કોઇપણ પિતા જ્યારે પોતાના પુત્રના નામે ઓળખાય ત્યારે તેમની છાતી ગજ ગજ ફૂલે. હાલના તબક્કે પીઢ અભિનેતા જેકી શ્રોફ આ તબક્કામાંથી પસાર થઇ રહ્યો છે. તેને જ્યારે કોઇ ટાઇગરના પિતા તરીકે ઓળખાવે છે ત્યારે તેનું માથું ગૌરવથી ઊંચુ થઇ જાય છે.
તાજેતરમાં જ ટાઇગર શ્રોફ ૩૧ વર્ષનો થયો. અને આટલી નાની વયમાં જ તેણે ફિલ્મ સર્જકો અને દર્શકોના દિલમાં ચોક્કસ સ્થાન બનાવી લીધું છે. મઝાની વાત એ છે કે જેકી શ્રોફ ટાઇગરના જન્મદિને તેના નામનું એક વૃક્ષ રોપે છે. ૬૪ વર્ષીય જેકી શ્રોફ કહેછે કે અમારા પરિવારમાં કોઇનો પણ બર્થ-ડે હોય ત્યારે અમે ભગાં થઇને ડિનર કરીએ છીએ. જોકે આ વખતે હું મારા શૂટિંગમાં વ્યસ્ત હતો. તેવી જ રીતે ટાઇગર પણ પોતાના કામમાં ગળાડૂબ છે.
જેકી શ્રોફ ટાઇગરને સ્વપ્નદ્રષ્ટા ગણાવે છે. તે કહે છે કે ટાઇગર નાનો હતો ત્યારથી કાંઇક કરી બતાવવાના, કાંઇક બનવાના શમણાં જોતો આવ્યો છે. અને તે પૂરાં કરવા પૂરી લગનથી તેની પાછળ લાગી જાય છે. ટાઇગર સાથે ભણતા છોકરાઓ હવે મને મળે ત્યારે તેઓ તેને માટે જે ખુશી વ્યક્ત કરે છે તે જોઇને મારું માથું ગર્વથી ઊંચુ થઇ જાય છે. તેવી જ રીતે ઘણાં લોકો મને એમ પણ પૂછે છે કે તેણે સિક્સ પેક એબ કેવી રીતે બનાવ્યાં ? જોકે તેને માટે ટાઇગરે સખત પરિશ્રમ કર્યો છે.
કહેવાની જરૂર નથી કે ટાઇગરે વર્ષ ૨૦૧૪માં 'હીરોપંતી' દ્વારા બોલીવૂડમાં સફળ આગમન કર્યું હતું. જોકે આ ફિલ્મ માટે જોઇએ એવી બોડી બનાવવા તેમ જ ધાર્યા એક્શન દ્રશ્યો આપવા ટાઇગરે બબ્બે વર્ષ સુધી સખત મહેનત કરી હતી. તેની બીજી ફિલ્મ 'બાગી'ને પણ ભરપૂર સફળતા મળી હતી. ેજ્યારે વર્ષ ૨૦૧૬માં આવેલી 'ફ્લાઇંગ જાટ'માં ટાઇગર થાપ ખાઇ ગયો હતો. પણ હવે તેની પાસે 'હીરોપંતી-૨', ્ર 'રેમ્બો', 'ગણપત' જેવી ફિલ્મો છે.
ઘણાં વર્ષથી ટાઇગરનું નામ દિશા પટણી સાથે જોડાતું આવ્યું છે. તેમને અનેક વખત વિવિધ સ્થળોએ એકસાથેે જોવામાં પણ આવ્યાં છે. પરંતુ જેકી શ્રોફ તેમના સંબંધો વિશે મગનું નામ મરી પાડવા રાજી નથી. તે કહે છે કે હમણાં તો ટાઇગર પોતાના કામને પરણ્યો છે. તે જે કરે છે તેમાં જ તેનું ધ્યાન પૂર્ણપણે કેન્દ્રિત હોય છે. અને હમણાં તેનું ધ્યામ માત્ર તેના કામમાં છે. હું સારી રીતે જાણું છું કે જ્યારે તે વિવાહ કરશે ત્યારે તેનું ધ્યાન તેમાં જ કેન્દ્રિત હશે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2PT3CY7
ConversionConversion EmoticonEmoticon