- 'દરેક સમયે મેં મિથાલીને અભિનંદનનો મેસેજ મોકલાવ્યો તેને તેની કોઈ પણ મેચ માટે-પછી ભલેને તે નાની હોય કે મોટી ત્યારે એ કાયમ તેની ટીમની કામગીરી બાબત જ વધુ ચિંતામાં હોય છે.
- મિથાલી રાજના જીવન પર આધારિત ફિલ્મ
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિથાલી રાજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૧૦ હજાર ટન કરી એક નવો વિક્રમ સ્થાપ્યો છે. આટલું નહીં, આવો વિક્રમ સ્થાપવામાં એ ભારતની પ્રથમ મહિલા ક્રિકેટર છે અને વિશ્વની બીજા ક્રમની ! હવે તેની જીવની પરથી ફિલ્મસર્જક રાહુલ ધોળકિયા એક ફિલ્મ બનાવવાની તૈયારીમાં છે અને તેમાં મિથાલીની ભૂમિકા અભિનેત્રી તાપસી પન્નુ ભજવવાની છે. જો કે તાપસી પન્નુ માટે સૌથી મોટી મુશ્કેલી એ છે તેણે આંતરરાષ્ટ્રીય તખ્તા પર નામ ગજાવનારી મહિલા ક્રિકેટરની ભૂમિકા ભજવવાની છે અને એ સાથે તેણે ક્રિકેટ પણ શીખવાનું છે. જો કે આ માટે તેણે પ્રેક્ટિસ તો શરૂ કરી દીધી છે, પણ આ પાત્રને યોગ્ય ન્યાય આપવામાં તે પાછી પડે એવું તેને લાગે છે. એમાં વળી મિથાલીએ એક દિવસીય ક્રિકેટમાં ૧૦ હજાર રનનો મોટો પહાડ ખડો કરી દીધો તેથી ક્રિકેટની પ્રેક્ટિસ-પીચ પર તેના પગ હચમચવા લાગ્યા છે.
તાપસી પન્નુએ હજુ અત્યારે જ અનુરાગ કશ્યપની ફિલ્મ 'દોબારા'નું શુટિંગ પૂરું કર્યું અને હળવાશ લેવા ઘરે આવી- ક્રિકેટની પ્રેક્ટિસ પણ શરૂ કરી અને માર્ચના અંતમાં રાહુલ ધોળકિયાની મિથાલી રાજની જીવની પરની ફિલ્મ 'શાબાશ મિથ'નું શુટિંગ પણ શરૂ કરવાની છે.
'મિથાલીએ જે સીમા ચિહ્ન રૂપ સિધ્ધિઓ હાંસલ કરી છે, તેને કારણે હું તો મારી ગણતરી પણ ભૂલી ગઈ છું,' એમ તાપસીએ કહ્યું અને એ સાથે જ ભારતીય સુકાની માટે વધુ વાતો કરતાં જણાવ્યું કે 'લગભગ દરેક વખતે તેણે પીચ પર ડગ માંડયા ત્યારે તેણે કંઈક ને કંઈક સિધ્ધિ હાંસલ કરી છે, જે કેટલેક અંશે મૂલ્યવાન છે, કેટલેક અંશે કિંમતી છે. તેણે તેની કારકિર્દીને એવી સરસ રીતે આગળ ધપાવી અમુક ચોક્કસ સ્થળે અટકી જઈ ઘણી પ્રેમાળ સિધ્ધિઓ હાંસલ કરી છે.'
'બિગ સ્ક્રીન પર તેનું પાત્ર ભજવવાનો મને પહેલેથી જ ભય હતો અને હવે તેની સિધ્ધિ વધુ ઊંચી ગઈ છે. તેણે ૫૦ રનનો તો રેકોર્ડ કર્યો જ છે અને હવે ૧૦ હજાર રન કરવાનો નવો વિક્રમ સ્થાપ્યો છે. એ અત્યંત અનુભવી મહિલા ક્રિકેટરોમાંની એક છે જે અત્યારે આપણી પાસે છે. તેને સ્ક્રીન પર રજૂ કરતાં હું ઘણુંબધું પ્રેશર અનુભવું છું. એમેય તેની સિધ્ધિઓ તો ઘણી છે, એમાં વળી સૌથી વધુ રન કરીને તેણે પોતાનો આંક ઊંચે ચડાવ્યો,' એમ તાપસી પન્નુએ જણાવ્યું હતું.
