્રકારના ખનિજ પણ સમાયેલા છે. જે સ્વાસ્થ્ય માટે લાભકારી નીવડે છે.
- સંપૂર્ણ ભોજન કેળા
કેળા સંપૂર્ણ ભોજન સાબિત થયું છે. તેમાં ફાઇબર પણ પ્રચૂર માત્રામાં સમાયેલા છે.
- મેથી
મેથી વાયુને ભગાડે છે.કફનાશક છે.પેટના દર્દમાં રાહત આપે છે. ભૂખ વધારે છે. તાવને દૂર કરે છે. ડાયાબિટિસ તેમજ એસીડીટીમાં લાભદાયક છે.
- આદુ
ઉષ્ણ,વાયુનાશક,શૂળ હરનાર, પાચનક્રિયાને ઉપયોગી તેમજ કફનાશક છે.મધ અને આદુનો રસ પીવાથી ઉધરસમાં રાહત થાય છે.
- કોથમીર
શીતળ છે. તે પિત્ત વિકાર,રક્તસ્ત્રાવમાં રાહત આપે છે. બળતરાને દૂર કરે છે. રૂચિકારક, પાચક અને કબજિયાત હરનાર છે.તેથી જ તે રોજિંદી રસોઇમાં વપરાય છે.
- ફૂદીનો
પેટનો વિકાર દૂર કરનારો છે. તે ઉષ્ણ છે. તેમજ શૂળને હરનારો છે. માસિકને નિયમિત કરે છે.વાયુ તથા કફને દૂર કરે છે.
- લસણ
વાયુનાશક,કૃમિહર,હૃદયરોગ નાશક, શક્તિવર્ધક રસાયણ છે. તેને બાળીને ચાટવાથી ઉધરસ દૂર થાય છે. નિયમિત એક કળી ખાવાથી પેટનો વાયુ તથા નાડીનું શોધન થાય છે.
- હળદર
એલર્જીનાશક,ઉધરસમાં ઉપયોગી, ફોડલા, ઘા, જખમ, મોચમાં લાભદાયક. માર લાગવાથી થયેલો રક્તસ્ત્રાવ અટકાવે છે.
- દૂર્વા
લીલાછમ દૂર્વાનો રસ ખડી સાકરના ભૂક્કા સાથે પીવાથી ઘામાંથી રક્ત વહેતું બંધ થાય છે.
- મૂળા
મૂળાના સેવનથી પેશાબ છૂટથી આવે છે. વાયુનાશક, પિત્તનાશક,માસિકની રૂકાવટ દૂર કરનાર, દીપન, અમ્લપિત્તને દૂર કરનાર છે.
- બથુઆ
ભૂખ વદારનાર, રૂચિવર્ધક તેમજ કબજિયાત હરનાર છે.
- દાડમ
વાયુ, પિત્તનાશક, બળતરા, ડિસન્ટ્રીમાં રાહત તેમજ હૃદય માટે હિતકારી છે.
- લીંબુ
વાયુ વિકાર દૂર કરનાર, રૂચિકારક, પાચક, ઊલ્ટી તથા દસ્તમાં લાભદાયક તથા મૂત્ર છૂટથી આવે છે. આ ઉપરાંત વરિયાળી, તૂરિયા, ભીંડા, કારેલા, લીલાં મરચાં વગેરે રૂચિવર્ધક, કફવર્ધક, બળવર્ધક છે.
નિયમિત પ્રમાણ
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની સલાહ છે કે સ્વાસ્થ્ય માટે નિયમિત ૪૦૦ ગ્રામ ફળ અને શાકનું સેવન કરવું જરૂરી છે.
સાવધાની
ઉપર જણાવેલા ફળો તથા વનસ્પતિઓ ફાયદાકારક છે, પરંતુ તેનો મતલબ એ નથી થતો કે તમે આખો દિવસ તે જ ખાધા કરો.ફળ કાપીને રાખી મૂકવા નહીં. ફળ સમાર્યા બાદ તરત જ ઉપયોગમાં લેવા.ફેરિયા પાસે વેંચાતા ઊઘાડા ફળ ખાવા હાનિકારક સાબિત થઈ શકે છે.
- મીનાક્ષી
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3wQXDEj
ConversionConversion EmoticonEmoticon