'80ના દાયકામાં ચમકેલી આ ગાયિકાઓ ક્યાં ગઈ..?


- પ્રીતિ સાગર

- આલિશા ચિનોઈ

- પિનાઝ મસાની

- સલમા આગા

- સુષ્મા શ્રેષ્ઠા

- સપના અવસ્થી

- ઈલા અરૂણ

- શ્વેતા શેટ્ટી

એક સમય હતો જ્યારે બોલીવૂડના મ્યુઝિક વર્લ્ડમાં ગાયિકીનો તો અનેરો દબદબો રહ્યો લતા મંગેશકર અને આશા ભોસલેનો ! દાયકાઓ સુધી આ લોકપ્રિયતા, ચાહના અને એકચક્રી શાસનને ઊભી આંચ નહીં આવી. આ સંજોગોમાં સુમન કલ્યાણપુર, હેમલતા, ઉષા ખન્ના અને ઉષા ઉત્થુપ જેવી ગાયિકાનો ક્યાંય ગજ નહીં વાગ્યો. આ બધી ગાયિકાને છૂટાછવાયા કેટલાંક ગીતો મળ્યા અને તેમણે તેમની ગાયિકીથી સંગીતરસિકોના દિલ જીત્યા, પણ એથી વિશેશ તેમને ક્યાંય સ્થાન નહીં મળ્યું. લતા મંગેશકર અને આશા ભોસલેના મજબૂત કિલ્લાની એક કાંકરી પણ ન ખરી શકી. કેટલીક ફ્રેશ ઇન્ડિ-પોપ ગાયિકાએ પણ સંગીતના બિઝનેશ પર પોતાની વગ ચલાવી શાસન સ્થાપ્યું હતું. જો કે આ લોકપ્રિય ગાયિકાઓએ નવો મિલેનિયમ સમયકાળ શરૂ થાય એ પહેલાં તેમની લોકપ્રિયતા વટાવી ખાધી, પણ આ ગાયિકામાંથી આજે ભાગ્યે જ કોઈકનો સ્વર સાંભળવા મળે છે.

શું થયું આ બધી ગાયિકાનું ? ક્યાં ગઈ ? અત્યારે ક્યાં છે ? શું કરે છે ? - આવા તો અગણિત પ્રશ્નો મનમાં ઉદ્ભવે છે, પણ કોઈ સંતોષકારક ઉત્તરો નથી મળતા. આ ઉત્તમ અને ઉત્કૃષ્ઠ ગાયિકામાં સપના અવસ્થી, સલમા આગા, આલિશા ચિનોઈ, ઇલા અરુણ, શેરોન પ્રભાકર, પ્રીતિ સાગર, પિનાઝ મસાણી, શ્વેતા શેટ્ટી, સુષ્મા શ્રેષ્ઠા, સુનિતા રાવ, પાર્વતી ખાન જેવા કેટલીય ગાયિકાના લોકપ્રિય ગીતોનો ધ્વનિ કાનમાં સંભળાઈ છે અને એ પછી ભૂલાઈ જાય છે. ચાલો, જરા જાણીતો લઈએ આ ગાયિકા સંગીતના વિશ્વતી ક્યાં વિશ્વમાં પહોંચી ગઈ છે..

સપના અવસ્થી: 'છૈયા.. છૈયા..'

તાલિમબધ્ધ લોકગાયિકા સપનાએ તેની કારકિર્દીનો પ્રારંભ દિલ્હી રેડિયોથી કર્યો હતો અને એ પણ નાનીવયે. ગુલઝારની સીરિયલ 'મિર્ઝા-ગાલિબ' સીરિયલના કેટલાંક એપિસોડમાં સપનાએ એક્ટિંગ પણ કરી હતી અને ગીતો પણ ગાયા. જો કે બાદમાં અભિનયને અલવિદા કહી દીધું. જો કે એ દરમિયાન કમ્પોઝર દિલીપ સેને પ્લેબેક સિંગર તરીકે સપના અવસ્થીને શેખર કપૂરની 'દુશ્મની' ફિલ્મમાં બ્રેક આપ્યો અને તેણે તેનું પ્રથમ ગીત 'બન્નો તેરી અંખિયા..' ગાયું, પણ તેનું પહેલું ગીત તો 'એક્કા રાજા રાની મેરે સાંવરેં સાવરિયાં' ફિલ્મનું 'સાંવરે સાંવરિયા..' રિલિઝ થયું. જો કે સપના બધાને યાદ રહી ગઈ તો 'રાજા હિન્દુસ્તાની' ફિલ્મના 'પરદેશી પરદેશી..' ગીતથી. આ પછી એ. આર. રહેમાને 'દિલ સે' માટે દિલથી ગાયું 'છૈયાં.. છૈયા..' ગીત. આ ગીતો તેની કલગીમાં નવા રંગબેરંગી પીંછા તરીકે શોભી નીકળ્યા. આ પછી તો સપના અવસ્થીએ 'હમ તુમ્હારે હૈ સનમ', 'દરમિયાં', 'રોકસ્ટાર', 'અંજામ', 'રાવણ' અને 'બન્નો મૈં તેરી' ફિલ્મોમાં કર્ણપ્રિય ગીતો જરૂર આપ્યાં, પણ પછી એમનો પત્તો ક્યાંય નથી લાગ્યો.

