
- ઈરફાનખાનનો પુત્ર બબીલખાન
- અનુષ્કા શર્માની થ્રિલર ફિલ્મમાં તૃપ્તિ ડમરી તેની સહઅભિનેત્રી હશે
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ :અનુષ્કા શર્મા બોલીવૂડની ફિલ્મોની સાથેસાથે ઓટીટી પ્લેટફોર્મ પર ફિલ્મોનું નિર્માણ કરી રહી છે. ગયા વરસે તેની એક સુપરનેચરલ ફિલ્મ બુલબુલનું નિર્માણ કર્યું હતું. હવે કહેવાય છે કે, અનુશ્કા ફરી એક અલૌકિક થ્રિલર ફિલ્મ કાલા બનાવાની છે. જેમાં તે સ્વ. ઇરફાન ખાનના પુત્ર બબીલ ખાનને લોન્ચ કરી રહી છે. બબીલ આ ફિલ્મમાં ેતૃપ્તિ ડમરી સાથે જોડી જમાવાનો છે.
આ ફિલ્મની વાર્તા એક પુત્રીના હૃદયભંગની છે. જે પોતાના માતાના પ્રેમ માટે તડફડતી હોય છે. આ ફિલ્મથી બબીલ ખાન પોતાની કારકિર્દી શરૃ કરી રહ્યો છે. તે તૃપ્તિ ડમરી સાથે આ ફિલ્મમાં જોવા મળશે.
બબીલ ખાને ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મના સેટ પરનો ોએક વીડિયો શેર કરતાં લખ્યું છે. તૃપ્તિ ડમરી પાછી ફરી રહી છે. જે ફિલ્મ દ્વારા હું લોન્ચ થઇ રહ્યો છું. આ ફિલ્મનું નિર્માણ બુલબુલની નિર્માત્રી કરી રહી છે. જલદી અમ ેએક એવી ફિલ્મને લઇને આવી રહ્યા છે જેમાં એક એવી યુવતીની ે વાતે છે જે પોતાની માતાના હૃદયમાં સ્થાન મેળવવા માટે તડપતી હોય છે.
તૃપ્તિ ડમરીએ શેર કર્યું હતું કે, તેણે ફિલ્મનું પ્રથમ શેડયુલ પુરુ કરી નાખ્યું છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3g9ioVQ
ConversionConversion EmoticonEmoticon