'અધ્યાત્મ' માર્ગનાં ત્રણ પગલાં


આ ધ્યાત્મિક વિકાસ માટેનાં ત્રણ સોપાનો છે. અને ભગવાન વામન અવતારનાં પણ ત્રણ વિરાટ પગલા છે. તેનાથી જ પરમપદની પ્રાપ્તિ થાય છે. કોઈપણ આધ્યાત્મિક પથ કોઈને કોઈ સ્વરૂપે ત્રણ તબક્કામાંથી પસાર થાય છે.

૧) કર્મકાંડ ૨) ઉપાસનાકાંડ અને ૩) જ્ઞાાનીકાંડ

કર્મકાંડ એટલે સાધનાનું બહિરંગ સ્વરૂપ. આ સ્વરૂપની સાધના ક્રિયા પ્રધાન છે. આ કર્મેન્દ્રિયો વડે થતી સાધના છે. પૂજાપાઠ, યોગાસન, જપ, પ્રાણાયામ આદિને 'કર્મકાંડ' કહે છે. 

આ ક્રિયાઓનાં પરિશીલનથી સાધક કોઈક સ્વરૂપનો અંતસ્પર્શ પામે છે અને તેની આ બહિરંગ સાધના અંતરંગ સ્વરૂપ ધારણ કરે છે. સાધના આ ક્ષેત્રને 'ઉપાસના કાંડ' કહે છે. આ ક્ષેત્રને ંર્ કીીઙ્મ ક્ષેત્ર ગણવામાં આવે છે. ચિંતન, ધ્યાન, માનસ જપ, માનસ પૂજા આદિ સાધનાઓ ઉપાસના ગણાય છે. આ પ્રક્રિયામાં કર્મેન્દ્રિયો પ્રધાન નથી પરંતુ પ્રાણ અને ચિત્ત (મન) પ્રધાન છે.

બહિરંગ અને અંતરંગ સાધનાના પ્રયાપ્ત અનુષ્ઠાનથી સાધકને જ્ઞાાનનો પ્રકાશ થાય છે. સાધક ંર્ર્ અને ંર્ કીીઙ્મ બન્ને ક્ષેત્રને અતિક્રમીને ંર્ હ્વી નાં ક્ષેત્રમાં પ્રવેશે છે. આ સાધનાને 'જ્ઞાાનકાંડ' નો ભાગ ગણાય છે. ધ્યાન સમાધિ આદિથી સ્થિર સ્વરૂપની અવસ્થામાં પહોચી જ્ઞાાનકાંડ સિધ્ધ કરે છે.

આધ્યાત્મિક વિકાસનાં ત્રણ જે સોપાનો છે તેજ વામન અવતાર ભગવાનનાં ત્રણ વિરાટ પગલાં છે.

કર્મકાંડને વૈદિક પરિભાષામાં 'ભૂ' કહે છે આ ક્રિયા પ્રધાન છે. વિશેષતા ઃ બ્રાહ્મણ ગ્રંથોમાં તેનો વિચાર થયો છે. કર્મકાંડનો અધિષ્ઠાતા દેવ અગ્નિ છે. આ અવસ્થાનો લોક પૃથ્વી ગણાય છે. ભગવાન વામનનું આ પ્રથમ પગલુ છે. અને પ્રણવ (ઁ) ની આ પ્રથમ માત્રા 'અ' સ્વરૂપની છે.

ઉપાસના કાંડને વૈદિક પરિભાષામાં 'ભૂવ' કહે છે. આસાધના ધ્યાન પ્રધાન છે. વિશેષત ઃ આરણ્યક ગ્રંથોમાં તેનો વિચાર થયો છે. આ ઉપાસના કાંડનો અધિષ્ઠાતા દેવ વાયુ છે. આ અવસ્થાનો લોક અંતરિક્ષ (આકાશ) છે. ભગવાન વામનનું આ બીજું પગલું છે. પ્રણવ (ઁ)ની આ બીજી માત્રા 'ઉ' છે.

જ્ઞાાનકાંડ સાધના પ્રધાન છે. આને વૈદિક પરિભાષા માં 'સ્વ' કહે છે. સાધના જ્ઞાાનપ્રધાન છે. વિશેષત ઉપનિષદોમાં આ ક્ષેત્ર અંગે વિચાર થયો છે. જ્ઞાાનકાંડનો અધિષ્ઠાતા દેવ સૂર્ય છે. ભગવાન વામનનું આ ત્રીજુ પગલું છે અને પ્રણવ (ઁ) ની આ તૃતીય માત્રા 'મ' સ્વરૂપની છે.

આ ત્રણેય અવસ્થાથી સિધ્ધિની અવસ્થા આધ્યાત્મનાં સાધકને પ્રાપ્ત થાય છે. જે વેદાતીત અવસ્થા છે. આ સાધનાથી પરપદ સુધી પહોંચાય છે. આનું સાક્ષાત સ્વરૂપ વામન અવતારે પધારેલ ભગવાને બલિરાજાના યજ્ઞામાં પધારી ત્રણ ડગલા ભરીને જમીન માંગીને વ્યક્ત કર્યું છે.

ગુરુ શુક્રાચાર્યની મનાઈ છતાં બલિરાજાએ આ ત્રણ ડગલા જમીનને આપવાની પ્રતિજ્ઞાા કરી અને ભગવાને પોતાના પગલા માપવાની સાથે જ તેમણે વામન વિરાટ થયા અને પોતાનાં પ્રથમ પગલામાં સમસ્ત પૃથ્વી માપી લીધી, બીજા પગલામાં અંતરિક્ષ અને ત્રીજા પગલામાં સ્વર્ગમાપી લીધાં અને અડધું પગલું બાકી રહ્યું. પણ બલિરાજા પાસે હવે કંઈ બચ્યું ન હતું. અને આખરી પગલા સ્વરૂપને મસ્તક ગણાવી અર્પણ કર્યું. બલિરાજાનું આ અંતિમપગલું બલિરાજાના મસ્તક ઉપર મુકતાજ બલિરાજા પાતાળે ચંપાયા. પરંતુ પણ વામન ભગવાન તેમના આ સમપર્ણથી તેના ઉપર પ્રસન્ન થયા અને તેમના કાયમી દરવાન બની ગયા.

'ભગવાન વિષ્ણુએ ત્રણ પગલાં દ્વારા આ સૃષ્ટિને પદાક્રાંત કરી અને સૃષ્ટિ તેની ધૂળથી વ્યાપ્ત થઈ ગઈ છે. આ સમસ્ત સૃષ્ટિનું રક્ષણ કરનાર વિષ્ણુએ ત્રણ પગલાં ભર્યા અને તેનાથી ધર્મનું ધારણ થયું છે.

અધ્યાત્મની ત્રણ ભૂમિકા છે. અધ્યાત્મ પથનાં ત્રણ તબક્કા છે. આ ત્રણ તબક્કા અંગે ઋગ્વેદનાં મંત્રોમાં સંકેત આપવામાં આવેલ છે. આમ ત્રણ પગલાથી 'બલિ' શબ્દ દ્વારા આ અહંકારના બલિદાનની વ્કિલીકરણની જ આ વાત છે. અહંકાર વિષ્ણુ (વામન)નાં પગ નીચે મૂકવાથી જ અધ્યાત્મ માર્ગ સિધ્ધ થઈ વિષ્ણુનું સત્ત સાનિધ્ય પ્રાપ્ત થાય છે.

- ઉમાકાન્ત જે.જોષી



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31BVaiU
Previous
Next Post »