સલમા આગા: 'દિલ કે અરમાન..'

જન્મ પાકિસ્તાનમાં થયો અને ઉછેર બ્રિટનમાં. સલમા આગાએ પાકિસ્તાની અને ભારતીય ફિલ્મોમાં ગીતો પણ ગાયા અને એક્ટિંગ પણ કરી છે. બી. આર. ચોપરાની ફિલ્મ 'નિકાહ' થકી તેણે બોલીવૂડમાં પદાર્પણ કર્યું. આ ફિલ્મ રિલિઝ થયા પહેલાં હતો આ ફિલ્મનો સાઉન્ડ ટ્રેક બેસ્ટસેલર બની ગયો હતો. તેમના અવિસ્મરણીય ગીતો - 'ફઝા ભી હૈ જવાં જવાં..' અને 'દિલ કે અરમાન આંસું મેં બહ ગયે..' આજે પણ ભૂલાતાં નથી. આ ગીતોએ જનમાનસ પર જબરી મોહિની પાથરી. તેમણે અનિલ કપૂર સાથે 'વેલકમ' આલબમ પણ બહાર પાડયો. તેમના ગીત- 'આપ કે સાથ', 'પાતાલભૈરવી', 'ચીખ', 'કંવરલાલ' અને 'પરમ ધરમ' ફિલ્મોમાં જળક્યા.

આલિશા ચિનોઈ: 'તેરે ઇશ્ક મેં નાચેંગે..'

ઇન્ડિ-પોપ ગીતોની આ મહારાણીએ ૧૯૮૫માં 'જાદુ' આલ્બમ દ્વારા કારકિર્દીનો પ્રારંભ કર્યો. એમાં કોઈ શંકા નથી કે તેના આલ્બમ 'મડોના', 'કામસૂત્ર' અને અત્યંત લોકપ્રિય 'મેઈડ ઈન ઇન્ડિયા' એ તો ઘરે ઘરે તેમનું નામ ગુંજતું કરી દીધું. તેના ફિલ્મી ગીતો 'ટારઝન', 'ડાન્સ ડાન્સ', 'ગુરુ', 'લવ લવ લવ' એ તો તેમને ટોચ પર પહોંચાડી દીધી. એક પછી એક હીટ ગીતોની આલિશા ચિનોઈની ગાડી આગળ વધતી જ ગઈ. 'વિજયપથ' ('રુક રુક રુક..'), રાજા હિન્દુસ્તાની ('તેરે ઇશ્ક મેં નાચેંગે..'), 'મર્ચર' ('દિલ કો હજાર બાર રોકા..') જેવી ફિલ્મોના ગીતો ઉપરાંત 'નો એન્ટ્રી', 'ડોન', 'ધૂમ-૨', 'કમબખ્ત ઇશ્ક', 'ક્યા લવસ્ટોરી હૈ' અને 'બન્ટી ઔર બબલી'નું ગીત 'કજરારે..' તથા 'કર્મા'નું 'ટિક ટિક..' ગીત ભૂલી શકાય એમ નથી, પણ આજે આ નાયિકા ક્યાં છે ?

ઇલા અરુણ: 'ચોલી કે પીછે..'