મિથાલીએ હજુ તાજેતરમાં જ વિક્રમસર્જક સિધ્ધિ હાંસલ કરી છે ત્યારે ફિલ્મના લેખકો અને નિર્માતાઓની એવી કોઈ યોજના છે કે જેને કારણે પટકથામાં સુધારો કરશે? 'જીવની એ તો શરૂઆતથી અંત સુધીની મર્યાદિત કથા હોય છે. મિથાલીએ જ્યારે શરૂઆત કરી હતી ત્યારે તેનો સ્કોર સેન્ચ્યુરી હતી. હવે એ પોઇન્ટથી અત્યાર સુધી ઘણી ઘણી બધી બાબતો એવી છે પટકથામાં આમેજ છે- એને સમાવિષ્ઠ કરવામાં આવી છે. સૌથી મુશ્કેલ હિસ્સો તો લેખકો માટે એ છે કે તેને દંતકથારૂપ-લેજેન્ડ બનાવી દેવી અને એ તો હજુય રમતમાં સક્રિય છે,' એ મુદ્દો તાપસીએ આગળ કર્યો હતો.
આ મુદ્દાને વધુ સરળતાથી સમજાવતા તાપસીએ કહ્યું, 'ફિલ્મ માટે તમને ટાઈમલાઈન-બાઉન્ડ સ્ક્રીપ્ટ જોઈએ એવા પોઇન્ટ આવતા હોય છે જ્યાં તમે સ્ટોરીને વિરામ આપી શકો. જો કોઈ એક સ્ક્રીપ્ટની રિ-વિઝિટ કરે, તો બીજા એકે આવતા વર્ષે યોજાનારા વર્લ્ડ કપના પરિણામની રાહ જોવી પડે અને એ પછી જ શુટિંગ શરૂ કરી શકાય. આથી, આપણે તો તેની કારકિર્દીના માઇલસ્ટોન જ પસંદ કરવા પડે અને પટકથાને એવા માર્ગે લોક કરવી પડે કે એ માની શકાય અને ધારી શકાય કે તેણે (મિથાલી) તાજેતરમાં આ સિધ્ધિ હાંસલ કરી છે. મિથાલી સતત એકધારી અને દંતકથારૂપ કામગીરી કરી રહી છે,' એમ તેણે ઉમેર્યું હતું.
તાપસીએ મિથાલીએ જે લેન્ડમાર્ક સિધ્ધિ હાંસલ કરી એ માટે અભિનંદન પણ આપ્યા છે. 'દરેક સમયે મેં મિથાલીને અભિનંદનનો મેસેજ મોકલાવ્યો તેને તેની કોઈ પણ મેચ માટે-પછી ભલેને તે નાની હોય કે મોટી ત્યારે એ કાયમ તેની ટીમની કામગીરી બાબત જ વધુ ચિંતામાં હોય છે. આ વખતે પણ મેં તેને મેસેજ મોકલાવ્યો અને અભિનંદન આપ્યા ત્યારે પણ કાયમ બનતું એવું જ થયું અને એ તેની ટીમની પરફોર્મન્સ અંગે ચિંતામાં હતી,' એમ તાપસીએ જણાવ્યું હતું.
આ સાથે જ તાપસીએ ઉમેર્યું, 'મિથાલી માટે તો તેણે મેળવેલી કોઈ પણ સિધ્ધિ કરતાં વધુ મહત્ત્વ તો તેની ટીમની કામગીરીને લગતું હોય છે. આજે હું પ્રચંડ પ્રેશર હેઠળ છું કેમ કે શુટિંગની તારીખ વધુ ને વધુ નજીક આવતી જાય છે. હું ચિંતાતુર છું કેમ કે હવે, હું ટ્રેનિંગના અંતિમ તબક્કામાં છું. અમે માર્ચના છેલ્લા અઠવાડિયે મુંબઈમાં 'શાબાશ મિથ'નું શુટિંગ શરૂ કરવાના છીએ. મને જીવતી એક્ટિવ લિજેન્ડ માટે રમવાનું તેની મને એક્સાઇટમેન્ટવાલી ગભરામણ થઈ રહી છે,' એમ કહી તાપસી પન્નુએ તેની ચિંતાજનક વાતોનું સમાપન કર્યું હતું.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3s27vaL
ConversionConversion EmoticonEmoticon