
- ફિલ્મસર્જકે અભિનેત્રીનો સંપર્ક કર્યો હોવાની ચર્ચા
મુંબઇ : કાર્તિક આર્યન બોલીવૂડમાં પોતાનું સ્થાન જમાવી રહ્યો છે, તેમજ તે જાણીતા દિગ્દર્શકોનો માનીતો પણ બની ગયો છે. કાર્તિકની આગામી ફિલ્મ સ્પોર્ટસ પર આધારિત છે. જેમાં તે એક ક્રિકેટરની ભૂમિકામાં જોવા મળવાનો છે. આ ફિલ્મમાં તેની અભિનેત્રી કોણ હશે તે જાણવા સહુ કોઇ ઉત્સુક છે.
મળેલા રિપોર્ટને સાચો માનીએ તો, ફિલ્મસર્જક નવોદિત અભિનેત્રી લેવા માંગે છે. તેથી તેણે બુલબુલ અને લૈલા મજનુની અભિનેત્રી ડમરી તૃપ્તિનો સંપર્ક કર્યો છે.
આ ફિલ્મનું પ્રોડકશન કરણ જોહર કરી રહ્યો છે. ફિલ્મનું શૂટિંગ આ વરસના અંતમા શરૂ થાય તેવી શક્યતા છે. આ ફિલ્મમાં કાર્તિક એક ક્રિકેટરની ભૂમિકામાં હોવાથી તે જલદી જ ક્રિકેટ કોચિંગ સેશન શરૂ કરશે.
આ ફિલ્મ કોઇ ક્રિકેટર પર આધારિત નહીં હોય પરંતુ એક ક્રિકેટરની ભાવનાઓને વ્યક્ત કરનારી હશે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32b433c
ConversionConversion EmoticonEmoticon