લોકગીતો ગાવામાં નિષ્ણાત એવી ગાયિકામાં રાજસ્થાનની મહેંક તેના સ્વરમાં પ્રસરે છે. તેના આલ્બમો - 'નિગોડી કૈસી જવાની હૈ', 'હૌલે હૌલે', 'છપ્પન છૂરી' અને 'બજારન' એ તો ધૂમ મચાવી હતી. આ બધા ગીતો - આલ્બમો રાગ આધારિત હતા. 'મોરની બાગામા બોલે આધી રાત મા..' આ ગીતે તો 'લમ્હે' ફિલ્મને ચાર ચાંદ લગાવી દીધા હતા. આ પછી 'જાલ', 'બટવારા', 'નારાઝ', 'દિયા ઔર તુફાન' અને 'રાવણ' ફિલ્મમાં પણ ઇલા અરુણે ગીતો ગાઈ દાદ મેળવી હતી. 'ચોલી કે પીછે ક્યાં હૈ..' ગીતે તો ઇલાને અનેરી ઊંચાઈ મુકી દીધી. આ ઉપરાંત 'ખલનાયક'ના અન્ય એક ગીત 'નાયક નહીં ખલનાયક હૈ તુ..' તેને ચમકાવી દીધી છે. આ મલ્ટી-ટાસ્કડ કલાકાર છે તેણે રંગભૂમિ અને ફિલ્મોમાં કલાકાર તરીકે નામ ચમકાવ્યું છે - આ ફિલ્મો છે, 'મંડી', 'ઘાતક', 'જાલ', 'ચાઈના ગેટ', 'વેલકમ ટુ સજ્જનપુર', 'ચિંગારી', 'બેગમ જાન' અને તાજેતરમાં જ ઓટીટી ફિલ્મ 'રાત અકેલી હૈ'માં ઇલા અરુણે રંગ રાખ્યો છે.

શેરોન પ્રભાકર: ફિલ્મ અને રંગભૂમિ ગજાવી

૧૯૮૦ પોપ યુગમાં શેરોન પ્રભાકરે શાસન કર્યું છે. ટીવીના 'પોપ ટાઈમ' શોમાં ચૂંટણીમાં તો તેણે સૌથી ટોચનો ક્રમ મેળવ્યો હતો. તેનો પ્રથમ આલ્બમ 'શાબાશ શેરોન' એચએમવીએ બહાર પાડયો હતો, જેને સારો આવકાર મળ્યો હતો. માઇકલ જેક્સન જ્યારે ભારત આવ્યો હતો ત્યારે ઓપનિંગ એક્ટ શેરોનનું જ હતું. તે આર્ટ-હાઉસ ફિલ્મ 'કહાં કહાં સે ગુજર ગયે'માં નજરે પડી હતી જેનું દિગ્દર્શન એમ. એસ. સાથ્યુએ કર્યું હતું સામે અનિલ કપૂર હતો. 'અરમાન'નું શેરોનનું ગીત 'આ મેરી જૈસી હસીના..' અત્યંત સપલ થયું હતું. આ ઉપરાંત તેણે 'ટારઝન', 'વિરાના', 'કસમે રસમે', 'આજ કા એમએલએ રામ અવતાર', 'શપથ', 'ઇન્સાફ મૈં કરુંગા' ફિલ્મોમાં ગીતો પણ ગાયા છે. આ ઉપરાંત શેરોન પ્રભાકર એક થિયેટર પર્સના લિટી પણ છે, તેમના પતિ અલિક પદમશીએ 'ઇવિટા', 'કાર્બેટ' અને 'ધ ઓડ કપલ' નાટકમાં તેને કેન્દ્રસ્થ ભૂમિકા આપી છે.

પાર્વતી ખાન: 'જીમ્મી જીમ્મી.. આજા.. આજા..'

વીડિયો પ્રોમોમાં પાર્વતી ખાને પોતાનો કસબ દાખવ્યો છે. એ તેની કેચી ટયૂનથી અદ્ભુત ભૂમિકા રચી લોકોને ઘેલાં કરી શકતી. તેનું પાપા નંબર ખૂબ સફળ થયું હતું. 'ડિસ્કો ડાન્સર' ફિલ્મના ગીતે તેને જબરદસ્ત લોકપ્રિયતા અપાવી. એ ગીત હતું 'જીમ્મી આજા આજા..' તેણે અન્ય કેટલીક ફિલ્મોમાં પણ ગીતો ગાયા છે, જે ફિલ્મો છે, 'મા કસમ', 'લવ લવ લવ', 'આસ્માન સે ઊંચા', 'તિરછી ટોપીવાલે', 'રોક ડાન્સર', 'મિશાલ', 'પરબત કે ઉસ પાર' અને 'સાત બિજલિયાં'.

૧૯૯૧માં 'ધૂન' આલ્બમ થકી એ ઇન્ડિ-પોપ વર્લ્ડમાં આવી. 'પરી હું મૈં..' ગીત દ્વારા તેણે લોકોને ઘેલાં કર્યા તેણે પ્લેબેક સિંગિતા ઉપરાંત કેટલાંક ગીતો પણ ગાયા, એ ફિલ્મો છે - 'ગુલામ-એ-મુસ્તફા', 'દુલ્હનિયા હમ લે જાયેંગે', 'કહીં પ્યાર ન હો જાયેં'.

