
- અભિનેતા હાલ જ કોરોનાની સારવાર કરાવીને ઘરે ગયો
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ : અક્ષય કુમાર પોતાની ફિટનેસનું પુરુ ધ્યાન આપતો હોવા છતાં કોરોનાના સપાટામાં આવી ગયો હતો. જોકે તેણે સોશિયલ મીડિયા પર શેર કર્યું હતું કે, તે કોરોનાની સારવારથી સાજો થઇન ેઘરે ગયો છે. અક્ષય કુમારને પર્યાવરણ સંરક્ષણ માટે સમ્માનિત કરવામાં આવવાનો છે.
દુનિયાભરના સેલિબ્રિટીઓ પર્યાવરણ સંરક્ષણ માટે જાગરૃકતા ફેલાવામાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. તેમજ પોતાના પ્રસંશકોને પણ અપીલ કરી રહ્યા છે. દિયા મિર્જા, અભિષેક બચ્ચન અને અજય દેવગણના નામ આ યાદીમાં સામેલ છે.
અક્ષય કુમાર વિવિધ સામાજિક કાર્યો સાથે જોડાયેલો છે. હવે અભિનેતાને પર્યાવરણ સંરક્ષણ માટે સમ્માનિત કરવામાં આવશે.
મળેલા રિપોર્ટના આઘારેલ્ગોલ્ડન ગ્લોબ ઓનર્સ ફાઉન્ડેશન અક્ષય કુમારને હોલીવૂડ સુપરસ્ટાર લિયાનાર્ડો ડિકૈપ્રિયો અને અન્ય સિતારાઓ સાથે સમ્માનિત કરવાના છે.
અક્ષય લોકોને ખાસ કરીને ગરીબ લોકોને સ્વચ્છતા માટે જાગરૃકતા ફેલાવી રહ્યો છે. આ પહેલા તેણે સેનેટરી પેડ અને ઘરમાં શૌચાલય બનાવા માટેની જોગરૃકતા પણ ફેલાવી હતી. તેમજ આ વિષય પર બનેલી ફિલ્મોમાં અભિનય પણ કર્યો હતો.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3a517JN
ConversionConversion EmoticonEmoticon