
- ગીતકારે ઘણા ભક્તિ ગીતો તેમજ સિરીયલો માટે ગીત લખ્યા હતા
મુંબઇ : પંડિત કિરણ મિશ્રાનું કોરોના વાયરસના સપાટામાં આવ્યા પછી નિધન થઇ ગયું છે. તેમને મુંબઇની અંધેરીની સેવન હિલ્સ હોસ્પિટલમાં ૧૩ એપ્રિલના રોજ દાખલ કરવામાં આવ્યા હતા. ૬૭ વરસની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ૧૬ તારીખના બપોરના તેમનું અવસાન થયું હતું. તેમણે ૧૫ દિવસ પહેલા જ કોરોનાની વેક્સિન લીધી હતી.
સેંકડો ભક્તિ ગીત લખવાની સાથેસાથે તેમણે ઘણી ફિલ્મો અને સિરીયલો માટે ગીત લખ્યા હતા. કિરણ મિશ્રાના પુત્રએ જણાવ્યું હતું કે, અમે પિતાનો સીટી સ્કેન કરાવ્યો હતો પછી તે કોરોના પોઝિટિવ જોવા મળ્યા હતા. આ પછી તેમને ૧૩ એપ્રિલના રોજ અંધેરીની સેવન હિલ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
તેમનું ત્રણ દિવસ પહેલા જ ઓક્સીજન લેવલ નીચે ઊતરી ગયું હતું. પરિણામે તેમને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. તેમનું બ્લડપ્રેશર પણ વધી રહ્યું હતું. તેમજ તેમના સંપૂર્ણ ફેંફસાને ઇન્ફેકશન થઇ ગયું હતું.
તેમણે ૧૫ દિવસ પહેલા જ કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો હતો એ પછી તેમને બે દિવસ પછી હળવો તાવ આવ્યો હતો.
ગાયક અનુપમ જલોટાએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. જલોટાએ કિરણના ૫૦ ભક્તિ ગીતો ગાયા હાતા.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dnNNSz
ConversionConversion EmoticonEmoticon