જી વનમાં પરમ ચેતનામાં જાગૃતતા પૂર્વક સ્થિર થઇને ગમે તે કર્મ કરો કે, ગમે તે પુરુષાર્થ કરો તે પુણ્યશાળી જ હોય છે, પ્રજ્ઞાાામાં સ્થિર થયેલો માણસ સદાય આનંદ અને શાંતિ પોતાના આત્મામાંથી પ્રાપ્ત કરીને જીવે છે, આવો માણસ પોતાના આત્માને છેતરીને કે બનાવટ કરીને કોઈ કર્મ કરતો જ નથી, એટલે કે કોઈ ને બનાવતો નથી કે કોઈ સાથે બનાવટ કરતો નથી, પોતાના આત્મિક સત્ય પ્રમાણે જ સૌ સાથે વ્યવહાર અને આચરણ કર્યે જ જાય છે, આજ શાંતિ પ્રાપ્ત કરવાનો માર્ગ છે.
પ્રજ્ઞાાા એટલે આજની ચીલા ચાલુ ધાર્મિક પરંપરા મુજબ સત્સંગ, કથાવાર્તા દ્વારા કે પોતાની બુધ્ધિ દ્વારા કે પૂર્વક પ્રાપ્ત કરેલ માહીતી તે જ્ઞાાાન હરગિજ નથી, તેતો માત્રને માત્ર માંહીતિ છે, માંહીતિ દ્વારા કદી કોઇનું દળદાર ફિટે નહીં, પરંતુ આત્મિક સત્ય સ્વરૂપ નૈતિકતાયુક્ત અંતર દ્રષ્ટિનો અને આત્મ દ્રષ્ટિનો સમાવેશ કરતું આંતરજ્ઞાાાન એનું નામ પ્રજ્ઞાાા છે, પ્રજ્ઞાાામાં સ્થિરતા એજ જ્ઞાાાનની ઉપલબ્ધિ, અને જ્ઞાાાન એજ મુક્તિ જગતમાં જ્ઞાાાન જેવું પવિત્ર કોઈ ચીજ નથી. આમ જ્ઞાાાનવાન માણસ પવિત્ર અને સત્ય સ્વરૂપ જ હોવાના જેમકે બુધ્ધ, મહાવીર અરવિંદ રામતીર્થ વગેરે, બાહ્ય જ્ઞાાાન એ તો કૃત્રિમ છે જ્યારે આંતર જ્ઞાાાન સહજ છે, સ્વાભાવિક છે.
માનવ જીવનમાં શુધ્ધ સાત્વિક અને પવિત્ર તર્ક પ્રજ્ઞાાાને ઉન્મત કરવામાં સહાયક જરૂર નીવડે છે, જ્યારે વિચાર વ્યાપાર અટકે શૂન્યતા થાય ત્યારે પ્રજ્ઞાાા પ્રગટે છે, વિચાર એટલે જ તનાવ છે, વિચારથી નિવૃતિ એજ પરમ શાંતિ અને આનંદની અવસ્થા છે.
આમ પ્રજ્ઞાાા પોતે જ દ્વદ્વાતીત છે, ત્યા દ્વદ્વ છે, જ નહિ, એટલું માણસે સ્પષ્ટ સમજી અને જાણી લેવા જેવુ છે, કે બુધ્ધિ વડે તર્ક વડે સતનું આકલન થઇ શક્તું જ નથી, સ્વ સ્વરૂપનું, સ્વયંમનું આત્માનું જ્ઞાાાન જ પ્રજ્ઞાાાને લીધે છે, તે માત્રને માત્ર આંતર સાધના દ્વારા પૂર્ણ રીતે શુધ્ધ થતાં જ ઉપલબ્ધ થાય છે.
માણસની બુધ્ધિ તો બેધારી તલવાર છે, તે સદાય હાંમાં અને નામાં જ ડોલતી હોય છે, તેનો ભરોસો રાખીને જીવન શાંતિ પૂર્ણ રીતે જીવી શકાય જ નહીં, શાંતિ પૂર્ણ રીતે પ્રાપ્ત કરવા માટે ચિત્તને ક્યાય પણ ચોટવા દ્યો નહિ, કે બંધાવા દ્યો નહીં, તેને મુક્ત રાખો એજ આત્મામાંથી પરમ શાંતિ અને આનંદ ઉપલબ્ધ કરાવે છે, એજ જીવન જીવવાની સાચી ચાવી છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3wjJQpM
ConversionConversion EmoticonEmoticon