નેહા પેંડસે : ટ્રોલરોને અવગણતા શીખી ગઈ


- હું   સતત  ટ્રોલરોના નિશાન પર રહી છું.  અને મને  નથી લાગતું કે નેટિઝનો  તેમની હરકતો બંધ કરશે.  તેઓ  તમને ટ્રોલ કરવા કોઈને કોઈ કારણ  શોધી જ કાઢે  છે. 

- નેહા  કહે  છે કે હું અગાઉથી જાણતી હતી કે મારી સરખામણી સૌમ્યા સાથે થવાની જ છે.  તેણે ઘણાં વર્ષો સુધી આ ભૂમિકા  ભજવી  હતી તેથી  તેનો ચહેરો તેની અદાઓ  દર્શકોના દિલોદિમાગમાં  ઘર કરી ગઈ હોય તે સ્વાભાવિક છે. 

સંખ્યાબંધ ટી.વી.  સિરિયલો અને વર્ષ ૨૦૨૦ની  સાલમાં 'સૂરજ    પે મંગલ ભારી'  કામ  કામ કરનાર અભિનેત્રી નેહા પેંડસે સોશ્યલ મીડિયા પર ટ્રોલરોના  તાકેલા તાતા તીરનો શિકાર બની રહી  છે.  ખાસ કરીને પોતાના લગ્ન અને પતિ બાબતે.

નેહાએ   ગયા વર્ષના જાન્યુઆરી મહિનામાં શાર્દુલ બાયાસ સાથે વિવાહ કર્યાં  છે. શાર્દુલના  અગાઉ બે વખત છૂટાછેડા  થઈ ગયા  છે.  અને તેની બંને  પૂર્વ પત્ની થકી તેને એક એક સંતાન પણ છે.  તેથી ટ્રોલરોને તેની ઠેકડી ઉડાડવાની તક મળી ગઈ છે.

અદાકારા કહે  છે કે હું   સતત  ટ્રોલરોના નિશાન પર રહી છું.  અને મને  નથી લાગતું કે નેટિઝનો  તેમની હરકતો બંધ કરશે.  તેઓ  તમને ટ્રોલ કરવા કોઈને કોઈ કારણ  શોધી જ કાઢે  છે. જો કે પ્રારંભિક  તબક્કામાં મારા પતિ તેને કારણ ખૂબ  વિચલિત થઈ જતા. પણ હવે તેઓ પણ મારી જેમ ટ્રોલરોની અવગણના કરતાં શીખી  ગયા  છે.

અત્રે  ઉલ્લેખનીય  છે કે નેહા હવે 'ભાભીજી ઘર પર હૈ' માં   'અનિતા  ભાભી' નું પાત્ર ભજવી રહી છે.  અગાઉ  આ રોલ અભિનેત્રી સૌમ્યા ટંડન  અદા કરતી હતી.  અને આ  શોમાં પણતેની તુલના  સૌમ્યા  સાથે કરવામાં આવી રહી  છે. જો કે નેહા  કહે  છે કે હું અગાઉથી જાણતી હતી કે મારી સરખામણી સૌમ્યા સાથે થવાની જ છે.  તેણે ઘણાં વર્ષો સુધી આ ભૂમિકા  ભજવી  હતી તેથી  તેનો ચહેરો તેની અદાઓ  દર્શકોના દિલોદિમાગમાં  ઘર કરી ગઈ હોય તે સ્વાભાવિક છે. પરંતુ હું આ શો માટે સવા મહિનાથી પણ વધુ સમયથી  કામ કરી રહી છું.  અને હવે દર્શકો  મને સૌમ્યાના સ્થાને સ્વીકારી  રહ્યા છે.  શોનો ટીઆરપી  જે રીતે વધી રહ્યો છે તે જોતાં જ આ વાત પુરવાર પણ થઈ રહી  છે. 

ઝાકઝમાળની દુનિયામાં જે પડકારોનો સામનો કરવો પડે છે તેના વિશે નેહા કહે છે કે  માત્ર શોબિઝનેસમાં  જ નહીં, કોઈપણ  કામના સ્થળે નબળી કે નવી વ્યક્તિનું  શોષણ થાય એ વાત નવી નથી. પરંતુ આવા બનાવોનો સામનો કરીને તમે પાર ઉતરી જાઓ એ જ તમારી  ખરી શક્તિ અને મજબૂતી  ગણાય.  ખરેખર તો આવા બનાવો તમને વધુ સતર્ક  અને મજબૂત બનાવે. બાકી  સામાન્ય રીતે  મનોરંજન  જગતમાં  મહિલાઓને જ ભાગ્યે જ ગંભીરતાથી લેવામાં આવે છે. કદાચ એટલે જ તેમને અભિનેતાઓની તુલનામાં  ઓછું મહેનતાણું  મળે છે.  આમ છતાં એક વાત ચોક્કસ કે ઓછી ફીની સમસ્યા  મનોરંજન જગતમાં  સામાન્ય  છે. પરંતુ એક વખત તમે તમારી અભિનય  ક્ષમતા દ્વારા આ  ઈન્ડસ્ટ્રીમાં તમારું  સ્થાન  સુનિશ્ચિત  કરી લો ત્યારબાદ તમને મોં માગ્યું મહેનતાણું  મળે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rEa2YB
Previous
Next Post »