પ્રીતિ સાગર: 'માય હાર્ટ ઇઝ બિટીંગ..'

ઝિંગ્લ્સ અને લોકગીતોની પ્રીતિ સાગર બિનહીફ ગાયિકા હતી. તેણે 'જુલી' ફિલ્મનું ગીત 'માય હાર્ટ ઇઝ બીટિંગ..' ગાયું એ પછી તેની લોકપ્રિયતા આસમાનને સ્પર્શવા લાગી. તેણે 'લૈલા મજનુ', 'નિશાંત', 'મંથન', 'મંડી', 'ભૂમિકા', 'દૂરિયાં', 'આનંદ આશ્રમ', 'લોકેટ', 'શાયદ', 'દુલ્હા બિકતા હૈ' અને 'જૂઠા સચા' જેવી ફિલ્મોમાં ગીતો ગાયા છે.

શ્વેતા શેટ્ટી: 'દિવાને તો દિવાને હૈ..'

'દિવાને તો દિવાને હૈ..' ગીત થકી શ્વેતા શેટ્ટીએ લોકોના હૃદયમાં સ્થાન જમાવી લીધું અને તેનો વીડિયો પણ બોલ્ડ હદતો. તેના પ્રથમ આલ્બમ 'જહોની જહોની જોકર' સફળ થયો. તેણે 'તોટે તોટે હો ગયા..' 'પીછુ પડે હૈ' (સલાખેં), 'મગતા હૈ ક્યા' (રંગીલા), 'જિદ્દી', 'અફલાતૂન' અને 'ઝમીન' જેવી ફિલ્મોમાં ગીતો ગાયા છે. આ પછી તેણે લગ્ન કર્યા અને જર્મની જતી રહી. જો કે હવે ભારત પાછી ફરી છે અને ગાયિકી ફરી શરૂ કરવા ઇચ્છે છે.

પિનાઝ મસાની: અદ્ભુત ગઝલગાયિકા

આ અદ્ભુત ગઝલ ગાયિકાએે ૧૯૮૦ દરમિયાન નાની વયે કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. તે ભારતમાં અને વિદેશમાં મ્યુઝિક કોન્સર્ટ્સમાં ખાસ ભાગ લેતી. તેણે 'વિષકન્યા', 'હમ નૌજવાં', 'મોહબ્બત કા સાગર' 'જુમ્બીસ', 'કથા', 'વીર તેજાજી', 'બહાર', 'અમીર આદમી, ગરીબ આદમી' અને 'ગાંધી હુ હિલ્ટર' જેવી ફિલ્મોમાં પણ તેનો સ્વર આપ્યો છે.

સુષ્મા શ્રેષ્ઠા: 'સરકાઈલે ખટિયા જાડા લગે..'

કારકિર્દીના પ્રારંભમાં પૂર્ણિમા શ્રેષ્ઠાના નામ સાથે ગાયિકા ક્ષેત્રે શરૂઆત કરનારી વાસ્તવમાં સુષ્મા શ્રેષ્ઠા છે તેણે બાળગાયિકા તરીકે 'હૈ ના, બોલો બોલો..' ગીત ગાયું હતું. આ ઉપરાંત આર. ડી. બર્મને સંગીતબધ્ધ કરેલા કેટલાંક ગીતોમાં તેણે સ્વર આપ્યો હતા. આ ફિલ્મોમાં 'આ ગલે લગ જા', 'ધ બર્નિગ ટ્રેન', 'ધરમ કરમ' અને 'હમ કિસી સે કમ નહીં' જેવીનો સમાવેશ થાય છે. ૧૯૯૨માં તેણે પુનરાગમન કર્યું અને 'બોલ રાધા બોલ' ફિલ્મમાં 'તુ તુ તુ તુ તુ તારા..' ગીત ગાયું. આ પછી 'અંજામ', 'રાજા બાબુ' ઉપરાંત વિવાદાસ્પદ ગીત 'સરકાઈલે ખટિયાં જાડા લગે', 'ગોપીકિશન', 'લાડલા', 'વિજયપથ', 'જુડવા', 'હીરો નં.૧', 'બીવી નં.વન' અને 'કુલી નં.૧' જેવી ફિલ્મોના ગીતોને સ્વર આપ્યો છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dpWWc9
Previous
Next Post »