- કાંચીએ કહ્યું, 'દરેક કલાકારના મનમાં ફિલ્મી કલાકાર બનવાની આકાંક્ષા હોય છે. એ એમનું ગોલ હોય છે. બસ, એ જ રીતે મારું પણ એ જ ગોલ હતું અને હવે એ સાકાર થયું છે.
'યે રિસ્તા ક્યાં કેહલાતા હૈ' શોની ગાયત્રી યાદ છે? ઘણાને યાદ નહીં હોય. છેક ૨૦૧૭માં ગાયત્રીએ આ શો છોડી દીધો હતો અને એ પણ બોલીવૂડની હીરોઈન બનવા માટે. જો કે, અંતે તેનું સ્વપ્ન સાકાર થયું ત્રણ વર્ષની તપસ્યા પછી. આ ગાયત્રી એટલે જ ટીવી અભિનેત્રી કાંચી સિંહ. ચાલો, આ અભિનેત્રીની મનની વાત તો જાણીએ.
અભિનેત્રી કાંચી સિંહે છેક ત્રણ વર્ષ પહેલા ટીવી અને ટીવી શો 'યે રિસ્તા ક્યાં કેહલાતા હૈ' છોડી દીધા હતા. તે વેળા આ શોની ગાયત્રીનું નામ ઘરે ઘરે ગાજતું હતું. કાંચી સિંહ કહે છે, 'બોલીવૂડમાં જવા માટે મેં શો છોડી દીધો હતો અને વાતને લગભગ સાડાત્રણ વર્ષ થઈ ગયા છે. મને જે ફિલ્મ મળી છે, એનું શુટિંગ આ મહિનાને અંતે ભોપાલમાં શરૂ થશે. ફિલ્મમાં કામ કરવા મળતાં હું ફરી એક્ટિંગ ભણી વળી એ વાતનો આનંદ અનુભવું છું. હું ખરેખર ખૂબ રોમાંચ અનુભવું છું,' એમ તેણે જણાવ્યું હતું.
છેલ્લા સાડાત્રણ વર્ષ દરમિયાન શું કર્યું ?- એવા પ્રશ્નના ઉત્તરમાં કાંચી સિંહે જણાવ્યું, 'મેં સંપૂર્ણપણે મારા પર ફોકસ કેન્દ્રીત કર્યું 'તું. હું પરંપરાગત નૃત્ય તો કરી શકું છું, પણ મેં ગુરુ પાસે ભરતનાટયમની તાલીમ લીધી કેમ કે એક એક્ટર માટે આ મહત્ત્વની ક્ષમતા છે. મેં મારા શરીરનો વજન પણ ઓછો કર્યો, જિમમાં નિયમિત જવાનું શરૂ કર્યું. મારા ડાયેટની સંભાળ લીધી. હું કોઈ સ્પેશિયલ ડાયેટ નહોતી લેતી પણ 'ઘર કા ખાના' આરોગતી હતી.'
છેલ્લાં કેટલાક વર્ષોમાં મને કેટલીક ટીવી ઓફર મળી હતી. જેમાંની કેટલીક મને ગમી નહોતી અને જે કંઈક ગમી એ કેટલાંક કારણોસર આકાર ન પામી શકી. આમ છતાં હવે તો તેણે તેની કારકિર્દીનું નવું પ્રકરણ શરૂ થઈ ગયું છે.શું પહેલેથી જ તારા મનમાં બોલીવૂડ રમતું હતું, એવા પ્રશ્નના ઉત્તરમાં કાંચીએ કહ્યું, 'દરેક કલાકારના મનમાં ફિલ્મી કલાકાર બનવાની આકાંક્ષા હોય છે. એ એમનું ગોલ હોય છે. બસ, એ જ રીતે મારું પણ એ જ ગોલ હતું અને હવે એ સાકાર થયું છે. હું ટીવી સ્ટાર છું, પણ હવે સમય એવો આવ્યો છે જેમાં મારી બોલીવૂડની જર્ની શરૂ થઈ છે. જો ટીવી તરફથી કંઈક સારી ઓફર આવશે તો હું તરત તેને ઝડપી લઈશ. આજે હું જે કંઈ પણ છું એ ટીવી ઇન્ડસ્ટ્રીને આભારી છે અને ટીવી પ્રત્યેનો મારો પ્રેમ કદીય ખતમ નહીં થાય,' એમ કાંચી સિંહે સમાપન કરતા જણાવ્યું હતું.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3muXlOG
ConversionConversion EmoticonEmoticon