- 'રામ સેતુ' કથા વાસ્તવિકતા અને વિજ્ઞાાન પર આધારિત છે અને સદીઓથી ભારતીયોની ઊંડા શ્રધ્ધાનું પ્રતિબિંબ પાડે છે, તે ભૂત, વર્તમાનકાળ અને ભવિષ્યની પેઢીઓ વચ્ચેનો સેતુ છે,'
રામ જન્મભૂમિમાં મહત્ત્વાકાંક્ષી ફિલ્મ 'રામ સેતુ'નો મુહૂર્ત શોટ ૧૮ માર્ચે લઈ લેવામાં આવ્યો છે. આ પવિત્રસ્થળે મુહૂર્ત કર્યા પછી દિગ્દર્શક અભિષેક શર્મા અને ક્રિએટિવ પ્રોડયુસર ડો. ચંદ્રપ્રકાશ દ્વિવેદી 'રામ સેતુ' ફિલ્મનું શુટિંગ અક્ષયકુમાર, જેક્લિન ફર્નાન્ડિસ સાથે શરૂ કરશે. 'રામ સેતુ' કથા વાસ્તવિકતા અને વિજ્ઞાાન પર આધારિત છે અને સદીઓથી ભારતીયોની ઊંડા શ્રધ્ધાનું પ્રતિબિંબ પાડે છે,' એમ ફિલ્મના નિર્માતા વિક્રમ મલ્હોત્રાનું કહેવું છે.
જો કે હજુ થોડા દિવસ પહેલાં જ અક્ષયકુમારે 'બચ્ચન પાંડે' ફિલ્મનું શુટિંગ પૂરું કર્યું અને હવે તે તેની આગામી ફિલ્મ 'રામ સેતુ' શરૂ કરવાનો છે. એ પહેલાં અક્ષયકુમાર માલદિવ્ઝમાં તેના પરિવારજનો સાથે વેકેશન માણવા ગયો હતો. 'રામ સેતુ'નું ૮૦ ટકા શુટિંગ મુંબઈ થવાનું છે, એ સિવાયનું શુટિંગ દેશના વિવિધ ભાગોમાં કરવામાં આવે છે, જે માટે ઘણાં શિડયૂલ પણ તૈયાર કરાયા છે.
દિગ્દર્શક અભિષેક શર્માએ જણાવ્યું છે કે આ ફિલ્મમાં અભિનેતાનો નવો અવતાર જોવા મળશે. 'રામ સેતુ' ફિલ્મમાં અક્ષયસર, આર્કિયોલોજિસ્ટની ભૂમિકા ભજવે છે અને તેનો લૂક અને પાત્ર સંખ્યાબંધ ભારતીય અને વિદેશી વ્યાવસાયિક આર્કિયોલોજિસ્ટ પરથી પ્રેરિત થઈને બનાવાયો છે. આ સાથે જ બંને અભિનેત્રીઓ- જેક્લિન ફર્નાન્ડિસ અને નુસરત ભરૂચા આ ફિલ્મમાં 'મજબૂત, સ્વતંત્ર મહિલા'ની ભૂમિકા ભજવે છે અને તેમનો લૂક કેવો હશે એ હજુ બહાર પાડવામાં નથી આવ્યો,' એમ તેમણે ઉમેર્યું હતું.
સૌથી રસપ્રદ બાબત તો મુહૂર્ત શોટ અયોધ્યામાં લઈ 'રામ સેતુ'ની જર્ની શરૂ કરવી, એવી આઇડિયા તો ડો. ચંદ્રપ્રકાશ દ્વિવેદીની હતી. 'મેં અક્ષયને એવું સૂચવ્યું હતું કે ભગવાન રામના પવિત્ર મંદિરથી આશીર્વાદ લઈ આ નિર્માણના શિડયૂલનો પ્રારંભ કરીએ,' એમ તેમણે જણાવ્યું હતું.
'ભારત અને શ્રીલંકા વચ્ચે શિપિંગ કેનાલ બાંધવાના પ્રોજેક્ટ અંગેના કેસની વિગતો મેં સૌ પહેલાં અખબારોમાં વાંચી ત્યારથી-૨૦૦૭થી 'રામ સેતુ' ફિલ્મની જર્નીનો પ્રારંભ થયો હતો,' એમ દિગ્દર્શક અભિષેક શર્માએ જણાવ્યું હતું. ભારતીય દંતકથાની પાછળ છૂપાયેલા સત્યને શોધી કાઢવાની તક તરીકે આ ફિલ્મને બનાવવાની કલ્પના મનમાં ઝળકી અને એ રીતે ફિલ્મ બનાવવાના વિચારે લીધો,' એમ તેમણે ઉમેર્યું હતું.
સંશોધનની પ્રક્રિયા સાથે યોગ્ય દિશા ભણી જવાનું માર્ગદર્શન ડો. દ્વિવેદીની ટીમે આપ્યું છે એ માટે અમે તેમના આભારી છીએ. આ કારણે વિષય પર સર્વગ્રાહી સમજણ પ્રાપ્ત થઈ છે અને આ સત્ય કથા પર આધારિત ફિલ્મ બનાવવાની કલ્પના આકાર પામી છે,' એમ અભિષેક શર્માએ જણાવ્યું હતું.
આ જર્નીને ધ્યાનમાં રાખતા નિર્માતા વિક્રમ મલ્હોત્રાએ જણાવ્યું છે કે આ સ્થળે સેફ્ટી પ્રોટોકોલ્સનો કડકાઈથી અમલ કરવામાં આવશે. અક્ષયકુમાર અને પ્રોડક્શન હાઉસે સાથે મળીને કેટલાંય પ્રોજેક્ટસ મહામારીમાં પૂર્ણ કર્યા છે. કોવિદ-૧૯ના જોખમને કેવી રીતે અંકુશમાં રાખવો તેની પ્રયાપ્ત વ્યવસ્થા અને અભ્યાસ છે,' એમ તેમણે ઉમેર્યું હતું.
'રામ-સેતુ' તો ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યની પેઢીઓ વચ્ચેનો સેતુ છે,' એમ અક્ષયકુમારે જણાવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3uxP2V6
ConversionConversion EmoticonEmoticon